Deepotsav 2020: અયોધ્યામાં જીવંત થયો ત્રેતા યુગ, ઢળતી સાંજે લાખો દીવાથી રોશન થઈ રામ નગરી
રામ નગરીમાં સરયૂ નદીના તટ પર શુક્રવારના ત્રેતા યુગ જીવંત થતો જોવા મળ્યો. રામ કથા પાર્કમાં ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણના સ્વરૂપને હેલીકોપ્ટરથી ઉતારવામાં આવ્યા. યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રી રામ, સીતા અને લક્ષ્મણનું સ્વાગત કર્યું
Trending Photos
અયોધ્યા: રામ નગરીમાં સરયૂ નદીના તટ પર શુક્રવારના ત્રેતા યુગ જીવંત થતો જોવા મળ્યો. રામ કથા પાર્કમાં ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણના સ્વરૂપને હેલીકોપ્ટરથી ઉતારવામાં આવ્યા. યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રી રામ, સીતા અને લક્ષ્મણનું સ્વાગત કર્યું. તે દરમિયાન ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યા અને મંત્રી નીલકંઠ તિવારી પણ ઉપસ્થિત રહ્યાં. ઢળતી સાંજે 5.51 લાખ દીવાથી રામ કી પૈડી રોશન કરવામાં આવી.
રામ જન્મભૂમિ પરિસરમાં 492 વર્ષના લાંબા વિલંબ બાદ દીવા પ્રગટ્યા
સાથે જ 492 વર્ષના લાંબા વિલંબ બાદ તે અવસર પણ આવ્યો જ્યારે રામ જન્મભૂમિ પરિસરમાં દીપ પ્રગટ્યા. આ અવસર પર સીએમ યોગીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ મહામારી દરમિયાન પણ શ્રી રામ મંદિરનું નિર્માણ સંભવ કર્યું છે. અયોધ્યામાં રામ મંદિરના સપનાને પૂર્ણ કરવા માટે અમે તેમના આભારી છીએ. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું, ઘણી પેઢીઓથી તમામના મનમાં એક જ તમન્ના હતી કે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ કાર્યને તેમની આંખોથી જોઇ લેતા, તો અમારો જન્મ અને જીવન ધન્ય થઈ જતો. આ કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે સફળ થયું છે.
આગામી દીપોત્સવમાં 7.51 લાખ દીવાથી રોશન થશે અયોધ્યા: CM યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યુંકે, પ્રદેશવાસીઓ અને તમામ શ્રદ્ધાળુ ભક્તો તરફથી તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માને છે. તેમની પ્રેરણાથી, તેમના માર્ગદર્શનથી, તેમની રણનીતિથી પાંચ સદીનો સંકલ્પ પૂરો થતો દેશ અને દુનિયા જોઈ રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું, અમે ના માત્ર રામ કી પૈડીનું સ્વચ્છ અને નિર્મળ બનાવી છે, પરંતુ તેનો વિસ્તાર પણ કર્યો છે. આ વર્ષ 5.51 લાખ દીવા પ્રગટાવ્યા છે. આગામી વર્ષે આ સંખ્યા 7.51 લાખ પહોંચવાના છે.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે દેશનું નેતૃત્વ યશસ્વી હાથોમાં હોય છે તો તે દેશને દુનિયાની શક્તિ બનવાથી કોઈ રોકી શકતુ નથી. તેથી ભારત દુનિયાની સામે તેમની શક્તિનો અનુભવ કરાવવામાં સફળ ચે. જનતાનો વિશ્વાસ પ્રધાનમંત્રી મોદીજીની સાથે છે. આ પહેલા શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી રથ પર સવાર થઇ રામકથા પાર્ક પહોંચ્યાં. રામ કથા પાર્ક મંચ પર શ્રી રામનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યાભિષેક કર્યો. રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી તેમજ અન્ય વિશિષ્ટ જનોએ ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીની આરતી ઉતારી.
#Live अयोध्या में आयोजित #Deepotsav2020 https://t.co/CvFUE1BzvG
— UP Tourism (@uptourismgov) November 13, 2020
રામ કી પૈડી પર અયોજિત લાઇટ એન્ડ સાઉન્ડ શો.
દીપોત્સવ 2020: દીવાની રોશનીથી રોશન થઈ ભવ્ય-દિવ્ય અયોધ્યા.
7:00 PM: આખરે રામ ભક્તોના 500 વર્ષોનો ઇન્તેજાર સમાપ્ત થયો જ્યારે મુખ્યમંત્રી યોગીએ રામ જન્મભૂમિ પરિસરમાં પહેલા દીવો પ્રગટાવ્યો. આ પહેલા અયોધ્યામાં દિવાળી તો ઉજવાતી હતી, પરંતુ રામ જન્મભૂમિ પરિસરમાં નહીં. કારણ હતું મંદિર-મસ્જિદનો વિવાદ. આ વિવાદનો અંત ગત વર્ષ 9 નવેમ્બરના સુપ્રીમ કોર્ટે તેમના ઐતિહાસિક નિર્ણયમાં કર્યો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ કી પૈડી પર લાઇટ તેમજ સાઉન્ડ શોની મજા માણી.
લાખો દીવાથી રોશન થયું સરયૂ ઘાટ.
5:57 PM: મુખ્યમંત્રી યોગીએ સરયૂ આરતીના ઘીના દીવા પ્રગટાવ્યા.
5:30 PM: અયોધ્યા દીપોત્સવ 2020 માટે સરયૂના 24 ઘાટોને દીવા અને રંગીન લાઇટ્સથી શણગારવામાં આવ્યું. રામ કી પૈડી પર લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
5:21 PM: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. પીએમનો આભાર વ્યક્ત કર્યું છું કે તેમની નિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાથી 5 સદીનો સંકલ્પ પૂર્ણ થયો છે.
5:18 PM: દીપોત્સવ પર તમારા બધાનો આભાર. દીપોત્સવ 2020નો ઉત્સવ એવા સમયે આવ્યો, જ્યારે દેશ અને દુનિયા કોરોનાનો સામનો કરી રહી છે. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે: CM યોગી
4:52 PM: ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યાએ અયોધ્યા દીપોત્સવ પર તેમના વિચાર વ્યક્ત કર્યા. તેમણે રામ મંદિર નિર્માણ શરૂ થવાને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. તે દરમિયાન ડેપ્યુટી સીએમ મોર્યાએ પોતાને રામ જન્મભૂમિ આંદોલનના સિપાહી ગણાવ્યા છે.
4:46 PM: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે Virtualdeepotsav.com વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા રામ ભક્તો કોઈપણ જગ્યાએથી રામલલાના દરબારમાં દીવા પ્રગટાવી શકે છે.
4:40 PM: શ્રી રામ દરબાર, અયોધ્યા દીપોત્સવ.
4:39 PM: રાજ્યાભિષેક બાદ સિંહાસન પર વિરાજમાન ભગવાન રામ અને માતા સીતા.
4:34 PM: અયોધ્યામાં લગભગ પાંચ શતાબ્દી બાદ રામ જન્મભૂમિ પરિસરમાં દીપોત્સવનું આયોજન થઇ રહ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રી રામનો રાજ્યાભિષેક કર્યો.
4:30 PM: રામ કથા પાર્કમાં બનાવેલા ભવ્ય પંડાલમાં શણગાર્યો શ્રી રામનો દરબાર. મંચ પર વિરાજમાન રઘુનંદન, માતા સીતા, લક્ષ્મણ અને ગુરૂ વશિષ્ઠ.
4:24 PM: ભગવાન રામના રાજ્યાભિષેક કાર્યક્રમમાં પહોંચ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ.
4:15 PM: રામ કથા પાર્કમાં શણગારવામાં આવ્યો ભગવાન રામનો ભવ્ય દરબાદ. રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય મંચની સામે સોફા પર બેઠા છે.
4:07 PM: રામની પૈડી પર રંગોળી બનાવવામાં આવી છે. અહીં 6 લાખ દીવામાં રાખવામાં આવશે. તેને સાંજે પ્રજ્વલિત કરવામાં આવશે. લગભગ 8000 વોલેન્ટિયર્સ આ દીવા પ્રગટાવશે..
4:05 PM: રામ કથા પાર્કને મુખ્ય કાર્યક્રમ માટે શણગારવામાં આવ્યો છે. ભવ્ય પંડાલ અને મંચ બનાવ્યો છે. થોડીવારમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંચ પર વિરાજમાન ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીની આરતી ઉતારશે, પૂજા કરશે.
4:02 PM: મંચ પર વિરાજમાન ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણ અને ગુરૂ વશિષ્ઠ. તેમની બાજુમાં યુપીના યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય પણ હાજર છે.
3:58 PM: હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરી પ્રભુ રામ, માતા સીતા અને લક્ષ્મણજીનું રામ કથા પાર્કમાં સ્વાગત કરવામાં આવ્યું. રામ, સીતા અને લક્ષ્મણ મંચ પર વિરાજમાન થઈ ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ રામ કથા પાર્કમાં હાજર છે.
3:51PM: અયોધ્યા રામ જન્મભૂમિ પરિસરમાં રામલલાના દર્શન-પૂજન કરી દીપ પ્રગટાવ્યા બાદ સીએમ યોગી આદિત્યનાથ તેમજ રાજ્યપાલ આનંદીબેન પટેલ રામ કથા પાર્ક માટે નીકળ્યા છે.
3:43 PM: આ વખતે રામ કી પૈડી પર 6 લાખ દીપ પ્રગટાવવામાં આવશે. સરયૂના 24 ઘાટો પર 5.51 લાખ દીપ પ્રગટાવાશે. એક સાથે આટલા દીવા પ્રગટાવવાનો આ વર્લ્ડ રેકોર્ડ હશે. આ દીવાને પ્રગટાવવા માટે 29 હજાર લીટર તેલનો ઉપયોગ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે