Budget: બદલાયો નિયમ, જો બેંક ફડચામાં ગઈ તો પણ તમારા આટલા રૂપિયા સુરક્ષિત
બજેટ (Budget 2020) માં સરકારે તમારા બેંક ડિપોઝીટને લઈને મોટી જાહેરાત થઈ છે. બેન્કમાં જમા થાપણો પર હવે તમને 5 લાખ રૂપિયા સુધીની ગેરન્ટી મળશે.
Trending Photos
નવી દિલ્હી: બજેટ (Budget 2020) માં સરકારે તમારા બેંક ડિપોઝીટને લઈને મોટી જાહેરાત થઈ છે. બેન્કમાં જમા થાપણો પર હવે તમને 5 લાખ રૂપિયા સુધીની ગેરન્ટી મળશે. એટલે કે બેંકમાં તમારા 5 લાખ રૂપિયા છે બિલકુલ સેફ. બેન્કોમાં પૈસા જમા કરાવનારા માટે ઈન્શ્યોરન્સ કવર એક લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાયું છે. જો બેન્ક ડૂબે તો પણ તમારા 5 લાખ રૂપિયા સુધીની રકમ બિલકુલ સેફ એટલે કે તમને પાછી મળશે.
પંજાબ અને મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્ક (PMC) સંબંધિત કેસમાં સરકાર અને આરબીઆઈએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ગત વર્ષ સપ્ટેમ્બરમાં પીએમસી બેન્કનું કામકાજ બંધ થઈ ગયું હતું. જેમાં હજારો ડિપોઝીટરોના પૈસા ફસાઈ ગયા હતાં. જો કે નાણામંત્રીએ બજેટમાં હવે સુરક્ષિત જમા રકમના દાયરો વધારતા 1 લાખથી 5 લાખ રૂપિયા કરી નાખ્યો.
DICGC એક્ટ 1961 હેઠળ અત્યાર સુધી એક લાખ રૂપિયા સુધીની જમા રકમ પર ઈન્શ્યુરન્સ કવર હતો. જો બેન્ક ડૂબી જાય તો આ લિમિટની આગળની જમા રકમ પર પૈસા પરત મળેતેની કોઈ ગેરન્ટી નહતી. હવે આ કમ્પન્શેશન નક્કી કર્યે 25 વર્ષથી વધુ થઈ ગયાં.
આ VIDEO પણ ખાસ જુઓ...
ડિપોઝીટ કવર વધારવાના મુદ્દાની માંગ ફાઈનાન્શિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઈન્શ્યુરન્સ બિલ સમયે ઉઠી હતી. જેને ગત સરકારે વર્ષ 2017માં રજુ કર્યું હતું. જો કે બીજા જ વર્ષે બિલ સંસદમાંથી પાછુ લેવાયું હતું. ક્રોસ કન્ટ્રી ડિપોઝીટ ઈન્શ્યુરન્સ કવરેજ લિમિટના ડેટાથી ખબર પડે છે કે ભારતમાં ડિપોઝીટ ઈન્શ્યુરન્સ કવરેજ 1508 ડોલરનું છે જ્યારે અમેરિકામાં તે 250,000 ડોલર અને બ્રિટનમાં 111143 ડોલર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે