Pegasus Project: પેગાસસ રિપોર્ટ પર શાહે ઉઠાવ્યા સવાલ, દેશ વિરુદ્ધ મોટા ષડયંત્ર તરફ કર્યો ઇશારો
ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે એક નિવેદન જારી કર્યુ છે. તેમણે કહ્યું- આજે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું. આ ઘટનાક્રમને દેશે જોયો. આપણા લોકતંત્રને બદનામ કરવા માટે ચોમાસુ સત્રના ઠીક પહેલા રવિવારે મોડી સાંજે એક રિપોર્ટ આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા પેગાસસ ફોન હેકિંગ રિપોર્ટ આવવા પર શંકા વ્યક્ત કરી છે. તેમણે તે જારી થવા પાછળ મોટા ષડયંત્ર તરફ ઇશારો કર્યો છે. શાહે સ્પષ્ટ કહ્યુ કે, કેટલાક લોકો દેશમાં લોકતંત્રને બદનામ કરવા ઈચ્છે છે. તેનો ઇરાદો ભારતની વિકાસ યાત્રાને પાટા પરથી ઉતારવાનો છે. પરંતુ આ તાકાતોના ઇરાદા સરકાર સફળ થવા દેશે નહીં. ચોમાસુ સત્ર દેશમાં વિકાસના નવા માપદંડ સ્થાપિત કરશે.
ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે એક નિવેદન જારી કર્યુ છે. તેમણે કહ્યું- આજે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું. આ ઘટનાક્રમને દેશે જોયો. આપણા લોકતંત્રને બદનામ કરવા માટે ચોમાસુ સત્રના ઠીક પહેલા રવિવારે મોડી સાંજે એક રિપોર્ટ આવે છે. તેને કેટલાક વર્ગ તરફથી માત્ર એક ઇરાદા સાથે ફેલાવવામાં આવે છે. તે ઈચ્છે છે કે ભારતના વિકાસની યાત્રા પાટા પરથી ઉતરી જાય. પોતાના જૂના નેરેટિવ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને અપમાનિત કરવા માટે જે કરવું પડે તે કરવામાં આવે.
विघटनकारी और अवरोधक शक्तियां अपने षड्यंत्रों से भारत की विकास यात्रा को नहीं रोक पायेंगी। मानसून सत्र देश में विकास के नये मापदंड स्थापित करेगा।https://t.co/dYpslyNKSf
— Amit Shah (@AmitShah) July 19, 2021
ચોમાસુ સત્ર સાથે જોડાયેલી છે દેશની અપેક્ષાઓ
શાહે જણાવ્યું કે આ ચોમાસુ સત્રથી દેશવાસીઓની અનેક અપેક્ષાઓ અને આશાઓ જોડાયેલી છે. દેશના કિસાનો, યુવાઓ, મહિલાઓ અને સમાજના ગરીબ તથા વંચિત વર્ગના કલ્યાણ માટે ઘણા મહત્વપૂર્ણ બિલ ગૃહમાં સાર્થક વિચાર અને ચર્ચા માટે તૈયાર છે. મંગળવારે સર્વદળીય બેઠક અને સોમવારે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતા પહેલા પ્રધાનમંત્રીએ બધા વિપક્ષી દળોના નેતાઓને આશ્વાસન આપતા કહ્યુ કે, સરકાર ગૃહમાં બધા વિષયો પર ચર્ચા માટે તૈયાર છે.
દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ
ગૃહમંત્રીએ કહ્યુ કે, થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રીપરિષદનો વિસ્તાર કર્યો છે. તેમાં દેશના દરેક ખુણાથી સમાજના દરેક વર્ગ વિશેષ કરી મહિલાઓ, કિસાન, દલિત અને પછાત વર્ગથી ચૂંટાઈ આવેલા સભ્યોને વિશેષ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. પરંતુ કેટલીક એવી દેશવિરોધી શક્તિઓ છે જે મહિલાઓ અને સમાજના પછાત અને વંચિત વર્ગને આપવામાં આવેલું સન્માન પચાવી શકતી નથી. આ તે લોકો છે જે નિરંતર દેશની પ્રગતિમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરતા રહે છે. તેવામાં સવાલ ઉઠે છે કે આ લોકો કોના ઇશારા પર ભારતની છબી ખરાબ કરવાનું કામ કરી રહ્યું છે. તેને વારંવાર ભારતને નીચો દેખાડવાથી ખુશી મળે છે.
કોંગ્રેસ પર હુમલો
તેમણે કહ્યું કે, પોતાનો જનાધાર અને રાજકીય મહત્વ ગુમાવી ચુકેલી કોંગ્રેસને આમાં કુદતી જોવા ન અનપેક્ષિત લાગે છે ન આશ્ચર્યજનક. લોકતંત્ર અને વિકાસની અવરોધક કોંગ્રેસ ખુદ આંતરિક વિવાદનો સામનો કરી રહી છે. જેથી તે સંસદમાં આવનારા કોઈપણ પ્રગતિશીલ કાર્યને પાટા પરથી ઉતારવાનો દરેક સંભવ પ્રયાસ કરશે.
મોટા ષડયંત્ર તરફ કર્યો ઇશારો
શાહે ચોમાસુ સત્ર પહેલા ફોન હેકિંગ રિપોર્ટ આવવાને લઈને મોડા ષડયંત્ર તરફ ઇશારો કર્યો છે. તેમણે કહ્યું- આ વાક્ય હંમેશા લોકો હળવા અંદાજમાં મારી સાથે જોડતા રહ્યા છે, પરંતુ હું આજે ગંભીરતાથી કહેવા ઈચ્છું છું કે તથાકથિત રિપોર્ટના લીક થવાનો સમય અને પછી સંસદમાં વિક્ષેપ.. તમે ક્રોનોલોજી સમજો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે