અભિષેક બાદ રામલલાની મૂર્તિનું નામ રાખવામાં આવ્યું, જાણો અયોધ્યાપતિ રાજારામને કયા નામથી બોલાવવામાં આવશે?
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી રામલલાની મૂર્તિનું નામકરણ કરવામાં આવ્યું છે. રામલલાના વિગ્રહને હવે બાળક રામના નામથી ઓળખવામાં આવશે.
Trending Photos
અયોધ્યાઃ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના આયોજન બાદ પ્રભુ શ્રી રામલલાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યાં છે. હકીકતમાં પ્રાઇમ પ્રતિષ્ઠા કરવામાં આવેલી મૂર્તિનું નામકરણ કરવામાં આવ્યું છે. હવે રામલલાના વિગ્રહને બાળક રામના નામથી ઓળખવામાં આવશે. આ વિગ્રહનું નામ બાળક રામ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે ભગવાન પાંચ વર્ષના બાળકના રૂપમાં ઉભેલી મુદ્રામાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સાથે જોડાયેલા પુજારી અરૂણ દીક્ષિતે મીડિયાને જણાવ્યું- ભગવાન રામની જે મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો, તેનું નામ બાળક રામ રાખવામાં આવ્યું છે. ભગવાન રામની મૂર્તિનું નામ બાળક રામ રાખવાનું કારણ છે કે તે એક બાળકની જેમ દેખાય છે, જેની ઉંમર પાંચ વર્ષ છે.
તેમણે આગળ કહ્યું- પ્રથમવાર મેં જ્યારે મૂર્તિ જોઈ તો હું રોમાંચિત થઈ ગયો અને મારી આંખમાં આંસુ આવી ગયા. તે સમયે મને જે અનુભૂતિ થઈ તેને હું વ્યક્ત ન કરી શકુ. પુજારી અરૂણ દીક્ષિત અત્યાર સુધી લગભગ 50-60 પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન કરાવી ચક્યા છે. તેમણે કહ્યું- અત્યાર સુધી કરવામાં આવેલા તમામ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનોમાં આ મારા માટે સૌથી અલૌકિક અને સર્વોચ્ચ છે.
તેમણે કહ્યું કે, 18 જાન્યુઆરીએ તેમને મૂર્તિની પ્રથમ ઝલક મળી હતી. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સોમવારે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય સમારોહમાં કરવામાં આવી હતી. આ તકે પીએમ મોદીએ કહ્યું કે આ એક નવા યુગના આગમનનું પ્રતીક છે. રામલલાની જૂની મૂર્તિ (જે પહેલા એક અસ્થાયી મંદિરમાં રાખવામાં આવી હતી) તેને નવી મૂર્તિની સામે રાખવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે