Atal Bihari Vajpayee Scholarship Scheme 2023: 12મું પાસ વિદ્યાર્થીઓ માટે પણ વિદેશમાં ભણવાનો અવસર, સરકાર આપે છે આ શિષ્યવૃત્તિ

Atal Bihari Vajpayee Scholarship Scheme 2023: 12મું ધોરણ પાસ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તમે જો વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા કામના છે. અટલ બિહારી વાજપેયી જનરલ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારની ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ દ્વારા અરજી સ્વીકારવામાં આવી રહી છે.

Atal Bihari Vajpayee Scholarship Scheme 2023: 12મું પાસ વિદ્યાર્થીઓ માટે પણ વિદેશમાં ભણવાનો અવસર, સરકાર આપે છે આ શિષ્યવૃત્તિ

Atal Bihari Vajpayee Scholarship Scheme 2023: 12મું ધોરણ પાસ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તમે જો વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા કામના છે. અટલ બિહારી વાજપેયી જનરલ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારની ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ દ્વારા અરજી સ્વીકારવામાં આવી રહી છે. આ સ્થિતિમાં 12મું ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા પાત્ર છે. 

આ માટે અરજી કરવા અધિકૃત વેબસાઈટ  a2scholarships પર જાઓ. ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ અટલ બિહારી વાજપેયી જનરલ શિષ્યવૃત્તિ યોજના માટે અરજી 20 ફેબ્રુઆરી એટલે કે આજથી કરી શકાય છે. આ માટે અરજીકર્તાઓ પાસે રજિસ્ટ્રેશન કરાવવા માટે 30 એપ્રિલ સુધીનો સમય છે. ત્યારબાદ કરવામાં આવેલી અરજી સ્વીકારવામાં નહીં આવે. વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપના માધ્યમથી સ્નાતક સ્તરથી લઈને પીએચડી સુધીનો અભ્યાસ કરી શકે છે. 

શિષ્યવૃત્તિ માટે જરૂરી યોગ્યતા
આ શિષ્યવૃત્તિ માટે અરજીકર્તા વિદ્યાર્થી ભારતીય નાગરિક હોવો જરૂરી છે. વિદ્યાર્થીની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારની વાર્ષિક કૌટુંબિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ. વિદ્યાર્થીની અંતિમ પરીક્ષાના ગ્રેડ 50 ટકાથી ઓછા ન હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવારની ન્યૂનતમ ઉપસ્થિતિ દર (હાજરી) 75 ટકા હોવો જોઈએ. ડિસ્ટન્સ એજ્યુકેશન આ માટે માન્ય નથી ગણાતું. 

આ રીતે કરો અરજી

- આ સ્કોલરશિપ માટે અરજી જમા કરાવતા પહેલા અધિકૃત વેબસાઈટ a2scholarships પર જાઓ. 

- વેબસાઈટના હોમ પેજ પર ICCR સ્કોલરશિપ લિંક પર ક્લિક કરો. 

- તમારી પાસે અટલ બિહારી વાજપેયી જનરલ શિષ્યવૃત્તિ યોજના માટે અરજી ક રવા માંગવામાં આવેલી જરૂરી માહિતી ભરો. 

- ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો, અને સબમિટ કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ લઈને તમારી પાસે સુરક્ષિત રાખી લો. 

છેલ્લી તારીખ?
આ સ્કોલરશીપ માટે આજથી અરજી કરી શકાય છે. અરજી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 30 એપ્રિલ 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપના માધ્યમથી સ્નાતક સ્તરથી લઈને પીએચડી સુધીનો અભ્યાસ કરી શકે છે. હાલમાં જ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ અટલ બિહારી વાજપેયી જનરલ શિષ્યવૃત્તિ માટે ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકાશે. વિદેશમાં ભારતીય મિશન માટે પ્રસ્તાવ પત્ર તૈયાર કરવા અને શિષ્યવૃત્તિ વિતરીત કરવા માટેની સમયમર્યાદા 30 જૂન છે. ઓફર લેટરને ઉમેદવારો 15 જુલાઈ સુધીમાં સ્વીકાર કરી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news