છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ભૂપેશ બધેલની શપથ, રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી બન્યા

ભૂપેશ બધેલે રાયપુરમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના સોગંધ લીધા હતા. તેમની સાથે ટીએસ. સિંહ દેવ અને તામ્રધ્વજ સાહુએ પણ મંત્રીપદના સોગંધ લીધા છે. છત્તીસગઢમાં કોંગ્રેસે પ્રથમ વખત વિજયની સાથે સરકાર બનાવી છે 

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ભૂપેશ બધેલની શપથ, રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી બન્યા

રાયપુરઃ કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા ભૂપેશ બધેલ છત્તાસગઢના નવા મુખ્યમંત્રી બની ગયા છે. સોમવારે સાંજે તેમણે રાયપુરમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના સોગંધ લીધા છે. છત્તીસગઢના રાજ્યપાલનો કાર્યભાર સંભાળતા આનંદીબેન પટેલે તેમનો સોગંધ લેવડાવ્યા હતા. 

ભૂપેશ બધેલે રાયપુરમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના સોગંધ લીધા હતા. તેમની સાથે ટીએસ. સિંહ દેવ અને તામ્રધ્વજ સાહુએ પણ મંત્રીપદના સોગંધ લીધા છે. છત્તીસગઢમાં કોંગ્રેસે પ્રથમ વખત વિજયની સાથે સરકાર બનાવી છે. ભૂપેશ બધેલે રવિવારે રાજભવન પહોંચીને નવી સરકાર રચવા માટે દાવો રજૂ કર્યો હતો. 

— ANI (@ANI) December 17, 2018

શપથગ્રહણ સમારોહમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહે પણ હાજરી આપી હતી. આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, નાયબ મુખ્યમંત્રી સચિવ પાઈલટ, સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ હાજર રહ્યા હતા. 

— ANI (@ANI) December 17, 2018

આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શવિરાજ સિંહ ચૌહાણે ખાસ હાજરી આપી હતા. તેમના ઉપરાંત તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, ડીએમકેના નેતા એમ.કે. સ્ટાલિન, રાજદના નેતા તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અબ્દુલ્લા પણ હાજર રહ્યા હતા. 

વરસાદના કારણે સમારોહ સ્થળ બદલાયું
છત્તીસગઢમાં પડી રહેલા સતત વરસાદને કારણે નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહનું સ્થાન બદલવું પડ્યું હતું. અગાઉ આ કાર્યક્રમ સાયન્સ કોલેજના મેદાનમાં આયોજિત કરાયો હતો. ત્યાર બાદ તેનું સ્થાન બદલીને જૂનેજા ઈન્ડોર સ્ટેડિયમમાં રાખવામાં આવ્યું હતું. રાજ્યના હવામાન વિભાગ અનુસાર, પેથાઈ તોફાનને કારણે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આગામી 48 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની અને વાદળ છવાયેલા રહવાની આગાહી કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news