જે કામ કોંગ્રેસ 70 વર્ષમાં ન કરી શકી, તે મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્યું: અમિત શાહ

ગૃહ મંત્રી અમિત શાહ આજે હરિયાણાના જીંદમાં પાર્ટીની આસ્થા રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે ફરી એકવાર હરિયાણામાં બે તૃતિયાંશ બહુમતીથી અમે સરકાર બનાવીશું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાના મામલે કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જે કામ 70 વર્ષમાં ન થયું તે અમે 75 દિવસમાં કરી બતાવ્યું. 

જે કામ કોંગ્રેસ 70 વર્ષમાં ન કરી શકી, તે મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્યું: અમિત શાહ

નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહ આજે હરિયાણાના જીંદમાં પાર્ટીની આસ્થા રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે ફરી એકવાર હરિયાણામાં બે તૃતિયાંશ બહુમતીથી અમે સરકાર બનાવીશું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાના મામલે કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જે કામ 70 વર્ષમાં ન થયું તે અમે 75 દિવસમાં કરી બતાવ્યું. 

જીંદના એકલવ્ય સ્ટેડિયમમાં ભાજપ તરફથી આયોજિત આસ્થા રેલીમાં અમિત શાહે લોકોને સંબોધિત કરતા કહ્યું કે મોદીજીએ ક્યારેય વોટબેંકની લાલચ કરી નથી. ભાજપે 370 મતો મેળવી કલમ 370 હટાવી. કલમ 370 હટ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે જે પથ્થર હતો તે હવે હટી ગયો છે અને મોદીજીના નેતૃત્વમાં હવે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ વિકાસના રસ્તે આગળ વધશે. 

— ANI (@ANI) August 16, 2019

તેમણે કહ્યું કે જે કામ અન્ય સરકારો પાંચ વર્ષમાં નથી કરતી તે કામ મોદી સરકારે 75 દિવસમાં પૂરું કર્યું છે. સૌથી મોટું કામ સરદાર પટેલનું સપનું હતું કે દેશ અખંડ ભારત બને અને તેમાં કલમ 370 એક અડચણ હતી. 370 ને હટાવવાનું કામ 70 વર્ષ સુધી કોંગ્રેસની સરકારો જે વોટબેંકની લાલચમાં આવીને ન કરી શકે તે કામ મોદી સરકારે 75 દિવસમાં કરી બતાવ્યું. 

અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીજીએ સ્વતંત્રતા દિવસ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જાહેરાત કરી છે. અનેક વર્ષોથી તેની ભલામણ થતી રહી પરંતુ તેની જાહેરાત ક્યારેય થઈ શકી નહી. તેનાથી યુદ્ધ સમયે સેનાઓ વચ્ચે સરસ રીતે સામંજસ્ય થશે અને સેનાઓ વજ્ર સમાન દુશ્મનનો સામનો કરી શકશે. 

જુઓ LIVE TV

રેલીને સંબોધિત કરતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે જ્યારે તે પહેલા વિધાનચૂંટણી માટે હરિયાણામાં આવ્યો હતો ત્યારે 47 બેઠકો સાથે ભાજપની સરકાર બની હતી. હવે આવ્યો છું તો તમને આહ્વાન કરું છું કે આ વખતે 75 બેઠકો સાભે ભાજપની સરકાર બનાવો. તેમણે કહ્યું કે જે હરિયાણા જમીનના સોદા માટે જાણીતું હતું, જે હરિયાણાની સરકારો બિલ્ડરોના હાથની કથપૂતળી હતી, જ્યાં નોકરી એક વ્યવસાય બન્યો હતો, ત્યાં મનોહરલાલ ખટ્ટરજીએ પોતાના એક જ કાર્યકાળમાં ભ્રષ્ટાચારને ભૂતકાળ બનાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news