આગરા કોર્ટ પરિસરમાં ઉત્તર પ્રદેશ બાર કાઉન્સિલના અધ્યક્ષની ગોળી મારી હત્યા
આગરાના એડીજી અજય આનંદે જણાવ્યું કે, યૂપી બાર કાઉન્સિલની અધ્યક્ષ દરવેશ યાદવની તેના સહયોગી મનીષ શર્માએ આગરા કોર્ટ પરિસરમાં ગોળી મારીને હત્યા કરી દીધી છે.
Trending Photos
આગરાઃ ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાં યૂપી બાર કાઉન્સિલની અધ્યક્ષ દરવેશ યાદરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. દરવેશ યાદવની બે દિવસ પહેલા યૂપી બાર કાઉન્સિલના અધ્યક્ષ પદ માટે ચૂંટવામાં આવી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, વકીલ મનીષે દરવેશ યાદવને ત્રણ ગોળી મારી. ગોળી માર્યા બાદ દરવેશનું ઘટનાસ્થળ પણ મોત થયું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ મનીષે પોતાને પણ ગોળી મારી લીધી હતી. મનીષને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના ન્યૂ આગરા વિસ્તારના ન્યાયાલય પરિસરની છે.
આ મામલા પર આગરાના એડીજી અજય આનંદે જણાવ્યું કે, યૂપી બાર કાઉન્સિલની અધ્યક્ષ દરવેશ યાદવની તેના સહયોગી મનીષ શર્માએ આગરા કોર્ટ પરિસરમાં ગોળી મારીને હત્યા કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મનીષે આગરા કોર્ટ પરિસરમાં આયોજીત સ્વાગત સમારોહમાં પહોંચીને દરવેશ યાદવને ત્રણ ગોળી મારી હતી. તેમણે જણાવ્યું કે, દરવેશને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તેનું મોત થયુ હતું. તો ઘટાને અંજામ આપનાર મનીષે પોતાને પણ ગોળી મારી લીધી હતી. તેણે જણાવ્યું કે, મનીષ શર્મા ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત છે અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
હકીકતમાં આગરાના દીવાની કચેરીમાં દરવેશ યાદવનો સ્વાગત સમારોહ ચાલી રહ્યો હતો. આ દરમિયાન દરવેશના પૂર્વ સહયોગી મનીષ શર્માએ દરવેશને ગોળી મારી હતી. તેનાથી કચેરી પરિસરમાં અફરા-તફરી મચી ગઈ હતી. જાણકારી પ્રમાણે વકીલ મનીષે સ્વાગત સમારોહ દરમિયાન અચાનક પિસ્તોલ કાઢી દરવેશ પર ગોળી ચલાવી હતી. મનીષે દરવેશને ત્રણ ગોળી મારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે