ભય્યુજી મહારાજે પત્ની કે પુત્રી નહીં પરંતુ 'આ' વ્યક્તિના નામે કરી પ્રોપર્ટી, ગણાવ્યો વફાદાર

ભય્યુજી મહારાજની એક પાનાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે તેઓ જીવનના તણાવથી પરેશાન થઈ ગયા છે અને તેમના મોત માટે કોઈ જવાબદાર નથી.

ભય્યુજી મહારાજે પત્ની કે પુત્રી નહીં પરંતુ 'આ' વ્યક્તિના નામે કરી પ્રોપર્ટી, ગણાવ્યો વફાદાર

ઈન્દોર: ભય્યુજી મહારાજની એક પાનાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે તેઓ જીવનના તણાવથી પરેશાન થઈ ગયા છે અને તેમના મોત માટે કોઈ જવાબદાર નથી. આ સાથે જ ભય્યુજી મહારાજે આ સ્યૂસાઈડ નોટના બીજા પાનામાં પોતાના આશ્રમ, પ્રોપર્ટી અને નાણાકીય શક્તિઓની તમામ જવાબદારી પોતાના વફાદાર સેવક વિનાયકને સોંપી છે. સ્યૂસાઈડમાં ભય્યુજી મહારાજે લખ્યું છે કે વિનાયક પર હું ટ્રસ્ટ કરું છું અને આથી તેને આ તમામ જવાબદારીઓ સોંપીને જઈ રહ્યો છું.

મળતી માહિતી મુજબ ભય્યુજી મહારાજના આજે બપોરે 3 વાગે તેમના આશ્રમ સૂર્યોદયમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર પહેલા તેમનું પાર્થિવ શરીર તેમના ઈન્દોર ખાતેના આશ્રમમાં રાખવામાં આવ્યું છે. તેમના આંતિમ સંસ્કારમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સહિત અનેક વીવીઆઈપી હસ્તીઓ સામેલ થશે. ભય્યુજી મહારાજની પુત્રી કુહૂ તેમના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપશે.

આધ્યાત્મિક ગુરુ ભય્યુજી મહારાજે મંગળવારે પોતાના નિવાસ સ્થાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ત્યારબાદ તેમને બોમ્બે હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. આધ્યાત્મિક ગુરુ ભય્યુજી મહારાજે પોતાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે ભારે તણાવથી કંટાળીને તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યાં છે. ત્યારબાદથી એવા સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે એવું કે કેવું દબાણ હતું કે જે સહન કરવું ભય્યુજી મહારાજ માટે અસહ્ય બની ગયું? જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ કૌટુંબિક વિખવાદને એક મોટુ કારણ ગણવામાં આવી રહ્યું છે. પહેલી પત્નીથી તેમને એક પુત્રી કુહૂ(18) છે. આ પુત્રીને તેઓ ખુબ જ પ્રેમ કરતા હતાં. કહેવાય છે કે તેની દેખભાળ માટે જ તેમણે મધ્ય પ્રદેશમાં શિવપુરીના ડો.આયુષી શર્મા સાથે બીજા લગ્ન કર્યા હતાં.

પુત્રી કુહૂને આ વાત જરાય ગમી નહતી. તેણે ભય્યુજી મહારાજથી અંતર બનાવી લીધુ અને પુણેમાં રહેવા લાગી હતી. મંગળવારે જ તે પુણેથી પાછી ફરી હતી. આ દરમિયાન પુત્રીના રૂમમાં અવ્યવસ્થા જોતા તેમની પત્ની સાથે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી. કહેવાય છે કે બીજા લગ્ન બાદ પત્નીનો તેમના જીવનમાં હસ્તક્ષેપ ખુબ વધી ગયો હતો.  જો કે વિવાદ વખતે તેઓ પત્ની કરતા પુત્રીનો પક્ષ વધુ લેતા હતાં. આ બધા કારણોસર જ્યારે પરિવારમાં વિખવાદ થતો ત્યારે તેઓ  ખુબ વ્યથિત થઈ જતા હતાં. એમ પણ કહેવાય છે કે ભય્યુજી મહારાજે તેમની પુત્રી કુહૂના રૂમમાં જ આત્મહત્યા કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news