IND vs SA: રાંચીમાં યોજાશે અંતિમ ટેસ્ટ, પુજારા-જાડેજાનું ફરી પુનરાવર્તન કરવાની અપેક્ષા
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે રાંચીમાં રમાવવાની છે. આ મેચ ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પલેક્ષમાં યોજાવવાની છે
Trending Photos
નવી દિલ્હી: આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે રાંચીમાં રમાવવાની છે. આ મેચ ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પલેક્ષમાં યોજાવવાની છે. આ સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બે મેચમાં જીત સાથે 2-0થી અજેય લીડ પણ મેળવી છે. સીરીઝ ટીમ ઈન્ડિયાના નામે હોવા છતાં, આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Chmpionship)નો એક ભાગ હોવાને કારણે આ ટેસ્ટ મેચમાં કઠિન સ્પર્ધા થવાની અપેક્ષા છે. રાંચીમાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ માત્ર એક મેચ રમી છે.
ઓસ્ટ્રેલિયાની સામે તે એકમાત્ર મેચ રાંચીમાં
ટીમ ઇન્ડિયાએ રાંચીમાં બે વર્ષ પહેલા માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયાની સામે ટેસ્ટ મેચ રમી હતી. આ હાઇ સ્કોરિંગ મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું અને પહેલી ઇનિંગ્સમાં બંને ટીમોએ 400 પ્લસ રન બનાવ્યા હતા. આ મેચમાં 8 ખેલાડી એવા હતા જે આ વખતે દક્ષિણ આફ્રિકાની ટીમની સામે ટીમ ઇન્ડિયામાં સામેલ છે. આ મેચમાં બંને ટીમોના બેટ્સમેન જ વર્ચસ્વ ધરાવતા હતા. પહેલા ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલે સેન્ચ્યૂરી મારી હતી.
આ પણ વાચો:- ડેનમાર્ક ઓપનઃ સિંધુ બીજા રાઉન્ડમાં, કશ્યપ બહાર
પુજારાએ મારી હતી બેવડી સદી
પહેલી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાના 415 રનના જવાબમાં ટીમ ઇન્ડિયાની તરફથી ચેતેશ્વર પુજારાએ શાનદાર બેવડી સદી મારી હતી. તે પહેલા કેએલ રાહુલ અને મુરલી વિજયે ફીફ્ટી ફટકારી ટીમ ઇન્ડિયાની મજબુતી સાથે શરૂઆત કરી હતી. ટીમ ઇન્ડિયાના બાકી મિડલ ઓર્ડર સફળ રહ્યા ન હતા. તેના પ્રમુખ બેટ્સમેન કેપ્ટન વિરાટ કોહલી 6 રન, ઉપકેપ્ટન રહાણે 14 રન, નાયરે 23 રનનું જ યોગદાન આપ્યું હતું.
ઋદ્ધિમાન સાહાએ પણ મારી સેન્ચ્યુરી
પુજારા બાદ સૌથી મોટી ઇનિંગ્સ ઋદ્ધિમાન સાહા રમ્યો હતો. ઋદ્ધિમાન સાહા 117 રનની ઇનિંગ્સ રમ્યો હતો. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ અણનમ ફીફ્ટી ફટકારી હતી. વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાની ઇનિંગ્સ 9 વિકેટ પર 603 રનના સ્કોર પર જાહેર કરી હતી. ત્યારે જાડેજાએ પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાની ઉપલબ્ધિ પણ હાંસલ કરી હતી.
બીજી ઇનિંગમાં શું બન્યું
બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાના સ્પિનરોનો જાદુ ચાલ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા 6 વિકેટ ગુમાવ્યા બાદ 204ના સ્કોર સુધી પહોંચી ગઇ હતી. ત્યારે મેચનો અંત આવી ગયો હતો. જાડેજાએ ત્રીજી ઇનિંગમાં ફરી ચાર વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત આર અશ્વિન અને ઇશાંત શર્માએ એક-એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પીટર હેન્ડસ્કોમ્બે અણનમ 72 રન બનાવ્યા. શોન માર્શે 54 રન બનાવ્યા, જ્યારે સ્ટીવ સ્મિથે 21 રન બનાવ્યા.
શું સંભાવનાઓ છે આ વખતે
આ વખતે પણ જાડેજા અને પુજારાથી અપક્ષાઓ કરવામાં આવી રહી છે કે, તેઓ સારૂ પ્રદર્શન કરશે. પુજારા જ્યા હાલ પોતાના સંપૂર્ણ પોર્મમાં નથી. જો કે, અગાઉની ટેસ્ટમાં ફીફ્ટી મારી ચુક્યો છે. ત્યારે જાડેજા આ વખતે બોલિંગ અને બેટિંગ બંનેમાં સારુ પ્રદર્શન કર્યું છે. પુણેમાં બેવડી સદી ફટકારના કેપ્ટન વિરાટ પણ અહીં પોતાનું પ્રદર્શન સારૂ કરવાનો પ્રયત્ન કરશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે