બજેટ 2020માં ઈન્કમ ટેક્સને લઈને નાણામંત્રીએ કરી મસમોટી જાહેરાત, ટેક્સ સ્લેબની થઈ કાયાપલટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ સંસદમાં રજુ કર્યું. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ સમાજના તમામ વર્ગો માટે મોટી જાહેરાતો કરી. પરંતુ જે જાહેરાતની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તે બજેટ ભાષણના લગભગ 2 કલાક બાદ થઈ.

બજેટ 2020માં ઈન્કમ ટેક્સને લઈને નાણામંત્રીએ કરી મસમોટી જાહેરાત, ટેક્સ સ્લેબની થઈ કાયાપલટ

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ સંસદમાં રજુ કર્યું. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ સમાજના તમામ વર્ગો માટે મોટી જાહેરાતો કરી. પરંતુ જે જાહેરાતની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તે બજેટ ભાષણના લગભગ 2 કલાક બાદ થઈ. નાણામંત્રીએ કહ્યું કે વિકાસ માટે ટેક્સ સંરચનામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં છે. કોર્પોરેટ ટેક્સને 15 ટકા કરાયો છે. 

પ્રમાણેના કરાયા ફેરફાર

1.   5 લાખથી 7.5 લાખ રૂપિયા સુધીની આવકવાળાઓએ અત્યાર સુધી 20 ટકા ટેક્સ ભરવો પડતો હતો પરંતુ હવે તેને ઘટાડીને 10 ટકા કરાયો છે. 

2.   7.5 લાખથી 10 લાખ રૂપિયાની આવકવાળાઓ માટે 15 ટકા ટેક્સ રહેશે જે પહેલા 20 ટકા હતો. 

3.   10 લાખથી 12.5 લાખની આવકવાળા લોકોને જે 30 ટકા ટેક્સ ભરવો પડતો હતો તે હવે ઘટાડીને 20 ટકા કરાયો છે. 

4.  12.5 લાખથી 15 લાખની આવકવાળા પર 25 ટકા ટેક્સ લાગશે. 

5.  જ્યારે 15 લાખથી વધુની આવકવાળાઓ પર 30 ટકા ટેક્સ લાગુ રહેશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news