Rape નો પ્રયત્ન કરનાર આરોપી જામીન લેવા પહોંચ્યો, કોર્ટે કહ્યું- 2000 સ્ત્રીઓના ધોવા પડશે કપડાં

બિહારના મધુબની (Madhubani) જિલ્લાની એક કોર્ટે રેપનો પ્રયત્ન કરનાર એક આરોપીને જામીન માટે અનોખી શરત મુકી છે. કોર્ટે કહ્યં કે જામીનની અવેજમાં આરોપીને બે હજાર મહિલાઓના કપડાં ધોવા પડશે અને પ્રેસ કરવા પડશે.

Rape નો પ્રયત્ન કરનાર આરોપી જામીન લેવા પહોંચ્યો, કોર્ટે કહ્યું- 2000 સ્ત્રીઓના ધોવા પડશે કપડાં

મધુબની: બિહારના મધુબની (Madhubani) જિલ્લાની એક કોર્ટે રેપનો પ્રયત્ન કરનાર એક આરોપીને જામીન માટે અનોખી શરત મુકી છે. કોર્ટે કહ્યં કે જામીનની અવેજમાં આરોપીને બે હજાર મહિલાઓના કપડાં ધોવા પડશે અને પ્રેસ કરવા પડશે. એડિશનલ સેશન જજ અવિનાશ કુમારે આ આદેશ આપ્યો છે. 

ન્યૂઝ એજન્સી IANS ના રિપોર્ટ અનુસાર આ કેસના આરોપીનું નામ લલન કુમાર છે. લલન લૌકાહા પોલીસ મથક હેઠળ આવનાર એક ગામના નિવાસી છે. બચાવ પક્ષના વકીલ પરશુરામ મિશ્રાએ જણાવ્યું કે લલને 17 એપ્રિલના રોજ રાત્રે પોતાના ગામની એક મહિલા સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. એક દિવસ બાદ પીડિતાએ તેના વિરૂદ્ધ FIR નોંધાવી હતી. ત્યારબાદ 19 એપ્રિલના રોજ લલનની ધરપકડ કરી લેવામાં આવી ત્યારથી તે જેલમાં છે.

વકીલ પરશુરામ મિશ્રાએ આગળ જણાવ્યું કે આ મામલે તેમને જામીન અરજી દાખલ કરી. જજએ જેલમાં લલનના સારા વ્યવહાર અને કોર્ટમાં દાખલ કરવામાં આવેલા માફીનામાને ધ્યાનમાં રાખતાં લલનને જામીન આપી દીધા. જોકે આ દરમિયાન એક શરત હેઠળ લલનને બે હજર મહિલાઓના કપડાં ધોવા પડશે, તેને પ્રેસ કરવા પડશે. 

ગામના મુખિયા રાખશે નજર
કોર્ટે જામીન ઓર્ડરની એક કોપી લલનના ગામની મુખિયા નસીમા ખાતૂનને મોકલી છે. બેલ ઓર્ડરમાં લખ્યું છે કે કપડાં ધોવા માટે સાબુ અને પાવડરની વ્યવસ્થા લલને જ કરવી પડશે. સાથે પ્રેસ પણ જાતે જ ખરીદવી પડશે. ગામની મુખિયા નસીમા ખાતૂને નજર રાખવાની રહેશે કે લલન પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યો છે નહી. 

IANS ના રિપોર્ટ અનુસાર નસીમા ખાતૂને કોર્ટના નિર્ણયને સારો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય સ્ત્રીઓનું સન્માન કરવાનો સંદેશ આપશે અને મહિલા વિરોધી માનસિકતા ધરાવનાર પુરૂષોના મનમાં ગ્લાનિ પેદા કરશે. તેમણે કહ્યું કે તે નિયમિત રીતે આરોપી પર નજર રાખશે. ખાતૂને આગળ કહ્યું કે તેમના ગામમાં 425 મહિલાઓ રહે છે અને દરેક મહિલા ત્યાં સુધી પોતાના કપડાં આપશે, જ્યાં સુધી બે હજાર કપડાંની સંખ્યા પુરી થઇ જતી નથી. 

લલને આ કામ આગામી છ મહિનામાં પુરૂ કરવાનું છે. ત્યારબાદ નસીમા ખાતૂન આ અંગે એક રિપોર્ટ જમા કરશે. લલનને નસીમા ખાતૂન અને સ્થાનિક પોલીસ પાસેથી સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાનું રહેશે. ત્યારબાદ તેને કોર્ટમાં જમા કરાવવાનું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news