જો પંજાબમાં ઉગ્રવાદ પર ઝડપથી કાર્યવાહી નહી થાય તો મોડુ થઇ જશે: સૈન્ય વડા

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યુ કે, પંજાબમાં જે કાંઇ થઇ રહ્યું છે, તેનાથી આંખો ફેરવી શકાય નહી અને ઝડપથી કાર્યવાહી નહી કરીએ તો ઘણુ મોડુ થઇ જશે

જો પંજાબમાં ઉગ્રવાદ પર ઝડપથી કાર્યવાહી નહી થાય તો મોડુ થઇ જશે: સૈન્ય વડા

નવી દિલ્હી : સેના પ્રમુખ જનર બિપિન રાવતે શનિવારે કહ્યું કે, પંજાબમાં ઉગ્રવાદીઓને પુનર્જીવિત કરવા માટે બાહ્ય સંબંધોના માધ્યમથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો ઝડપથી કાર્યવાહી નહી કરવામાં આવે તો ઘણુ મોડુ થઇ જશે. આ સાથે જ જનરલ રાવતે કહ્યું કે અસમમાં વિદ્રોહને પુનર્જીવિત કરવા માટે બાહ્ય સંબંધો અને બાહ્ય ઉશ્કેરણી દ્વારા ફરીથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

તેઓ ભારતમાં આંતરિક સુરક્ષાની બદલાઇ રહેલી રુપરેખા, વલણ અને પ્રતિક્રિયાઓ વિષય અંગે આયોજીત એક સેમીનારમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ, સંરક્ષણ નિષ્ણાંતો, સરકારના પુર્વ  વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસને સંબોધિત કરી રહ્યા હતા. 
આપણે ખુબ જ સાવધાન રહેવું પડશે

જનરલ રાવતે કહ્યું કે, પંજાબ શાંતિપુર્ણ રહ્યું પરંતુ આ બાહ્ય સંબંધોના કારણે રાજ્યમાં ઉગ્રવાદને ફરીથી પેદા કરવાનાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આપણે ખુબ જ સાવધાન રહેવું પડશે. અમને નથી લાગી રહ્યું કે પંજાબની સ્થિતી સમાપ્ત થઇ ચુકી છે. પંજાબમાં જે કાંઇ પણ થઇ રહ્યું છે તેનાથી આપણે નજર ફેરવી શકીએ નહી. જો ઝડપથી કાર્યવાહી નહી કરીએ તો ઘણુ મોડુ થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં 1980ના દશકમાં ખાલિસ્તાન સમર્થકન આંદોલન દરમિયાન ઉગ્રવાદનો ખુબ જ ખરાબ સમય જોયો હતો. જે અંગે અંતત સરકારે કાબુ મેળવ્યો હતો. 

પેનલ ચર્ચામાં ઉત્તરપ્રદેશના પૂર્વ ડીજીપી પ્રકાશ સિંહે પણ આ મુદ્દે રેખાંકીત કર્યું અને કહ્યું કે, પંજાબમાં ઉગ્રવાદને પુનર્જીવિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે જનમત સંગ્રહ 2020નાં ઉદ્દેશ્યથી હાલમાં જ બ્રિટનમાં આયોજીત ખાલિસ્તાન સમર્થન રેલીનો ઉલ્લેખ કર્યો. 

12 ઓગષ્ટના રોજ લંડનમાં ખાલીસ્તાની સમર્થકોની રેલી થઇ હતી.
ગત્ત 12 ઓગષ્ટના રોજ લંડનના ટ્રાફલગર સ્કવેર પર થયેલી ખાલિસ્તાન સમર્થક રેલીમાં સેંકડોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જનરલ રાવતે કહ્યું કે, આંતરિક સુરક્ષા દેશની મોટી સમસ્યાઓ એક છે. જો કે સવાલ છે કે આપણે સમાધાન શા માટે નથી શોધી શક્યા. કારણ કે તેમાં બાહ્ય સંબંધ છે. 

આ કાર્યક્રમનું આયોજન સંરક્ષણ થિંક ટેક સેન્ટર ફોર લેન્ડ એન્ડ વોરફેર સ્ટડીઝ દ્વારા કરવામાં આવ્યું હતું. રાવત તેના સંરક્ષક છે. સેના પ્રમુખે કહ્યું કે, ઉગ્રવાદને સૈન્ય દળથી પહોંચી શકાય નહી અને તેના માટે એક એવા દ્રષ્ટીકોણ અપનાવવું પડશે જેમાં તમામ એજન્સીઓ, સરકાર, નાગરિક તંત્ર, સેના અને પોલીસ એકીકૃત પદ્ધતીથી કામ કરે. જનરલ રાવતે કહ્યું કે જ્યાં સુધી અસમનો સવાલ છે, રાજ્યમાં ઉગ્રવાદને પુનર્જીવિત કરવા માટે બાહ્ય સંબંધો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news