Sedition Law: ગુજરાતના નેતાઓ માટે ખુશખબર! દેશદ્રોહનો કાયદો થશે ખતમ, મોદી સરકાર આઈપીસીમાં મોટા ફેરફારો માટે લાવી બિલ

Sedition Law: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય દંડ સંહિતા (IPC), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CRPC) અને ભારતીય પુરાવા અધિનિયમમાં સુધારો કરવા માટે લોકસભામાં 3 બિલ રજૂ કર્યા છે. રાજદ્રોહ કાયદો સમાપ્ત થશે. તેના બદલે હવે કલમ 150 હેઠળ ચાર્જ નક્કી કરવામાં આવશે. કલમ 150 ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો સાથે સંબંધિત છે.

Sedition Law: ગુજરાતના નેતાઓ માટે ખુશખબર! દેશદ્રોહનો કાયદો થશે ખતમ, મોદી સરકાર આઈપીસીમાં મોટા ફેરફારો માટે લાવી બિલ

કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા, ફોજદારી પ્રક્રિયા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમમાં સુધારા માટે શુક્રવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા છે. આ ત્રણ કાયદા દેશમાં અંગ્રેજોના સમયથી લાગુ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય ન્યાય સુનિશ્ચિત કરવાનો છે, સજા આપવાનો નથી. તેમણે કહ્યું કે, જે કાયદાઓ રદ કરવામાં આવશે તેનું ધ્યાન બ્રિટિશ વહીવટીતંત્રને સુરક્ષિત અને મજબૂત બનાવવા પર હતું. એ કાયદાઓનો વિચાર ન્યાય આપવાનો નહીં, સજા કરવાનો હતો. હવે ત્રણેય નવા કાયદા ભારતીય નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે.

ભારતીય ન્યાય સંહિતા, 2023 ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023 અને ભારતીય પુરાવા બિલ, 2023ને વધુ તપાસ માટે સંસદીય પેનલને મોકલવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, નવા કાયદામાં અમારું લક્ષ્ય સજા આપવાનું નથી, પરંતુ ન્યાય આપવાનું છે. શાહે કહ્યું કે, 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાને લાલ કિલ્લાની કિલ્લા પરથી દેશની સામે 5 શપથ લીધા હતા. તેમાંથી એક પ્રતિજ્ઞા હતી કે અમે ગુલામીના તમામ ચિહ્નોને સમાપ્ત કરીશું. આજે હું જે ત્રણ બિલ લાવ્યો છું, તે ત્રણેય બિલ મોદીજીએ લીધેલા શપથમાંથી એકને પૂર્ણ કરી રહ્યા છે.

શાહ અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલવા માટે વહેલી સવારે ગૃહમાં પહોંચ્યા હતા
બિલ અનુસાર નવા કાયદા દ્વારા કુલ 313 ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ફોજદારી ન્યાય પ્રણાલીમાં સંપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે કલમોમાં 7 વર્ષથી વધુની સજા છે, ત્યાં ફોરેન્સિક ટીમ પુરાવા એકત્ર કરવા પહોંચી જશે.
- રાજદ્રોહની સજામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા બિલમાં રાજદ્રોહનું નામ હટાવી દેવામાં આવ્યું છે. કલમ 150 હેઠળની જોગવાઈઓ કેટલાક ફેરફારો સાથે યથાવત રાખવામાં આવી છે. સૂચિત કલમ 150માં રાજદ્રોહ માટે આજીવન કેદ અથવા ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
2027 પહેલા દેશની તમામ કોર્ટ કોમ્પ્યુટરાઈઝ થઈ જશે. જો કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે તો તેના પરિવારજનોને તાત્કાલિક જાણ કરવામાં આવશે. આ માટે પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવશે.
- 3 વર્ષ સુધીની સજાપાત્ર કલમોની સમરી ટ્રાયલ થશે. જેના કારણે આ કેસની સુનાવણી અને નિર્ણય ટૂંક સમયમાં આવશે. જજે આરોપ ઘડ્યાના 30 દિવસની અંદર પોતાનો ચુકાદો આપવો પડશે.
- જો સરકારી કર્મચારી સામે કેસ નોંધાય છે તો 120 દિવસમાં કેસ ચલાવવાની પરવાનગી આપવી જરૂરી છે.
- સંગઠિત અપરાધમાં કઠોર સજાની જોગવાઈ કરવામાં આવી છે. મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલી શકાય છે, પરંતુ સંપૂર્ણ નિર્દોષ મુક્તિ સરળ નહીં હોય.
- રાજદ્રોહને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી રહ્યો છે. કોર્ટ ગુનેગારોની મિલકત જપ્ત કરવાનો આદેશ આપશે, પોલીસ અધિકારી નહીં.

3 વર્ષમાં દરેકને ન્યાય મળશે.

પ્રસ્તાવિત નવા IPC વિભાગો...

145: ભારત સરકાર સામે યુદ્ધ છેડવું કે પ્રયાસ કરવો અથવા  યુદ્ધ કરવા માટે ઉશ્કેરવું. તે વર્તમાન કલમ 121 જેવું જ છે.
146: યુદ્ધ કરવાનું કાવતરું. તે વર્તમાન કલમ 121A જેવું જ છે.
147: ભારત સરકાર સામે યુદ્ધ કરવાના ઈરાદા સાથે શસ્ત્રો વગેરે એકત્રિત કરવા. તે હાલમાં કલમ 122 જેવું જ છે.

રાજદ્રોહ કાયદો સમાપ્ત થશે. તેના બદલે હવે કલમ 150 હેઠળ ચાર્જ નક્કી કરવામાં આવશે. કલમ 150 કહે છે - ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો.

કલમ 150 કહે છે...
જે કોઈ પણ જાણી જોઈને બોલીને અથવા લખીને શબ્દો કે સંકેતોથી , દૃશ્યમાન પ્રતિનિધિત્વ દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર દ્વારા અથવા નાણાકીય માધ્યમોનો ઉપયોગ કરીને અથવા અન્યથા, અલગતા અથવા સશસ્ત્ર બળવો અથવા વિધ્વંસક પ્રવૃત્તિઓને ઉશ્કેરે છે અથવા પ્રયાસ કરે છે અથવા અલગતાવાદી પ્રવૃત્તિઓની લાગણીઓને પ્રોત્સાહન આપે છે અથવા સાર્વભૌમત્વને જોખમમાં મૂકે છે. અથવા ભારતની એકતા અને અખંડિતતા અથવા આવા કોઈ કૃત્યમાં સામેલ હોય અથવા કરે તો તેને આજીવન કેદ અથવા સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news