મતદાનના દિવસે સવારે 'મહાગઠબંધનને મત આપો' કહી ફસાયા રાહુલ ગાંધી, ચૂંટણી પંચમાં ફરિયાદ


બિહાર ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી  (Rahul Gandhi) વિરુદ્ધ ચૂંટણી પંચમાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવતા ફરિયાદ કરી છે.

મતદાનના દિવસે સવારે 'મહાગઠબંધનને મત આપો' કહી ફસાયા રાહુલ ગાંધી, ચૂંટણી પંચમાં ફરિયાદ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી  (Bihar Assembly Elections 2020)ના પ્રથમ તબક્કા  (First Phase Voting)મા 16 જિલ્લાની 71 સીટો પર બુધવારે મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે બિહાર ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી  (Rahul Gandhi) વિરુદ્ધ ચૂંટણી પંચમાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવતા ફરિયાદ કરી છે. હકીકતમાં રાહુલ ગાંધીએ આજે બિહાર ચૂંટણી માટે મતદાન શરૂ થવાના થોડા સમય પહેલા સવારે ટ્વીટ કરીને બિહારના લોકોને મહાગઠબંધનને મત આપવાની અપીલ કરી હતી. 

રાહુલ ગાંધીએ બુધવારે મતદાતાઓને ન્યાય, રોજગાર અને કિસાન-મજૂર માટે મહાગઠબંધનના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું- આ વખતે ન્યાય, રોજગાર, કિસાન-મજૂર માટે તમારો મત માત્ર મહાગઠબંધન માટે. બિહારના પ્રથમ તબક્કાના મતદાનની તમને બધાને શુભકામનાઓ. 

— ANI (@ANI) October 28, 2020

ભાજપનો આરોપ છે કે મતદાન વાળા દિવસે કોઈ પાર્ટી માટે મતની અપીલ કરી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપે ચૂંટણી પંચને આ સંબંધમાં કાયદાકીય કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે. 

Corona: કોરોના સંક્રમણના વધતા જોખમ વચ્ચે આવ્યા ખુબ સારા સમાચાર

કોણ કેટલી સીટો પર લડી રહ્યું છે ચૂંટણી
પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી નીતીશ કુમારની જેડીયૂ 71માંથી 35 સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે તેની સહયોગી ભાજપ 29 સીટો પર ચૂંટણી મેદાનમાં છે. વિપક્ષી દળ આરજેડી 42 સીટો પર અને કોંગ્રેસ 20 સીટો પર ચૂંટણી લડી રહી છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી 41 સીટો પર ચૂંટણી લડી રહી છે જેમાંથી 35 સીટો પર તેણે જેડીયૂ વિરુદ્ધ ઉમેદવાર ઉતાર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news