Kerala Boat Capsize Incident: કેરળમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં 22 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

Kerala Boat Tragedy: કેરળના મલપ્પુરમ જિલ્લામાં 25થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર રવિવારે સાંજે લગભગ 7 વાગે થયો.

Kerala Boat Capsize Incident: કેરળમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં 22 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

Kerala Boat Tragedy: કેરળના મલપ્પુરમ જિલ્લામાં 25થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર રવિવારે સાંજે લગભગ 7 વાગે થયો. રીજ્યોનલ ફાયર રેન્જ ઓફિસર શિજુ કેકેએ  જણાવ્યું કે અત્યાર સુધીમાં 21 મૃતદેહ મળી આવ્યા છે. બોટમાં કેટલા લોકો બેઠા હતા તે અંગે હજુ જાણકારી મળી શકી નથી. સંખ્યા જાણવા માટે સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. 

— ANI (@ANI) May 8, 2023

ઘટનાની જાણ થતા જ અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ. આ બધા વચ્ચે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે ઘટના બાદ મધરાતે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ઈમરજન્સી બેઠક બોલાવી અને અધિકારીઓને ઘાયલોના સારા ઈલાજ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા. મંત્રીએ આ ઉપરાંત સોમવારે સવારે 6 વાગ્યાથી મૃતદેહના પોસ્ટમોર્ટમ શરૂ કરવાના પણ કડક નિર્દેશ આપ્યા હતા. 

As of now, 21 people have died in the incident. pic.twitter.com/YppXdQmpZx

— ANI (@ANI) May 8, 2023

સીએમએ જતાવ્યું દુ:ખ
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મલપ્પુરમમાં બોટ પલટી જવાની ઘટનામાં લોકોના મોત પર રવિવારે શોક વ્યક્ત કર્યો અને બચાવકાર્યના પ્રભાવી સમન્વય માટે આદેશ આપ્યો. સીએમ પિનારાઈ વિજયને કહ્યું કે મલપ્પુરમમાં તાનુર નાવ દુર્ઘટનામાં લોકોના દુ:ખદ મોતથી ઊંડુ દુ:ખ થયું છે. જિલ્લા પ્રશાસનને બચાવ કાર્યને પ્રભાવી ઢબે કરવાના નિર્દેશ આપ્યા છે. જેની નિગરાણી કેબિનેટ મંત્રીઓ તરફથી થઈ રહી છે. તેમણે ટ્વીટ કરીને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. 

— PMO India (@PMOIndia) May 7, 2023

પીએમ મોદીએ સહાયની જાહેરાત  કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનામાં લોકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને પ્રત્યેક મૃતકના પરિજનોને 202 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું. મૃતકોના પરિજનોને PMNRF માંથી 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. 

— President of India (@rashtrapatibhvn) May 7, 2023

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ જતાવ્યું દુ:ખ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ કેરળના મલપ્પુરમાં બોટ પલટવાની ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કેરળના મલપ્પુરમમાં બોટ પલટવાની દુર્ઘટનામાં લોકોના દુ:ખદ મોત ખુબ ચોંકાવનારા અને દુ:ખદ છે. પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે. હું જીવિત બચેલા લોકોની સલામતી માટે પ્રાર્થના કરું છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news