કેવું હશે અયોધ્યામાં રામ મંદિર? સમગ્ર વિગતો ખાસ જાણો 

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રામ મંદિરનો પાયો 15 ફૂટ ઊંડો હશે. રામ મંદિરના પાયામાં 8 લેયર હશે. 2-2 ફૂટનો એક લેયર હશે. પાયાનું પ્લેટફોર્મ તૈયાર કરવા માટે કોંક્રીટ, મોરંગનો ઉપયોગ થશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે રામ મંદિરમાં લોખંડનો જરાય ઉપયોગ નહીં થાય. ગ્રાઉન્ડ ફ્લોર મળીને રામ મંદિરના 3 માળ હશે. ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ અને દ્વિતીય.
કેવું હશે અયોધ્યામાં રામ મંદિર? સમગ્ર વિગતો ખાસ જાણો 

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રામ મંદિરનો પાયો 15 ફૂટ ઊંડો હશે. રામ મંદિરના પાયામાં 8 લેયર હશે. 2-2 ફૂટનો એક લેયર હશે. પાયાનું પ્લેટફોર્મ તૈયાર કરવા માટે કોંક્રીટ, મોરંગનો ઉપયોગ થશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે રામ મંદિરમાં લોખંડનો જરાય ઉપયોગ નહીં થાય. ગ્રાઉન્ડ ફ્લોર મળીને રામ મંદિરના 3 માળ હશે. ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ અને દ્વિતીય.

નવા મોડલ મુજબ રામ મંદિર 10 એકર જમીનમાં બનશે. બાકીની 57 એકર જમીનને રામ મંદિર પરિસર તરીકે વિક્સિત કરવામાં આવશે. રામ મંદિર પરિસરમાં નક્ષત્ર વાટિકા બનાવવામાં આવશે. 27 નક્ષત્રના વૃક્ષ લગાવવામાં આવશે. નક્ષત્ર વાટિકા બનાવવાનો હેતુ એ છે કે પોત પોતાના જન્મદિવસ પર લોકો પોતાના નક્ષત્રના ઝાડ નીચે બેસીને ધ્યાન ધરી શકે અને રામ મંદિર પરિસરમાં પૂજા અર્ચના કરી શકે. રામ મંદિર પરિસરમાં વાલ્મિકી રામાયણમાં વર્ણિત વૃક્ષો પણ લગાવવામાં આવશે અને તેમના નામ પણ વાલ્મિકી રામાયણના આધારે જ રખાશે. 

શેષાવતાર મંદિરની અસ્થાયી સ્થાપના રામ મંદિરના ભૂમિ પૂજન બાદ કરાશે. રામ મંદિરનું નિર્માણ પૂરું થયા બાદ રામ મંદિર પરિસરમાં સ્થાયી રીતે શેષાવતાર મંદિર બનશે. રામ મંદિર પરિસરમાં રામકથા કૂંજ પાર્ક પણ બનશે જે ભગવાન રામના જીવન ચરિત્ર પર આધારિત હશે. રામ મંદિર પરિસરમાં ખોદકામ દરમિયાન મળેલા અવશેષોનું સંગ્રહાલય પણ બનાવવામાં આવશે. 

જુઓ LIVE TV

ગૌશાળા, ધર્મશાળા, અન્ય મંદિર પણ બનાવવામાં આવશે. રામ મંદિરના ભૂમિ પૂજન માટે તામ્રપત્ર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. તામ્રપત્ર પર સંસ્કૃત ભાષામાં રામ મંદિર સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી લખેલી હશે. આ ઉપરાંત તામ્રપત્ર પર મંદિરનું નામ, સ્થાન, નક્ષત્ર, સમય લખેલો હશે જેને પાયામાં રાખવામાં આવશે. તમામ પ્રમુખ તીર્થસ્થળોની માટી અને નદીઓના જળથી ભૂમિ પૂજન કરાશે. રામમંદિરના પરિસરમાં 2 પરિક્રમા કેન્દ્ર પણ બનાવવામાં આવશે. પહેલી પરિક્રમા ગર્ભગૃહની હશે અને બીજી પરિક્રમા રામ મંદિરની હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news