મંગળવારે અંતરિક્ષ યાત્રાએ જશે વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ Jeff Bezos, રચશે ઈતિહાસ

મંગળવારે બેઝોસ પોતાના ભાઈને તો સાથે લઈ જશે, સૌથી વૃદ્ધ અને સૌથી યુવા એસ્ટ્રોનોટને પણ સાથે લઈ જવાના છે. મિશન પહેલા બેઝોસે પોતાના સાથીઓને રિલેક્સ કરવાનું કહ્યું છે.

મંગળવારે અંતરિક્ષ યાત્રાએ જશે વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ Jeff Bezos, રચશે ઈતિહાસ

વોશિંગટનઃ દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ જેફ બેઝોસ સ્પેશ મિશન પર જવા માટે તૈયાર છે. ભલે બેઝોસ અંતરિક્ષમાં જનારા પહેલા અબજોપતિ ન બની શક્યા હોય, પરંતુ તેઓ આ ઉડાન સાથે ઈતિહાસ રચવાના છે. મંગળવારે બેઝોસ પોતાના ભાઈને તો સાથે લઈ જશે, સૌથી વૃદ્ધ અને સૌથી યુવા એસ્ટ્રોનોટને પણ સાથે લઈ જવાના છે. મિશન પહેલા બેઝોસે પોતાના સાથીઓને રિલેક્સ કરવાનું કહ્યું છે. અહેવાલ પ્રમાણે યાત્રા દરમિયાન બેઝોસ કુલ 11 મિનિટ સુધી અંતરિક્ષમાં રહેશે.

બેઝોસે CBS ના 'ધ લેટ નાઇટ શો વિથ સ્ટીફેન કોબેર' પર પોતાના સાથીઓને કહ્યું- સિટ બેક, રિલેક્સ, બારીની બહાર જુઓ અને બહારના વ્યૂનો અનુભવ કરો. બેઝોસ અને તેના ભાઈ માર્ક બેઝોસ જે રોકેટથી જઈ રહ્યા છે તે સંપૂર્ણ પણે ઓટોનોમસ છે. પરંતુ તેમાં પણ ખતરો બનેલો છે. 

ધ્યનિની ગતિથી વધુ ઝડપી
બેઝોસ અને સાથી યાત્રીકોની સાથે અંતરિક્ષમાં ઉપર જશે અને 11 મિનિટ રહેશે. સીએનએન પ્રમાણે બેઝોસની ઉડાન ધરતીથી આશરે 100 કિમી ઉંચાઈ સુધી જશે. બેઝોસનું ન્યૂ શેફર્ડ રોકેટ સબઓર્બિટલ ફ્લાઇટ છે અને તે ધ્વનિની ગતિથી ત્રણ ગણિ ઝડપે અંતરિક્ષ તરફ પોતાના પગલા પાડશે. તે ત્યાં સુધી સીધુ અંતરિક્ષમાં જતું રહેશે જ્યાં સુધી તેનું મોટાભાગનું ઈંધણ પૂરુ થશે નહીં. 

આ રીતે થશે લેન્ડિંગ
આ કેપ્સૂલ સૌથી વધુ ઉંચાઈ પર પહોંચ્યા બાદ રોકેટથી અલગ થઈ જશે. થોડા સમય સુધી અંતરિક્ષમાં ફરવા દરમિયાન ગ્રેવિટી ભારહીનતા પણ રહેશે. દત્યારબાદ સ્પેસ કેપ્સૂલ બેઝોસને લઈને ધરતી તરફ રવાના થશે. ન્યૂ શેફર્ડ રોકેટ પોતાની ગતિને ધીમી કરવા માટે પેરાશૂટ ખોડી દેશે. અલગથી ઉડી રહેલું રોકેટ પોતાના એન્જિનને ફરી શરૂ કરશે અને પોતાના કમ્પ્યૂટરની મદદથી યોગ્ય જગ્યા પર લેન્ચ કરી જશે. 

ઈતિહાસ રચશે ફ્લાઇટ
એમેઝોનના માલિક જેફ બેઝોસે જાહેરાત કરી છે કે તેની સાથે ફંક પણ મનુષ્યોને લઈ જતી Blue Origin ની પ્રથમ સ્પેસફ્લાઇટમાં જશે. 20 જુલાઈએ જનારી આ ફ્લાઇટ પર બેઝોસના ભાઈ માર્ક અને અન્ય એક વ્યક્તિને સામેલ કરવામાં આવ્યો છે, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ ફ્લાઇટ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ અને બજ એલ્ડ્રિનના એપોલો 11 મિશનની લેન્ડિંગની વર્ષગાંઠ પર હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news