સંસદ બાદ હવે રામ મંદિરનો વારો, ગ્રાઉન્ડ ફ્લોર બનીને થયો તૈયાર, ટ્રસ્ટે શેર કરી તસવીરો
Sri Ram Temple: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ જારી છે. તેને 2024માં શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તે માટે ઝડપથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
Trending Photos
અયોધ્યાઃ Sri Ram Janmabhoomi Temple: સંસદના નવનિર્મિત ભવનના ઉદ્ઘાટન બાદ હવે રામ મંદિરનો વારો છે. અયોધ્યામાં મંદિર નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઈ ગયો છે. નિર્માણ સ્થળની લેટેસ્ટ તસવીરોથી તેની માહિતી મળી છે.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. આ વચ્ચે નિર્માણ સ્થળની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર લગભગ બનીને તૈયાર થઈ ગયો છે. આ તસવીરો શ્રીરામ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શેર કરી છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને 2024 સુધી શ્રદ્ધાળુઓ માટે ખોલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
Witness the construction progress of Shri Ram Janmbhoomi Temple with a magnificent view from above. pic.twitter.com/IY2gfJjLCn
— Champat Rai (@ChampatRaiVHP) May 26, 2023
30 ડિસેમ્બર સુધી પૂર્ણ થશે પ્રથમ તબક્કો
આ પહેલાં 22 મેના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નિર્માણ સમિતિના વડા નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો આ વર્ષે 30 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. મિશ્રાએ કહ્યું કે મંદિરનું નિર્માણ ત્રણ તબક્કામાં થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ ભક્તો મંદિરના દર્શન કરી શકશે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા પીએમ મોદીના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં અન્ય કામો ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર પાંચ મંડપ બનાવવામાં આવશે.
સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશને નવા સંસદ ભવનની ભેટ આપી છે. પીએમ મોદીએ આજે નવા સંસદ ભવનનું લોકાર્પણ કર્યું છે. આ તકે પીએમ મોદીએ કહ્યું કે, આ 140 કરોડ ભારતીય નાગરિકોની આકાંક્ષાઓ અને સપનાનું પ્રતિબિંબ છે. આજે દુનિયા ભારતને આદર અને આશાના ભાવથી જોઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે ભારત આગળ વધે છે અને વિશ્વ આગળ વધે છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, દેશની વિકાસ યાત્રાના કેટલાક પળ અમર હોય છે અને આજે પણ આવો દિવસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે