શું તમને પણ દૂધ-રોટલી ખાવાની આદત છે ? તો જાણી લો ફટાફટ કે તેનાથી ફાયદો થાય કે નુકસાન..

ભારતના ઘણા ઘરોમાં બાળકોને દૂધ અને રોટલી આપવામાં આવે છે. જો કે દૂધ રોટલી નાના બાળકોને જ નહીં મોટા લોકોને પણ ભાવતો નાસ્તો છે. દૂધ અને રોટલી ખાવી પૌષ્ટિક માનવામાં આવે છે. માનવામાં આવે છે તે દૂધ સાથે રોટલી ખાવાથી શરીરને વધારે ફાયદો થાય છે. ત્યારે આજે તમને જણાવીએ કે શું ખરેખર દૂધ અને રોટલી સાથે ખાવાથી વધારે ફાયદો થાય છે કે નહીં.
શું તમને પણ દૂધ-રોટલી ખાવાની આદત છે ? તો જાણી લો ફટાફટ કે તેનાથી ફાયદો થાય કે નુકસાન..

Roti With Milk: ભારતના ઘણા ઘરોમાં બાળકોને દૂધ અને રોટલી આપવામાં આવે છે. જો કે દૂધ રોટલી નાના બાળકોને જ નહીં મોટા લોકોને પણ ભાવતો નાસ્તો છે. દૂધ અને રોટલી ખાવી પૌષ્ટિક માનવામાં આવે છે. માનવામાં આવે છે તે દૂધ સાથે રોટલી ખાવાથી શરીરને વધારે ફાયદો થાય છે. ત્યારે આજે તમને જણાવીએ કે શું ખરેખર દૂધ અને રોટલી સાથે ખાવાથી વધારે ફાયદો થાય છે કે નહીં.

દૂધ સંપૂર્ણ આહાર છે. તેમાં કેલ્શિયમ, ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન ડી સહિતના ઘણા પોષક તત્વો હોય છે. તેથી દિવસ દરમિયાન એક ગ્લાસ દૂધ પીવાની સલાહ ડોક્ટરો પણ આપે છે.  પરંતુ વાત એ છે કે દૂધ સાથે રોટલી ખાવાથી શરીરને ફાયદો થઈ શકે કે નહીં. 

આ પણ વાંચો:

દૂધમાં કૈસીન નામનું કંપાઉંડ હોય છે જે એક પ્રકારનું પ્રોટીન હોય છે. તેના પાચનમાં સમય લાગે છે. તેથી દૂધ પીવાથી શરીરને ઘણા લાભ થાય છે. ખાસ કરીને રાત્રે દૂધ પીવો છો તો તેનાથી સારી ઊંઘ આવે છે. 

વાત કરીએ દૂધ અને રોટલી સાથે ખાવાની તો દૂધ અને રોટલી સાથે ખાવાથી કોઈ ખાસ ફાયદો થતો નથી. શરીરને દૂધ અને રોટલી અલગ અલગ ખાવાથી જેટલા પોષકતત્વો મળે છે એટલા જ પોષકતત્વો દૂધ રોટલી સાથે ખાવાથી મળે છે. આ સિવાય જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમના માટે ઘઉંની રોટલી નુકસાનકારક છે. તેથી આવી સ્થિતિમાં દૂધ સાથે રોટલી ખાવા હાનિકારક સાબિત થઈ શકે છે. 

 તેનો કોઈ અર્થ નથી. કારણ કે દૂધ બ્રેડ સાથે સમાન લાભ આપશે, જે તેને અલગથી આપશે. તે જ સમયે, બ્રેડ વિશે વાત કરતા, ઘઉંની લોટની બ્રેડ ડાયાબિટીઝના દર્દીઓ માટે એટલી ફાયદાકારક નથી. જો તમને દૂધ અને રોટલી ખાવી છે તો પછી ઘઉંના લોટને બદલે ચણાનો લોટ, બાજરી અથવા જુવારના લોટની રોટલી ખાઈ શકો છો.  

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news