Atique Ashraf Murder Case Updates: ગેંગસ્ટરની હત્યા બાદ યુપીમાં હાહાકાર! જાણો પળેપળની અપડેટ

Atique Ahmed Murder Live Updates: પોલીસની હાજરીમાં પોલીસના જાપ્તામાં રહેલાં ખુંખાર આરોપીઓને ત્રણ શખ્સોએ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધાં. આ ઘટના બાદ યુપી સહિત સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે.

Atique Ashraf Murder Case Updates: ગેંગસ્ટરની હત્યા બાદ યુપીમાં હાહાકાર! જાણો પળેપળની અપડેટ

Atiq Ahmed Latest Updates: ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને શનિવારે રાત્રે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રયાગરાજના કસારી મસારી કબ્રસ્તાનમાં અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના અંતિમ સંસ્કાર થયાના થોડા કલાકો બાદ આ ઘટના બની હતી. ઓવૈસીએ કહ્યું- આ 'કોલ્ડ બ્લડેડ' મર્ડર છે. સમાજવાદી પાર્ટીએ કહ્યુંકે, આ પ્રકારે પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ થયેલી હત્યાએ યોગી સરકારની નિષ્ફળતા છે. જાણો કોણ છે આતિક-અશરફની હત્યાના ત્રણ આરોપી.

અતીક-અશરફ મર્ડર કેસની પળેપળની ખબર જાણોઃ
હાલમાં જ યુપી સરકાર તરફથી કેન્દ્રને સોંપવામાં આવ્યો રિપોર્ટ. રાજ્યમાં પરિસ્થિતિ કાબુમાં હોવાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને યુપી સરકાર દ્વારા સોંપવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રાલયને યોગી સરકારે રાજ્યની સ્થિતિ અંગે મોકલ્યો રિપોર્ટ. આ ઉપરાંત સૂત્રોની માનીએ તો અતીક હત્યાકાંડમાં રાજનેતા અને બિલ્ડરોનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે. અતિક હત્યાકાંડમાં સિદ્ધુ મુસેવાલા કનેક્શનની શક્યતા પણ વ્યકત કરવામાં આવી રહી છે. કારણકે, અતીક અને અશરફની હત્યા માટે જિગાના મેડ પિસ્તોલનો ઉપયોગ કરાયો હતો. આજ પિસ્તોલનો ઉપયોગ મુસેવાલા મર્ડરમાં કરાયો હતો. આ પિસ્તોલ ભારતમાં પ્રતિબંધિત છે.  ટર્કિમાં બનતી 5થી 6 લાખની હોય છે આ પિસ્તોલ. બોર્ડર પર ગેરકાયદે લાવવામાં આવે છે જિગાના પિસ્તોલ.

  • પ્રયાગરાજમાં થયેલાં અતીક-અશરફ હત્યાકાંડમાં SIT ની રચના
  • ત્રણ અધિકારીઓનો સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ ટીમમાં સમાવેશ
  • હત્યાકાંડ અંગે સચોટ રિપોર્ટ તૈયાર કરવા સરકારની કડક સુચના
  • બે મહિનામાં કમિટિને રિપોર્ટ સોંપવા સરકારનો આદેશ
  • પ્રયાગરાજમાં માફિયા બ્રધર્સની હત્યાની ઘટના બાદ લેવાયો નિર્ણય
  • MHA પત્રકારોની સુરક્ષા માટે તૈયાર કરશે ખાસ SOP
  • પીએમ મોદી અને ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ બનશે SOP
  • શૂટરોએ નકલી પત્રકાર બનીને કરી અતીક અને અશરફની હત્યા
  • પ્રયાગરાજમાં હત્યાકાંડથી ઉત્તર પ્રદેશમાં હાહાકાર
  • ડબલ મર્ડર બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં પોલીસ એલર્ટ પર
  • રાજ્યના તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી
  • સીએમ યોગી આદિત્યનાથે બોલાવી અધિકારીઓની બેઠક
  • સીએમ નિવાસ પર ચાલી રહી છે હાઈલેવલ બેઠક
  • સીએમ યોગી પ્રયાગરાજ પર રાખી રહ્યાં છે ચાંપતી નજર
  • દર બે કલાકે સ્થિતિનો રિપોર્ટ આપવા અધિકારીઓને આદેશ
  • મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓના બધા કાર્યક્રમ કરાયા રદ્દ
  • ઘટનાને પગલે 17 પોલીસ કર્મીઓને તાત્કાલિક કરાયા સસ્પેન્ડ
  • અતીકના સમર્થકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યાના સમાચાર
  • અતીક અહેમદ અને અશરફની પોલીસ બંદોબસ્તમાં હત્યા
  • 5 ડોક્ટરોની ટીમ કરશે બન્ને ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ
  • પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવશે

આ પણ ખાસ વાંચોઃ  કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર
આ પણ ખાસ વાંચોઃ  સુસ્મિતા પર રેપ કરે છે ભૂત! ભયાનક દ્રશ્યો જોતાની સાથે જ તમે પણ તરત પાડી દેશો ચીસ
આ પણ ખાસ વાંચોઃ  રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ

ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ હત્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રયાગરાજમાં 17 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી અને બન્ને નાયબ મુખ્યમંત્રીઓના તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યાં છે. હાલ યુપી સરકાર અતીક અશરફ મર્ડર કેસને પગલે દોડતી થઈ ગઈ છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે આશયથી સરકાર ત્વરિત પગલાં લઈ રહી છે. 

દર બે કલાકે રિપોર્ટ આપવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. સીએમ યોગી આદિત્યનાથ પોતાના નિવાસસ્થાનેથી સમગ્ર ઘટના પર સતત નજર રાખી રહ્યાં છે. સીએમ યોગી હાલ પોતાના નિવાસે ગૃહ વિભાગના ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. અતીક અને અશરફને ગોળી મારનાર લવલેશ તિવારીના પિતા યજ્ઞ તિવારીએ જણાવ્યું હતું કે મારો પુત્ર ત્યાં કેવી રીતે પહોંચ્યો, અમારી પાસે કોઈ માહિતી નથી અને અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી... તે ડ્રગ એડિક્ટ છે... અમે તેના વિશે કંઈપણ જાણતા નથી.

આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન?
આ પણ ખાસ વાંચો:  તાવ આવ્યો હોય અને બહુ મન થાય તો સહવાસ કરાય? જાણો સેક્સ અંગે શું કહે છે નિષ્ણાતો
આ પણ ખાસ વાંચોઃ  એકવાર શરીર સુખ માણ્યા બાદ કેમ તરત ફરી થાય છે ઈચ્છા? શું તમને પણ આવું થાય છે?
આ પણ ખાસ વાંચોઃ  Kiss અંગે કમાલની વાત! જાણો કિસ કરતી વખતે છોકરીઓ કેમ કરી લે છે આંખો બંધ

અતીકનો પરિવાર ફરિયાદ નોંધાવે તેવી શક્યતા છે. હાલ હત્યારાઓની પુછપરછ ચાલી રહી છે. ત્રણેય આરોપીઓના નિવેદનોમાં વિરોધાભાષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલાને પગલે ઉમેશ પાલના ઘરની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. આરોપીઓ રેલવે સ્ટેશન પાસેની હોટેલમાં રોકાયા હતાં. એફઆઈઆરમાં પોલીસ પકડાયેલાં ત્રણ ઉપરાંત અન્ય બે એમ કુલ મળીને પાંચ આરોપીઓના નામ નોંધ્યાં છે. શાહગંજ પોલીસમાં નોંધાઈ શકે છે ફરિયાદ. શૂટ લવલેશ તિવારીના પિતાનું નિવેદન સામે આવ્યું. તેના પિતાએ જણાવ્યુંકે, લવલેશ સામે અમારે વર્ષોથી કોઈ સંબંધ નથી. આ પહેલાં પણ એક કેસમાં લવલેશ જેલ જઈ ચુક્યો છે. બીજો શૂટર આરોપી સની છેલ્લાં 15 વર્ષથી પોતાના ઘરે નથી ગયો. સનીસિંહ હમીરપુરનો રહેવાસી છે. સનીસિંહના ભાઈએ આપ્યું નિવેદન. 

પ્રયાગરાજમાં સુરક્ષા કડક કરવામાં આવી છે અને ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને શનિવારે રાત્રે ત્રણ શખ્સોએ ગોળી મારીને હત્યા કર્યા બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે. આ ઘટના વિશે વિગતો આપતા, પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ જણાવ્યું હતું કે આ ઘટના પછી તરત જ ધરપકડ કરાયેલા ત્રણ હુમલાખોરો મીડિયા કર્મચારીઓના જૂથમાં જોડાયા હતા. જેઓ અહેમદ અને અશરફના કરડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગોળીબારમાં પોલીસ કોન્સ્ટેબલ માન સિંહ ઘાયલ થયો હતો અને ગોળીબાર બાદ થયેલી હંગામા દરમિયાન એક પત્રકાર પણ પડી ગયો હતો.અતીક અહેમદની હત્યા કરનારા શૂટરોએ પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી.

ઉત્તર પ્રદેશ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે શનિવારની રાત્રે અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરનાર શૂટર ઘટના સ્થળે પત્રકાર તરીકે દેખાતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયનો જુનો ગુનાહિત ઈતિહાસ છે. ત્રણેય સામે અગાઉ ક્યાં ગુના નોંધાયા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

કોણ છે અતીક-અશરફના હત્યારા?
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણેય આરોપી પ્રયાગરાજની બહારના છે. અતીક-અશરફની હત્યા કરનાર લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે, જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે. ત્રીજો આરોપી સની સિંહ કાસગંજ જિલ્લાનો છે. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ પોતપોતાનું સરનામું જણાવ્યું હતું. પોલીસ તેમના નિવેદનોની ખરાઈ કરી રહી છે.

હુમલાખોરોએ કહ્યું- મોટા માફિયા બનવા માંગે છે, તેથી...
પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ અતીક કરતા મોટો માફિયા બનવા માંગે છે, તેથી તેમણે પોલીસની સામે જ આ ગુનો કર્યો હતો. બીજી તરફ પોલીસ આરોપીના નિવેદન પર વિશ્વાસ કરી રહી નથી. તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

હત્યાનો આરોપી પ્રયાગરાજનો નથી-
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અતીક અહેમદ અને અશરફના શૂટરો પ્રયાગરાજના રહેવાસી ન હતા. અતીક અશરફની હત્યા કરનાર લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે, જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે. ત્રીજો આરોપી સની કાસગંજ જિલ્લાનો રહેવાસી છે. હત્યારાઓ પૈકી લવલેશ તિવારીના પિતાએ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે, અમારો લવલેશ સાથે કોઈ સંબંધ નથી. તે વર્ષો પહેલાં ઘર છોડીને ચાલ્યો ગયો હતો.

 

▶️ 'हमें इस बारे में कोई जानकारी नहीं'

▶️ 'पहले से ही वो आपराधिक गतिविधियों में शामिल था, उसे नशे की भी लत है'#AtiqueAshrafMurderCase | #AtiqueAhmed | #UmeshPalMurderCase | @ShobhnaYadava pic.twitter.com/xfmvkIDJYo

— Zee News (@ZeeNews) April 16, 2023

આ પણ ખાસ વાંચોઃ​  દિકરીના બદલે જમાઈ જોડે સાસુએ આખી મનાવી સુહાગરાત! સવાર પડતા પડતા તો...
આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ
આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો

ઘટના બાદ રાજનીતિ:
અતીક અને અશરફની હત્યા પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું ચોક્કસ ઉત્તર પ્રદેશની મુલાકાત લઈશ, હું ડરતો નથી. જબ પ્યાર કિયા તો ડરના ક્યા, હું મરવા માટે તૈયાર છું…કટ્ટરતા બંધ થવાની જરૂર છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું હંમેશા કહેતો આવ્યો છું કે ઉત્તર પ્રદેશમાં ભાજપ કાયદાના શાસનથી નહીં પરંતુ બંદૂકના શાસનથી સરકાર ચલાવે છે. ઓવૈસીએ કહ્યું કે આ એક 'ઠંડા લોહીની' હત્યા છે. આ ઘટનાથી કાયદો અને વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ પછી શું જનતાને દેશના બંધારણ અને કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ રહેશે? AIMIMના વડાએ કહ્યું કે અમે દેશના વડા પ્રધાનને પૂછવા માંગીએ છીએ કે તમે કંઈ બોલશો કે નહીં? વડાપ્રધાન તેમના ભાષણમાં કહે છે કે 'મારી સોપારી લેવામાં આવી છે', હવે કહો કે તમે જે રાજ્યના સાંસદ છો ત્યાં શું ચાલી રહ્યું છે. ગઈ કાલની ઘટના બાદ ભારતનો દરેક નાગરિક પોતાને અસુરક્ષિત અને કમજોર અનુભવી રહ્યો છે. ઔવેસીએ યોગી આદિત્યનાથના રાજીનામાની માગ કરી.

આ પણ ખાસ વાંચોઃ  હાર્દિક પંડ્યા પર લાગી શકે પ્રતિબંધ! ચાલુ મેચમાં કરી મોટી ભૂલ, ફટકારાયો મોટો દંડઆ પણ ખાસ વાંચોઃ  IPLમાં મેચ પહેલાં ગુજરાતે કેમ બદલ્યો કેપ્ટન? કોને સોંપાઈ જવાબદારી? હાર્દિકનું શું?આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news