સ્વાસ્થ્ય, પર્યટન અને ખેડૂતો માટે વિવિધ પ્રોજેક્ટોનું PM મોદી કરશે ડિજિટલ ઉદઘાટન

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે દિલ્હીથી ગુજરાતના સ્વાસ્થ્ય, પર્યટન અને ખેડૂતો સંબંધિત વિભિન્ન યોજનાઓ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.

સ્વાસ્થ્ય, પર્યટન અને ખેડૂતો માટે વિવિધ પ્રોજેક્ટોનું PM મોદી કરશે ડિજિટલ ઉદઘાટન

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 24 ઓકટોબરના રોજ ગુજરાતમાં ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. ખેડૂતો માટે 'કિસાન સૂર્યોદય યોજના, જૂનાગઢના ગિરનાર રોપવે અને બાલ હાર્ટ હોસ્પિટલનું વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ઉદ્ઘાટન કરશે. 2.3 કિ.મીનો આ રોપવે મંદિર માટેનો સૌથી મોટો રોપવે છે. ગિરનાર રોપવે એક કલાકમાં 800 લોકોનુ અને એક દિવસમાં 8,000 લોકોનુ વહન કરવાની ક્ષમતા ધરાવે છે.

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે દિલ્હીથી ગુજરાતના સ્વાસ્થ્ય, પર્યટન અને ખેડૂતો સંબંધિત વિભિન્ન યોજનાઓ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉર્જા મંત્રી સૌરભ પટેલ જૂનગાઢમાં અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ તથા કૌશિક પટેલ અમદાવાદમાં ઉપસ્થિત રહીને સહભાગી થશે. 

નિતિન પટેલે કહ્યું કે સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇંસ્ટીટ્યૂટ્ને 470 કરોડ રૂપિયાના ખર્ચે અતિ આધુનિક ઉપકરણો  અને સારવારથી સજ્જ કરવામાં આવશે. જેમાં હાર્ટ સંબંધિત શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. જેમાં 850 બેડની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં નાના બાળકોને જન્મ સમયે અથવા જન્મ બાદ હદય સંબંધિત બિમારીની સારવાર માટે એક અલગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેનું ઉદઘાટન વડાપ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. 

એશિયાની સૌથી મોટા રોપ વે પ્રોજેક્ટમાં આધુનિક મોનો કેબલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર રોડ પર અત્યાર સુધી 180 કિલોમીટર હવાની ગતિ વધુમાં વધુ નોંધાઇ છે. હવાની ગતિનો સામનો કરવા માટે રોપ વેની ડિઝાઇન એરોડાયનેમિક બનાવી છે. ટ્રોલી સ્ટેશનથી નિકળ્યા બાદ 216 મીટર આગળ જશે. ત્યારબાદ બીજી ટ્રોલી રવાના થશે. શરૂઆતમાં 25 ટ્રોલી રહેશે પછી ટ્રોલીની સંખ્યા 31 કરી દેવામાં આવશે. 

ગિરનાર રોપવે દેશનો અત્યંત આધુનિક પેસેન્જર રોપવે છે અને તેમાં નવ ટાવરનો સમાવેશ કરાયો છે. ગિરનાર રોપવેનો હિસ્સો ગણાતી ગ્લાસ ફલોર સહિતની 25 કેબીનમાંની દરેક કેબીનમાં એક સાથે 8 પેસેન્જરનુ વહન થઈ શકશે. હાલમાં ગિરનાર કલાકોમાં પહોંચાય છે તેને બદલે નીચેથી ગિરનારની ટોચ પર અને ત્યાંથી નીચે માત્ર થોડીક મિનીટોમાં જ પહોંચી શકાશે. આ કારણે યાત્રિકો માટે ગિરનાર ની યાત્રા ખુબ જ સરળ બની રહેશે અને વધુ લોકો ગિરનાર આવવા માટે આકર્ષાશે અને સૌરાષ્ટ્રમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે. ઉષા બ્રેકોએ ગુજરાતમાં આ મેગા ટુરિઝમ પ્રોજેકટની સ્થાપના માટે રૂ. 130 કરોડનુ મૂડીરોકાણ કર્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news