અયોધ્યા કેસ: 'વિવાદિત સ્થળ પર નમાજ પઢી હોય તો તેનાથી તે જમીન પર કબ્જો ન ગણી શકાય'

16 ઓગસ્ટના રોજ અયોધ્યા કેસની સુનાવણીનો સાતમો દિવસ છે. આજે રામલલા વિરાજમાન તરફથી પક્ષ રજુ કરાયો. રામલલા વિરાજમાન તરફથી હાજર થયેલા સીનિયર વકીલ એડવોકેટ સીએસ વૈદ્યનાથને વિવાદીત જમીનના નક્શા અને ફોટોગ્રાફ કોર્ટ સમક્ષ રજુ કર્યાં. તેમણે કહ્યું કે ખોદકામ દરમિયાન મળેલા થાંભલાઓમાં શ્રીકૃષ્ણ, શિવ તાંડવ અને શ્રીરામના બાળ સ્વરૂપની તસવીર જોવા મળે છે. વૈદ્યનાથને કહ્યું કે 1950માં ત્યાં થયેલા નિરિક્ષણ દરમિયાન તમામ એવી તસવીર, માળખા મળ્યાં હતાં જેના પગલે તેને કોઈ પણ રીતે એક કાયદેસર મસ્જિદ ગણી શકાય નહીં. કોઈ પણ મસ્જિદમાં આ પ્રકારના થાંભલા જોવા મળશે નહીં. 
અયોધ્યા કેસ: 'વિવાદિત સ્થળ પર નમાજ પઢી હોય તો તેનાથી તે જમીન પર કબ્જો ન ગણી શકાય'

નવી દિલ્હી: 16 ઓગસ્ટના રોજ અયોધ્યા કેસની સુનાવણીનો સાતમો દિવસ છે. આજે રામલલા વિરાજમાન તરફથી પક્ષ રજુ કરાયો. રામલલા વિરાજમાન તરફથી હાજર થયેલા સીનિયર વકીલ એડવોકેટ સીએસ વૈદ્યનાથને વિવાદીત જમીનના નક્શા અને ફોટોગ્રાફ કોર્ટ સમક્ષ રજુ કર્યાં. તેમણે કહ્યું કે ખોદકામ દરમિયાન મળેલા થાંભલાઓમાં શ્રીકૃષ્ણ, શિવ તાંડવ અને શ્રીરામના બાળ સ્વરૂપની તસવીર જોવા મળે છે. વૈદ્યનાથને કહ્યું કે 1950માં ત્યાં થયેલા નિરિક્ષણ દરમિયાન તમામ એવી તસવીર, માળખા મળ્યાં હતાં જેના પગલે તેને કોઈ પણ રીતે એક કાયદેસર મસ્જિદ ગણી શકાય નહીં. કોઈ પણ મસ્જિદમાં આ પ્રકારના થાંભલા જોવા મળશે નહીં. 

મસ્જિદ કાયદેસર નહતી
રામલલા વિરાજમાન તરફથી કહેવાયું કે 1950માં નિરિક્ષણ દરમિયાન ત્યાં મસ્જિદનો દાવો કરાયો પરંતુ તેમ છતાં ત્યાં અનેક એવી તસવીરો, નક્શીકામ અને ઈમારત મળી આવ્યાં જે સાબિત કરતા હતાં તે કાયદેસર મસ્જિદ નહતી. જેના પર મુસ્લિમ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ રાજીવ ધવને હસ્તક્ષેપ કરતા કહ્યું કે અનેક પહેલુઓને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યાં છે જે સ્પષ્ટ નથી. રામલલા વિરાજમાને કહ્યું કે અમારા તરફથી યોગ્ય ઉદાહરણ અને તથ્યો રજુ  કરાયા છે. 

પુરાતત્વ વિભાગ (ASI)ના રિપોર્ટવાળી આલ્બમની તસવીરો- મહેરાબ અને કમાનની તસવીરો પણ વૈદ્યનાથને કોર્ટમાં બતાવી જે 1990માં લેવાઈ હતી. તેમાં કસૌટી પથ્થરના સ્તંભો પર શ્રીરામ જન્મભૂમિ કોતરાયેલું છે. તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે. કમિશનરના રિપોર્ટમાં પથ્થરના સ્તંભો પર શ્રી રામજન્મભૂમિ યાત્રા પણ લખેલુ છે. શ્રીરામ જન્મભૂમિ પુન:ઉદ્ધાર સમિતિ (અરજી 9) શંકરાચાર્ય તરફથી કહેવાયું છે કે તે પ્રિન્સ ઓફ વેલ્સની મુસાફરીની યાદમાં લખાયેલો શિલાલેખ હતો. સ્તંભો, અને છત પર બનેલી મૂર્તિઓ, ડિઝાઈન, આલેખ અને કલાકૃતિઓ મંદિરોમાં અલંકૃત થનારી અને હિન્દુ પરંપરાની જ છે. મસ્જિદોમાં માનવીય કે જીવજંતુઓની મૂર્તિઓ હોઈ શકે નહીં. 

જુઓ LIVE TV

રામલાલાના વકીલે કહ્યું કે ઈસ્લામમાં નમાજ અને પ્રાર્થના તો ગમે ત્યારે થઈ શકે છે. મસ્જિદ તો સામૂહિક, સાપ્તાહિક અને દૈનિક પ્રાર્થના માટે જ હોય છે. ધવને કહ્યું કે મેં ક્યારેય સ્વીકાર્યું નથી કે ત્યાં મસ્જિદ નહતી. જવાબમાં રામલલા વિરાજમાને કહ્યું કે મુસ્લિમ પક્ષકારના વકીલના હવાલે તેમના તરફથી કશું કહેવાયું નથી. 

રામલાલાના વકીલે કહ્યું કે જન્મસ્થળ પર નમાજ એટલા માટે પઢાતી રહી કે જેનાથી તેના પર કબ્જો બની જાય. આ નમાજમાં વિશ્વાસનો પૂર્ણ અભાવ હતો. નમાજ રસ્તાઓ પર પઢવામાં આવે તો શું તે મસ્જિદ બની જશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news