BIG BREAKING- સુન્ની વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટમાંથી અયોધ્યા કેસ પાછો ખેંચશે, વિવાદિત જમીન પરથી છોડશે કબજો
જોકે સુન્ની વક્ફ બોર્ડની અપીલ પાછી લેવાના મામલે કોર્ટમાં કોઇ ચર્ચા થઇ નહી. ચીફ જસ્ટીસ રંજન ગોગાઇએ સ્પષ્ટ કર્યું છે જે આજે સાંજે 5 વાગ્યા સુધી ચર્ચા પુરી થઇ જશે. ચીફ જસ્ટિસે નક્કી પક્ષકારોના વધારાના કોઇ હસ્તક્ષેપની અનુમતિ આપવાની મનાઇ કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાંથી અયોધ્યા કેસ (Ayodhya Case) પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. બોર્ડના ચેરમેને કેસ પાછો ખેંચવાનું સોગંધનામું મધ્યસ્થતા પેનલના સભ્ય શ્રીરામ પંચૂને મોકલ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની 40મા દિવસની સુનાવણી શરૂ થઇ ગઇ છે. જોકે સુન્ની વક્ફ બોર્ડની અપીલ પાછી લેવાના મામલે કોર્ટમાં કોઇ ચર્ચા થઇ નહી. ચીફ જસ્ટીસ રંજન ગોગાઇએ સ્પષ્ટ કર્યું છે જે આજે સાંજે 5 વાગ્યા સુધી ચર્ચા પુરી થઇ જશે. ચીફ જસ્ટિસે નક્કી પક્ષકારોના વધારાના કોઇ હસ્તક્ષેપની અનુમતિ આપવાની મનાઇ કરી દીધી છે.
જોકે એક વકીલે વધારાનો સમય માંગ્યો હતો. તેના પર CJI એ સ્પષ્ટ કરી દીધું હતું કે આજે સાંજે 5 વાગે અયોધ્યા કેસની સુનાવણી ખતમ થઇ જશે. એક વકીલે કેસમાં હસ્તક્ષેપની અપીલ કરી તો CJI એ અપીલને નકારી કાઢી હતી. આ પ્રકારે સુન્ની વક્ફ બોર્ડની અપીલ પાછી લેવાના મામલે કોર્ટમાં કોઇ ચર્ચા થઇ નહી. હિંદુ પક્ષના વકીલ સીએસ વૈદ્યનાથે ચર્ચાની શરૂઆત કરી હતી.
આ પહેલાં મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ (CJI) એ 16 ઓક્ટોબરના રોજ સુનાવણી પુરી થવાના સંકેત આપ્યા છે. CJI એ આજે ચર્ચા માટે હિંદુ પક્ષના વકીલ સીએસ વૈદ્યનાથનને 45 મિનિટનો સમય આપ્યો છે. મુસ્લિમ પક્ષને એક કલાકનો સમય આપ્યો છે. આ સાથે જ 45 મિનિટના ચાર સ્લોટ બાકી પક્ષકારોને આપવામાં આવશે.
પરાસરે કહ્યું કે હિંદુઓએ ભારતની બહાર જઇને કોઇને નષ્ટ કર્યા નથી પરંતુ બહારથી આવેલા લોકોએ ભરતમાં આવીને તબાહી મચાવી, આપણી પ્રવૃત્તિ અતિથિ દેવો ભવની છે. પરાસને કહ્યું કે હિંદુઓની આસ્થા છે કે ત્યાં ભગવાન રામનો જન્મ થયો હતો, અમે મુસ્લિમો કહી રહ્યા છે કે મસ્જિદ તેમના માટે હેરિટેજ પ્લેસ છે.
પરાસનને કહ્યું કે મુસ્લિમ બીજી મસ્જિદમાં નમાજ પઢી શકે છે. અયોધ્યામાં 50-60 મસ્જિદો છે, પરંતુ હિંદુઓ માટે આ ભગવાન રામનું જન્મસ્થળ છે. અમે ભગવાન રામના જન્મ સ્થાનને બદલી ન શકીએ. પરાસને કહ્યું કે હિંદુઓએ ભગવાન રામન જન્મસ્થાન માટે એક લાંબી લડાઇ લડી છે. આપણી સદીઓથી આસ્થા છે કે તે ભગવાન રામનું જન્મ સ્થળ છે.
પરાસને કહ્યું કે સુપ્રીમ કોર્ટને અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે મંદિર નષ્ટ કરવાનું ઐતિહાસિક ખોટા કામને રદ કરવું જોઇએ. પરાસનને કહ્યું કે કોઇ શાસક ભારતમાં આવીને ન કહી શકે કે હું સમ્રાટ બાબર છું અને કાયદો મારા નીચે છે અને જે હું કહું છે તે જ કાયદો છે.
ઉલ્લેખનીય છે હિંદુ પક્ષના વકીલ સીએસ વૈદ્યનાથને સુપ્રીમ કોર્ટે પૂછપરછ કરવા માટે થોડો સમય માંગ્યો હતો. તેમણે કહ્યું કે મને બુધવારે 60 મિનિટ આપી દીધા. તેના પર મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે પોતાની લેખિત દલીલ કોર્ટને આપી દો. વૈદ્યનાથને કહ્યું કે કોર્ટે અમને સાંભળવા જોઇએ, અમે ગંભીર મામલે દલીલ આપી રહ્યા હતા. તેનાપર મુખ્ય ન્યાયાધીશે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે ઠીક છે, પછી દિવાળી સુધી સુનાવણી કરીએ.
39મા દિવસની સુનાવણી
મંગળવારે 39મા દિવસે સુનાવણીમાં ચીફ જસ્ટિસે હિંદુ પક્ષના પકીલને પરાસનને પૂછ્યું કે શું તમે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવાની આ દલીલ સાથે સહમત છો કે એક મસ્જિદ હંમેશા મસ્જિદ જ રહેશે. પરાસને જવાબ આપ્યો કે મારું માત્ર એટલું જ કહેવું છે કે એક મંદિર હંમેશા જ મંદિર જ રહેશે. હું તેમની દલીલ પર કોઇ ટિપ્પણી કરીશ નહી કારણ કે હું ઇસ્લામિક માન્યતાઓનો જાણકાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે