વકીલો કામ પર પાછા ફરે, મારામારીમાં સામેલ વકીલો સામે કાર્યવાહી કરાશેઃ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ દિલ્હીનાં તમામ બાર એસોસિએશનને કામ પર પાછા ફરવા માટે આદેશ આપ્યો છે. બાર કાઉન્સિલે તોડફોડ અને મારામારીની ઘટનામાં સંડોવાયેલા વકીલોના નામની યાદી પણ માગી છે.
 

વકીલો કામ પર પાછા ફરે, મારામારીમાં સામેલ વકીલો સામે કાર્યવાહી કરાશેઃ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા

નવી દિલ્હીઃ બાર કાઉ્સિલ ઓફ ઈન્ડિયા(Bar Council of India-BCI)એ દિલ્હીની વિવિધ કોર્ટમાં ચાલી રહેલી હડતાળ પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલી મારામારી અને હિંસાની ઘટનાઓ પછી દિલ્હીની તમામ અદાલતોના વકીલો હડતાળ પર ઉતરેલા છે. 

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ(BCI) દિલ્હીનાં તમામ બાર એસોસિએશનને(Bar Association) કામ પર પાછા ફરવા માટે આદેશ આપ્યો છે. બાર કાઉન્સિલે તોડફોડ અને મારામારીની ઘટનામાં સંડોવાયેલા વકીલોના નામની યાદી પણ માગી છે. બાર કાઉન્સિલે જણાવ્યું છે કે, જે કોઈ વકીલ કોઈ પણ પ્રકારની તોડફોડ કે હિંસાની ઘટનામાંસામેલ જોવા મળશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

બીજી તરફ વકીલો દ્વારા પોલીસ કર્મીને માર મારવાના વિરોધમાં મંગલવારે પોલીસ કમિશનરની કચેરીની બહાર પોલીસ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન કરી રહેલા દોષિતો સામે કાર્યવાહીની માગણી કરી છે. 

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની તીસ હજારી કોર્ટમાંથી આ સમગ્ર માથાકૂટની શરૂઆત થઈ હતી. અહીં પાર્કિંગના મુદ્દે પોલીસ અને વકીલો વચ્ચે પહેલા સામ-સામે બોલાચાલી થઈ હતી અને ત્યાર પછી આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ગુસ્સે થયેલા વકીલોએ પોલીસ સાથે મારામારી કરી હતી અને કેટલાક સરકારી વાહનોને આગ લગાવી દીધી હતી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news