પહેલવાન બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટે કરી સગાઈ, આવતા વર્ષે થશે લગ્ન

બજરંગ પુનિયાએ જણાવ્યું કે, તેઓ સાત નહીં પરંતુ 8 ફેરા ફરશે. આઠમા ફેરા સાથે તે દેશને 'બેટી બચાઓ, બેટી પઢાઓ'નો સંદેશો આપવા માગે છે. 
 

પહેલવાન બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટે કરી સગાઈ, આવતા વર્ષે થશે લગ્ન

રાજેશ ખત્રી/સોનીપતઃ ભારતીય સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ સંગાતા ફોગાટ સાથે રવિવારે સગાઈ કરી છે. રવિવારે અત્યંત સાદગીપૂર્ણ સમારોહમાં સોનીપતમાં બંનેનો સંબંધ પાકો થયો હતો. આ દરમિયાન બજરંગ પુનિયાએ જણાવ્યું કે, તે ઓલિમ્પિક પછી પરિવારની સહમતિ બાદ લગ્ન કરશે. તેણે જણાવ્યું કે, દહેજ વગર સંગીતા સાથે લગ્ન થશે. લગ્ન દરમિયાન તે સાત નહીં પરંતુ આઠ ફેરા લેશે. પુનિયાએ જણાવ્યું કે, 8મા ફેરા સાથે તે દેશને 'બેટી બચાઓ, બેટી પઢાઓ'નો સંદેશો આપવા માગે છે. 

સંગીતા ફોગાટ દંગલ ફિલ્મના રિયલ હીરો મહાવીર ફોગાટની સૌથી નાની પુત્રી છે. સોનીપતના મોડલટાઉનમાં બજરંગ પુનિયાના ઘરે ખુબ જ સાદગી સાથે સગાઈની વિધી કરવામાં આવી હતી. આ સમારોહમાં બંને પરિવારના નજીકના લોકો જ સામેલ થયા હતા. આ દરમિયાન બજરંગ પુનિયાએ જણાવ્યું કે, તે ઓલિમ્પિકમાં મેડલ જીતીને તેમના પિતાને આપેલું વચન પુરું કરશે. 

— geeta phogat (@geeta_phogat) November 24, 2019

સંગીતાના પિતા મહાવીર ફોગાટે જણાવ્યું કે, બજરંગ અને સંગાતા બંને એક બીજાને લાંબા સમયથી ઓળખે છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં હંમેશાં સાથે રહે છે. આથી અમે તેમનાં લગ્ન કરવાનો નિર્ણય લીધો અને બંનેની સગાઈ કરી છે. તેમણે જણાવ્યું કે, બંને આવતા વર્ષે ઓલિમ્પિક પછી લગ્ન કરશે. લગ્નમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવશે. 

पहलवान बजरंग पूनिया और संगीता फोगाट ने की सगाई, अगले साल बजेगी शहनाई

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news