બિહાર: શરૂઆતમાં પાછળ બાદ રહ્યા બાદ હવે BJP એ ગતિ પકડી, જાણો શું છે ટ્રેંડ

નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએ, મહાગઠબંધનની એકતરફી બઢત અટકતી જોવા મળી રહી છે. અત્યારે રાજ્યની 243 સીટોમાંથી 165 સીટોના ટ્રેંડ આવી ગયા છે. તે

બિહાર: શરૂઆતમાં પાછળ બાદ રહ્યા બાદ હવે  BJP એ ગતિ પકડી, જાણો શું છે ટ્રેંડ

નવી દિલ્હી: બિહાર ચૂંટનીના પરિણામોના શરૂઆતના એક કલાકના ટ્રેંડ પર જો નજર કરીએ સૌથી પહેલાં એનડીએના નેતૃત્વમાં મહાગઠબંધન ઝડપથી આગળ વધતી જોવા મળી પરંતુ હવે એક કલાકના ટ્રેંડ બાદ એવું લાગી રહ્યું છે કે નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએ, મહાગઠબંધનની એકતરફી બઢત અટકતી જોવા મળી રહી છે. અત્યારે રાજ્યની 243 સીટોમાંથી 165 સીટોના ટ્રેંડ આવી ગયા છે. તેમાં ગહાગઠબંધનને 94 સીટો પર બઢત જોવા મળી રહી છે તો પહેલાં ખૂબ પાછળ રહ્યા બાદ એનડીએ 71 સીટો પર આગળ છે. 

રાધોપુર સીટ પરથી તેજસ્વી યાદવ આગળ
આ દરમિયાન મહાગઠબંધનના પ્રમુખ ચહેરો તેજસ્વી યાદવ રાઘોપુર સીટથી આગળ ચાલી રહ્યા છે. તેજસ્વી યાદવે 10 લાખ યુવાનોને નોકરી આપવાનો વાયદો કર્યો હતો. આ ઉપરાંત મધુબનીથી  RJDસમી મહાસેઠ, રાજનગરથી BJP ના રામપ્રીત પાસવાન, ફૂલપરાસથી કોંગ્રેસના કૃપાનાથ પાઠક, લૌકહાથી JDU લક્ષ્મેશ્વર રાય, બાબૂબરહીથી LJP ના મરનાથ પ્રસાદ, બેનીપટ્ટીથી ભાજપના બિનોદ નારાયણ ઝા અને ઝાંઝરપુરથી ભાજપના નીતીશ મિશ્રા આગળ ચાલી રહ્યા છે. મધેપુરના આલમનગરથી જેડીયૂ અને મધેપુરા સદરથી પણ જેડીયૂ આગળ આગળ ચાલી રહી છે. કસબાથી કોંગ્રેસના અફાક આલમ, રૂપૌલીથી જેડીયૂની બીમા ભારતી, ધમદાહાથી જેડીયૂની લેસી સિંહ, બલરામપુર વિધાનસભાથી માલેના મહબૂબ આલમ આગળ ચાલી રહ્યા છે. 

નીતીશના ભવિષ્ય પર દાવ
બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક તબક્કામાં નીતીશ કુમાર પોતાના સુશાસનના ગાણા ગાયા અને જનતાનું સમર્થન માંગ્યું પરંતુ જમીની હકિકત કદાચ તેમને તબક્કાર રેલીઓ દરમિયાન અહેસાસ થવા લાગ્યો, ત્યારે અંતિમ તબક્કામાં નીતીશે અંતિમ દાવ ખેલ્યો. નીતીશ કુમારનું આ નિવેદન આવતાં જ રાજકીય પંડિતોએ તેમના નિવેદનો શોધવાનું શરૂ કર્યું. કોઇએ અંતિમ તબક્કા સાથે જોડ્યું, કોઇએ તેમના સંન્યાસનું અનુમાન લગાવ્યું તો કોઇને તેમાં સહાનુભૂતિવાળુ રાજકારણ જોવા મળ્યું. ઘણીવાર તો એવું લાગે છે જેમ કે નીતીશ થાકી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news