પાણીની વચોવચ સ્વયં પાંડવોએ બનાવ્યું હતું આ મંદિર : 8 મહિના પાણીમાં રહે છે ડૂબેલું

Kangra district: એપ્રિલ મહિનાથી શ્રધ્ધાળુઓ બાથૂ કી લડી મંદિરના દર્શન માટે આવે છે. અહીં નાના મોટા 8 મંદિરોની હારમાળા હોવાથી તેને સ્થાનિક બોલીમાં બાથુ કી લડી કહેવામાં આવે છે. 

પાણીની વચોવચ સ્વયં પાંડવોએ બનાવ્યું હતું આ મંદિર : 8 મહિના પાણીમાં રહે છે ડૂબેલું

Bathu Ki Ladi Temple: દેવભુમિ ગણાતા હિમાચલપ્રદેશમાં અનેક મંદિરો આવેલા છે પરંતુ આજે જે મંદિર વિશે વાત કરવા જઇ રહ્યા છીએ તે, કાંગડા જિલ્લાના જવાલીથી 10 કિમી દૂર આવેલું છે. જે એક અનોખું મંદિર છે. અનોખું મંદિર એટલા માટે છે કે,  તે વર્ષમાં 8 મહિના પાણીમાં ડૂબેલું રહે છે. માત્ર 4 મહિના જ ભકતો પુજા પાઠ અને દર્શન માટે જઇ શકે છે. તો આજે આ મંદિરના રોચક ઇતિહાસ વિશે જાણીએ

કહેવાય છે કે આ મંદિરમાં સ્વર્ગની સીડી છે. વાત માનવામાં આવે તેવી નથી પરંતુ સત્ય છે. આ મંદિરને બાથૂ કી લડી મંદિરના નામથી ઓળખવામાં આવે છે. મંદિરની ટોચ પીરામિડ જેવી દેખાય છે. અહીં આસપાસનો વિસ્તાર કેન્દ્ર સરકાર દ્વારા પ્રવાસી પક્ષીઓના આશ્રય સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અહીંનો વિસ્તાર જળ પ્લાવિત એટલે કે, પાણી ભરાયેલું રહે છે.

આ પણ વાંચો: માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી
આ પણ વાંચો: સપનેય વિચાર્યું નહી હોય એટલી કિંમતમાં Split AC, ઉનાળો શરૂ થાય તે પહેલાં ખરીદી લેજો
આ પણ વાંચો:  Samsung એ વેલેન્ટાઈન ડે પર મૌજ કરાવી દીધી,ગર્લફ્રેન્ડને આપજો ખુશ થઈ જશે
આ પણ વાંચો: Gold Rate Today: ટૂંક સમયમાં 60,000ને પાર જશે સોનું, કેમ વધી રહી છે કિંમત?

એપ્રિલ મહિનાથી શ્રધ્ધાળુઓ બાથૂ કી લડી મંદિરના દર્શન માટે આવે છે. અહીં નાના મોટા 8 મંદિરોની હારમાળા હોવાથી તેને સ્થાનિક બોલીમાં બાથુ કી લડી કહેવામાં આવે છે. 

આ મંદિરોમાં શેષનાગ, ભગવાન વિષ્ણુ અને મુખ્ય મંદિર ભગવાન શિવનું હોવાનું માનવામાં આવે છે. અહીના કેટલાક સ્થાનિક લોકો સમગ્ર મંદિરને ભગવાન વિષ્ણુનું ગણાવે છે. મંદિરના પથ્થરો પર ભગવાન વિષ્ણુ, શેષનાગ અને દેવી દેવતાઓની કલાકૃતિઓ કોતરવામાં આવી છે.

આ પણ વાંચો: દહીં સાથે ભૂલથી પણ ખાધી 5 વસ્તુ તો પસ્તાવાનો પાર નહી, નુકસાનની તો વાત ન કરો
આ પણ વાંચો:  Insurance Policy લીધી છે તો આ નિયમો જાણી લેજો, ક્લેમ સેટલમેન્ટમાં નહી પડે ડખા
આ પણ વાંચો: 
ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરમાં મળે છે રાહત
આ પણ વાંચો: LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી

મંદિરના ઇતિહાસની વાત કરીએ તો.. મંદિરની સ્થાપના છઠ્ઠી સદીમાં ગુલેરિયા શાસન દરમિયાન થઇ હતી. જો કે ઇતિહાસ કરતા પણ આ મંદિરો સાથેની કિવંદતિઓ વધારે પ્રખ્યાત છે. લોકો એવું માને છે કે આ મંદિરોનું નિર્માણ પાંડવોએ કરાવ્યું હતું. પોતાના અજ્ઞાતવાસ દરમિયાન શિવલિંગની સ્થાપના કરી હતી.

અહીં મંદિરમાં સ્વર્ગની સીડી છે જ્યાંથી પાંડવોએ સ્વર્ગ જવાનું હતું, આ સીડી તૈયાર કરવા માટે 6 મહિના લાગે તેમ હતા પરંતુ સ્વર્ગારોહણ માટે માત્ર એક જ રાતમાં તૈયાર કરવાની હતી. આ કાર્ય માટે ભગવાન શ્રીકૃષ્ણએ મદદ કરી હતી. આ સીડીઓની લોકો પૂજા કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news