Bihar Election: ચિરાગનો CM નીતીશ પર હુમલો, PMના આશીર્વાદ લઈને લાલૂના શરણમાં ન જતા રહે સાહેબ
સવારથી ચિરાગના નિશાન પર રાજ્યના સીએમ નીતીશ કુમાર છે અને સાંજ થતા થતા લોજપા અધ્યક્ષે ફરી હુમલો કર્યો છે. ચિરાગે કહ્યુ કે, ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ લઈને આ વખતે સાહેબ લાલૂ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ના શરણમાં ન ચાલ્યા જાય.
Trending Photos
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020) માટે લોક જનશક્તિ પાર્ટી (Lok Janshakti Party)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને ગુરૂવારે પૂરજોશમાં પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. આ અભિયાન દરમિયાન સવારથી ચિરાગના નિશાન પર રાજ્યના સીએમ નીતીશ કુમાર છે અને સાંજ થતા થતા લોજપા અધ્યક્ષે ફરી હુમલો કર્યો છે. ચિરાગે કહ્યુ કે, ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદ લઈને આ વખતે સાહેબ લાલૂ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ના શરણમાં ન ચાલ્યા જાય.
ચિરાગ પાસવાને ટ્વીટ કરતા લખ્યુ- 'પાછલીવાર લાલૂ પ્રસાદ યાદવના આશીર્વાદથી નીતીશ કુમાર મુખ્યમંત્રી બન્યા અને પછી તેમને દગો આપી પ્રધાનમંત્રીજીના આશીર્વાદથી રાતો રાત મુખ્યમંત્રી બની ગયા. આ વખતે ક્યાંક પીએમ મોદીના આશીર્વાદ લઈને ફરી લાલૂ પ્રસાદ જીના શરણમાં ન ચાલ્યા જાય સાહેબ.'
पिछली बार आदरणीय @laluprasadrjd जी के आशीर्वाद से आदरणीय @NitishKumar जी मुख्यमंत्री बने और फिर उनको धोखा देकर प्रधानमंत्री जी के आशीर्वाद से रातों रात मुख्यमंत्री बन गए।इस बार कहीं आदरणीय @narendramodi जी का आशीर्वाद लेकर फिर आदरणीय @laluprasadrjd जी के शरण में ना चले जाएँ साहब।
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 22, 2020
ચિરાગે આગળ ટ્વીટ કરીને લખ્યુ- નીતીશ કુમારે ષડયંત્રથી ભાજપને પાછલી ચૂંટણીમાં લડેલી 157 સીટની જગ્યાએ ઓછી સીટ આપી છે. આજે નીતીશને 121 સીટો જોઈતી હતી તો પોતાના રાજકીય ગુરૂ આદરણીય લાલૂ પ્રસાદ યાદવની સાથે 101 પર માની ગયા હતા પરંતુ ભાજપની સાથે તેમને 101 સીટથી વધુ જોઈએ. પહેલા બિહારને છેતર્યું હવે ભાજપને.
आदरणीय @NitishKumar जी ने साज़िशन @BJP4India को पिछली बार लड़े 157 सीट के जगह कम सीटें दी है।आज नीतीश जी को 121 सीटें चाहिए थी वहीं अपने राजनैतिक गुरु आदरणीय @laluprasadrjd के साथ 101 पर मान गए थे लेकिन भाजपा के साथ इन्हें 101 सीट से ज़्यादा चाहिए।पहले बिहार को ठगा और अब भाजपा को
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) October 22, 2020
પ્રદેશ સરકારનું ઈમાનદાર હોવું જરૂરીઃ ચિરાગ પાસવાન
આ પહેલા ગુરૂવારે ચિરાગ પાસવાને એક અન્ય ટ્વીટ દ્વારા નીતીશ તુમાર સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, વિકાસના કાર્યોને શરૂ કરવા માટે પ્રદેશ સરકારનું ઈમાનદાર હોવું જરૂરી હોય છે. છેલ્લા 5 વર્ષમાં નીતીશ કુમારના રાજમાં નોકરશાહી અને સાત નિશ્ચયમાં માત્ર કૌભાંડ થયા છે. ચૂંટણી બાદ સરકાર આવતા સાજ નિશ્ચયરમાં કૌભાંડની તપાસ કરાવીશ અને દોષીતોને જેલ મોકલીશ.
10 નવેમ્બર બાદ નીતીશ કુમાર બિહારના સીએમ હશે નહીં
ચિરાગ પાસવાને કહ્યુ કે, 10 નવેમ્બર બાદ નીતીશ કુમાર બિહારના સીએમ હશે નહીં. નીતીશ કુમાર પર વાર કરતા તેમણે કહ્યું કે, હું સિંહનો બાળક છું અને જંગલને ચીરીને નીકળી જઈશ. આગામી સીએમ બિહારમાં એલજેપીમાંથી હશે. ગુરૂવારે પાસવાન પોતાના હજારો સમર્થકો સાથે શેખપુરાના રસ્તાઓમાં રોડ શો કરતા જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે