કોરોના વાયરસની દવાનો કર્યો દાવો! આયુષ મંત્રાલયે BHUને આપી ટ્રાયલની મંજૂરી

કોરોના વાયરસ (Coronavirus)ની દવા પર સમગ્ર દુનિયાની નજર છે. આ વચ્ચે આયુષ મંત્રાલયે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય (BHU)ની કોરોના દવાને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે બીએચયૂના આયુર્વેદ વિભાગ કોરોના દર્દીઓ પર દવાનો ટ્રાયલ શૂ કરશે.

કોરોના વાયરસની દવાનો કર્યો દાવો! આયુષ મંત્રાલયે BHUને આપી ટ્રાયલની મંજૂરી

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની દવા પર સમગ્ર દુનિયાની નજર છે. આ વચ્ચે આયુષ મંત્રાલયે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય (BHU)ની કોરોના દવાને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે બીએચયૂના આયુર્વેદ વિભાગ કોરોના દર્દીઓ પર દવાનો ટ્રાયલ શૂ કરશે.

22 માર્ચે બીએચયુની આયુર્વેદ ફેકલ્ટીએ આયુષ મંત્રાલયને એક પત્ર લખીને સંભવિત દવાઓની અજમાયશ માટે મંજૂરી માંગી હતી. જેમાં 24 માર્ચે કોવિડના અધ્યક્ષને દરખાસ્ત મોકલવામાં આવી હતી અને 10 એપ્રિલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક પત્ર પણ લખ્યો હતો. 23 જૂને કોરોના ડ્રગના અજમાયશ માટે પરવાનગી આપવામાં આવી હતી. પ્રો. ત્રિપાઠીના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટમાં દર્દીઓ પર શિરીષાદી કસાય (ઉકાળો)ની અસર મિકેનિઝમની સાથે અવલોકન કરવામાં આવશે. ત્રણ મહિનાના પ્રોજેક્ટ માટે દસ લાખની મંજૂરી આપવામાં આવી છે.

બીએચયુના આયુર્વેદ વિભાગના પ્રોફેસરના જણાવ્યા અનુસાર મંત્રાલય તરફથી મંજૂરીની રકમ આવતાની સાથે જ કામ શરૂ થઈ જશે. ઉકાળો અંગે પ્રોફેસરે કહ્યું કે ચરક સૂત્ર -25માં શિરીષ ઝેરી છે. શિરીષાદી ઝેરને દૂર કરશે, જે રોગ પ્રતિરોધક ક્ષમતા જાળવશે.

શિરીષાદી કસાયમાં શિરીષ સાથે વસા, મુલેથી, તેજપત્તા, કંડકરી વગેરે ઔષધીય પદાર્થનો સમાવેશ થાય છે. મુલેઠી કફને બહાર કાઢે છે સાથે તે બુદ્ધિવર્ધક પણ છે. તેજ પત્તા ભૂખ વધારે છે અને પેટ સાફ પણ કરે છે. તેમને જણાવી દઇએ કે, બીએચયુએ વર્ષ 1980માં શ્વાસના રોગ માટેની દવા શોધી હતી.

બાબા રામદેવે પણ દવા બનાવવાનો કર્યો હતો દાવો
હાલમાં જ યોગ ગુરૂ બાબા રામદેવની પતંજલિ કંપનીએ પણ કોરોના દવા શોધવાનો દાવો કર્યો હતો. જો કે, બાબા રામદેવના દાવા પર આયુષ મંત્રાલયે બ્રેક લગાવતા તપાસ થવા સુધી દવાનો પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news