હું અને નીતીશ એક જ શાળાનાં વિદ્યાર્થી, તેઓ થોડા વધુ આગળ વધી ગયા: બિહાર રાજ્યપાલ
Trending Photos
નવી દિલ્હી : બિહારના નવનિયુક્ત રાજ્યપાલ ફાગુ ચૌહાણે હાલમાં જ રાજધાની પટનામાં પોદાનાં પદ અને ગુપ્તતાની શપથ લીધી. બીજી તરફ શુક્રવારે તેઓ વડાપ્રધાન મોદીને મળવા માટે દિલ્હી પહોંચ્યા. આ દરમિયાન તેમમે Zee Media સાથે વાત કરતા કહ્યું કે, નીતીશ કુમારે તેમની પહેલાથી ઓળખાણ છે. તેઓ જે સ્કુલમાં ભણ્યાં, હું પણ તે જ શાળાનો વિદ્યાર્થી છું.
J&K ભાજપ પ્રભારીએ કહ્યું અમે બનાવીશું સરકાર, 370 અંગે સરકાર નિર્ણય કરશે
ફાગૂ ચૌહાણે કહ્યું કે, નીતીશ કુમાર અને હું એક જ સ્કુલનો વિદ્યાર્થી છું. અમારો રાજનીતિક સ્કુલ ચૌધરી ચરણ સિંહનો હતો જ્યાં અમે બંન્ને વિદ્યાર્થી હતા. બંન્નેની રાજનીતિક શિક્ષણ દીક્ષા સાથે ચૌધરી ચરણસિંહનાં સ્કુલમાં થઇ છે. તેમની સાથે નીતીશ કુમાર અને મે એક સાથે કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, તે અલગ વાત છે કે નીતીશ કુમાર પર ઇશ્વરની કૃપા વધારે હતી એટલા માટે તેઓ ઘણી નામના મેળવી અને પોતાનાં કાર્યોથી ઉભરીને સામે આવી.
ISROએ ચંદ્રયાન-2ની ચોથી વખત સફળતાપુર્વ કક્ષા બદલી
હું ધારાસભ્ય અને મંત્રી તરીકે ઉત્તરપ્રદેશમાં કામ કરતા રહ્યા. મે એક સાદુ જીવન જીવ્યો છું. એટલા માટે મારી સાદગી જ મારો પરીચય છે. ફાગૂ ચૌહાણે કહ્યું કે, બિહારની સ્થિતીમાં હાલ વધારે વાકેફ નથી કે ક્યાં કઇ સમસ્યાઓ છે. જો કે કામ ચાલુ થયા બાદ તમામ વસ્તુઓ સમજતો થઇ જઇશ. તેમણે કહ્યું કે, પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને લાલજી ટંડને શિક્ષણ મુદ્દે સારુ કામ કર્યું છે. જેને તેઓ આગળ પણ મજબુત કરશે. તેમણે કહ્યું કે, બિહારમાં શિક્ષણ વ્યવસ્થા મજબુત કરવાની જરૂર છે.
કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રદ્દ, તમામ પ્રવાસીઓને સ્થળ છોડવા આદેશ
ચૌહાણે કહ્યું કે, મને પહેલી વાર એવી જવાબદારી મળી છે એટલા માટે તેને સમજવામાં થોડો સમય લાગશે. એટલા માટે હું તમામ સમસ્યાઓ સમજી રહ્યો છું અને તેના પર કામ કરીશ. તેમણે કહ્યું કે, યૂપી અને બિહારની પૃષ્ટભુમિ એક જેવી જ છે. માટે મને સમજવામાં વધારે સમય નહી લાગે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે