જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી ભરત શર્માએ માઉન્ટ એવરેસ્ટ પર લહેરાવ્યો ત્રિરંગો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર મેન્યુફેક્ચરીંગ ડિવિઝનના કર્મચારી ભરત શર્માએ 22મે 2019ના રોજ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો ત્રિરંગો લહેરાવવીને દેશનું ગૌરવ વધાર્યું છે. સાડત્રીસ વર્ષની ઊંમર ધરાવતા ભરત શર્મા આ પ્રકારની સિધ્ધિ મેળવનારા રિલાયન્સ પરિવારના પ્રથમ સભ્ય બન્યા છે.

જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી ભરત શર્માએ માઉન્ટ એવરેસ્ટ પર લહેરાવ્યો ત્રિરંગો

જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર મેન્યુફેક્ચરીંગ ડિવિઝનના કર્મચારી ભરત શર્માએ 22મે 2019ના રોજ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો ત્રિરંગો લહેરાવવીને દેશનું ગૌરવ વધાર્યું છે. સાડત્રીસ વર્ષની ઊંમર ધરાવતા ભરત શર્મા આ પ્રકારની સિધ્ધિ મેળવનારા રિલાયન્સ પરિવારના પ્રથમ સભ્ય બન્યા છે. 

એવરેસ્ટ સર કરવાની સાથે શર્મા અત્યાર સુધીમાં એવરેસ્ટ પર વિજય મેળવનારા 422 ભારતીયોની સાથે વિશ્વના કુલ 4500 પર્વતારોહતોની યાદીમાં સ્થાન પામ્યા છે. શર્માએ 8848 મીટર અથવા 29,029 ફૂટની ઊંચાઈ ધરાવતા શિખર પર 22મે 2019ના દિવસે સવારે નવ વાગ્યે ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

પોતાના એવરેસ્ટ રોહણના અનુભવ અંગે વાત કરતાં ભરત શર્માએ જણાવ્યું હતું કે, “વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ત્રિરંગો લહેરાવાનું મારું સ્વપ્ન પૂર્ણ થયું છે. પર્વતારોહણ દરમિયાન હવામાન અને વાતાવરણની પડકારજનક પરિસ્થિતિઓ હોવા છતાં પણ મેં શિખર પર પહોંચવાના મારા સ્વપ્નને સાકાર કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત રાખીને મારી યાત્રા ચાલુ રાખી હતી.

આગકાંડ: સુરત કોર્ટે ચાર આરોપીઓના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

આ સિધ્ધિ મેળવવાના મારા અભિયાનમાં મને નાણાંકીય સહયોગ અને નૈતિક હિંમત અને ટેકો પૂરો પાડવા બદલ હું મારી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો અને સમગ્ર રિલાયન્સ પરીવારનો હૃદયપૂર્વક આભાર માનું છું.” માઉન્ટ એવરેસ્ટ સર કરતાં પહેલાં શર્માએ વિશ્વમાં 8,000 મીટરથી વધારે ઊંચાઇ ધરાવતા 14 પર્વત શિખરોમાં સ્થાન પામતા માઉન્ટ માનાસ્લુ પર સપ્ટેમ્બર 2018માં આરોહણ કર્યું હતું. માઉન્ટ માનાસ્લુ શિખર 8,163 મીટર અથવા 26,781 ફૂટની ઊંચાઈએ આવેલું છે.

અગાઉ શર્માએ આફ્રિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલિમાંજરો, જે 5,895 મીટરની ઊંચાઇએ આવેલું છે. પર પણ ભારતીય ત્રિરંગો લહેરાવ્યો હતો. વિશ્વના ટોચનાં પર્વત શિખરો પર વિજય મેળવનારા પર્વતારોહક હોવા ઉપરાંત શર્મા દોડવીર પણ છે. અને તેમણે અમદાવાદમાં યોજવામાં આવેલી 76 કિલોમીટરની સરદાર પટેલ રીંગ રોડ પર યોજનાયેલી દોડ (2016), 121 કિલોમીટરની કચ્છમાં ધોળાવીરાની રન ધ રણ (2018), 211 કિલોમીટરની મનાલીથી લેહ સુધીની ધ હાઇ ફાઇવ (2018), 200 કિલોમીટરની અમૃતસરથી ચંદિગઢ સુધીની શેર-એ-પંજાબ (2018), 160 કિલોમીટરની જેસલમેરથી લોંગેવાલા સુધીની ધ બોર્ડર દોડ પ્રતિયોગિતાઓ નિશ્ચિત સમયમાં પૂરી કરી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news