અટલજી... એક એવા નેતા જેઓ પોતાની હારની પણ કરતા હતાં ઉજવણી, જાણો આ કિસ્સો

અટલજી એક એવા નેતા હતાં જેઓ પોતાની હારની પણ ઉજવણી કરતા હતાં. 

અટલજી... એક એવા નેતા જેઓ પોતાની હારની પણ કરતા હતાં ઉજવણી, જાણો આ કિસ્સો

જયપુર: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને લોકો ફક્ત એક નેતા તરીકે જ નહતાં જાણતા પરંતુ તેમના વ્યક્તિત્વ અને સ્વભાવ માટે પણ જાણતા હતાં. વાજપેયી જનનેતા હતાં. વિપક્ષના નેતાઓ સુદ્ધા તેમનું ખુબ સન્માન કરે છે. ગુરુવારે સાંજે 93 વર્ષની વયે તેમનું નિધન થયું. તેમના નિધન બાદથી દેશભરમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. દેશવાસીઓ તેમના નિધનથી શોકમગ્ન છે. દિલ્હીમાં તેમને અંતિમ વિદાય આપવા માટે જનસૈલાબ ઉમટી પડ્યો છે. અટલજી એક એવા નેતા હતાં જેઓ પોતાની હારની પણ ઉજવણી કરતા હતાં. 

વાજપેયી જ્યાં જતા ત્યાં શિવકુમાર રહેતા હતાં સાથે
વાજપેયી હંમેશા ઉર્જાથી ભરપૂર રહેતા હતાં. તેઓ પોતાની હારથી પણ ગભરાતા નહતાં. હસીને બધાની સાથે મળતા હતાં. તેમને બંગાળી માર્કેટની પાણીપૂરી ખુબ જ ભાવતી હતીં. છાશવારે તેઓ ત્યાં પાણીપૂરી ખાવા માટે જતા હતાં. હકીકતમાં અટલ બિહારી વાજપેયી જ્યારે એક નેતા તરીકે ઉભરવા લાગ્યાં અને લોકો વચ્ચે એક ખાસ ઓળખ બનવા લાગી તો ભાજપ દ્વારા તેમના સહયોગ માટે એક વ્યક્તિને નિયુક્ત કરાઈ. જયપુરના શિવકુમારને આ જવાબદારી સોંપવામાં આવી. તેમણે પોતાની જવાબદારી ખુબ સારી રીતે નિભાવી હતી. શિવકુમારની નિયુક્તિ બાદ વાજપેયી જ્યાં પણ જતાં ત્યાં શિવકુમાર સાથે જ રહેતા હતાં.

વાજપેયી પોતાની હારની પણ ઉજવણી કરતા હતાં-મહેશ
શિવકુમારના પુત્ર મહેશકુમાર પણ વાજપેયી સાથે 20 વર્ષ સુધી રહ્યાં હતાં અને તેમણે ઝી મીડિયા સાથે આ અંગે વાતો પણ શેર કરી. આ દરમિયાન એક ખાસ કિસ્સાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વાજપેયી પોતાની હારની પણ ઉજવણી કરતા હતાં. મહેશ જણાવે છે કે વાજપેયીજીને તેઓ બાપજી કહેતા હતાં. તેમણે જણાવ્યું કે 1985માં જ્યારે ગ્વાલિયરમાંથી વાજપેયી ચૂંટણી હારી ગયા ત્યારે દિલ્હી એરપોર્ટ પર તેમના સ્વાગત માટે કોઈ કાર્યકર્તા હાજર નહતો. 

અટલજી પત્રકારને બોલ્યા-હવે ઉપર ઉઠવાનો વારો અમારો છે
પિતાજી શિવકુમારનો ફોન આવ્યો તો હું મારી જૂની ફિયાટ ગાડી લઈને તેમને રિસિવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યો હતો. બહાર કેટલાક પત્રકારોએ ઘેરી લીધા હતાં અને કહેવા લાગ્યા કે મોટી મોટી વાતો કરી રહ્યાં હતાં વાજપેયીજી, તો પછી પાર્ટી હારી કેવી રીતે ગઈ. ત્યારે વાજપેયીએ ખુબ હસતા કહ્યું કે જુઓ રાજીવ ગાંધી જેટલા ઉપર ઉઠવાના હતાં તેટલા ઉઠી ગયા અમે જેટલા નીચે પછડાવવાના હતાં તેટલા પછડાયા. હવે ઉપર ઉઠવાનો વારો અમારો છે, આમ કહીને તેઓ ગાડીમાં બેઠા અને બોલ્યા કે મહેશ બંગાળી માર્કેટ લઈ જા, પાણીપૂરી ખાઈશું. વાજપેયીજી જ ભારતીય રાજકારણમાં એવા નેતાઓમાંથી એક નેતા હતાં જેમને પોતાની હાર પણ ઉજવતા આવડતી હતી. ત્યારબાદ બંગાળી માર્કેટમાં જઈને અમે પાણી પૂરી ખાધી. તેમને ચાટનો પણ ખુબ શોખ હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news