Assembly Results 2018 : આ 7 મુદ્દાઓએ ઘડ્યું MP, રાજસ્થાન અને છત્તીસગઢનું ભાગ્ય

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનું પરિણામ અત્યંત રસપ્રદ આવ્યું છે. બે રાજ્યમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમત સાથે આગળ ચાલી રહી છે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે, તેલંગાણામાં સ્થાનિક પક્ષ ટીઆરએસ બહુમત સાથે આગળ વધી રહ્યો છે અને મિઝોરમમાં પણ સ્થાનિક પક્ષે બાજી મારી લીધી છે 

Assembly Results 2018 : આ 7 મુદ્દાઓએ ઘડ્યું MP, રાજસ્થાન અને છત્તીસગઢનું ભાગ્ય

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનું પરિણામ અત્યંત રસપ્રદ આવ્યું છે. બે રાજ્યમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમત સાથે આગળ ચાલી રહી છે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે, તેલંગાણામાં સ્થાનિક પક્ષ ટીઆરએસ બહુમત સાથે આગળ વધી રહ્યો છે અને મિઝોરમમાં પણ સ્થાનિક પક્ષે બાજી મારી લીધી છે. હવે જો મુદ્દાઓની વાત કરીએ તો ત્રણ રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન ચૂંટણીમાં નીચે પ્રમાણેના મુદ્દાઓએ પરિણામ પર અસર નાખી હશે. 

1. દલિત ઉત્પીડન નિરોધ કાયદો
આ વર્ષે એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે એક આદેશ બહાર પાડીને દલિત ઉત્પીડન નિરોધ કાયદામાં તાત્કાલિક ધરપકડની જોગવાઈને પ્રતિબંધિત કરી દીધી હતી. તેના વિરોધમાં દલિત સંગઠનોએ દેશવ્યાપી પ્રદર્શન કર્યા હતા. પરિણામ સ્વરૂપે કેન્દ્ર સરકારને જુની જોગવાઈને ફરીથી લાગુ કરવાની ફરજ પડી હતી. તેના કારણે સામાન્ય વર્ગના લોકોમાં ગુસ્સો ફેલાયો હતો અને મધ્યપ્રદેશમાં તો સવર્ણોની પાર્ટી પણ બની ગઈ હતી. આ આંદોલનની અસર એવી થઈ કે ભાજપની સવર્ણ વોટબેન્ક ખાસ કરીને બ્રાહ્મણ વોટબેન્ક તેનાથી દૂર થઈ ગઈ. 

2. ખેડૂતોની સમસ્યાઓ
કોંગ્રેસ પક્ષે છેલ્લા બે ત્રણ વર્ષમાં દેશભરમાં થયેલા ખેડૂત આંદોલનોને એક મોટો મુદ્દો બનાવ્યો હતો. પક્ષે સમગ્ર ચૂંટણી અભિયાન ખેડૂતોના મુદ્દા પર ફોકસ કર્યું હતું. જવાબમાં ભાજપે પણ ખેડૂતોના કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા. 

3. દેવા માફી
કોંગ્રેસે હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોમાં ખેડૂતોને દેવા માફીનું વચન આપ્યું છે. પક્ષે સરકાર બનવાના 10 દિવસના અંદર દેવું માફ કરવાનું ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું છે. આ વચનનો ફાયદો કોંગ્રેસને મળતો જોવા મળી રહ્યો છે. જ્યારે ભાજપ તરફથી આવું કોઈ વચન આપાયું ન હતું. 

4. હિન્દુત્વ 
વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ પોતાને હિન્દુત્વ સમર્થક પક્ષ તરીકે રજૂ કર્યા હતા. ભાજપે રાજસ્થાનમાં હિન્દુત્વના મુદ્દાને વધુ સમર્થન આપ્યું હતું, પરંતુ અહીં તેને ફાયદો મળ્યો નથી. 

5. મંદિર દર્શન
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તમામ રાજ્યોના ટોચનાં મંદિરોમાં જઈને પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન સ્થાનિક નેતાઓ પણ તેમની સાથે રહ્યા હતા. કોંગ્રેસ પ્રચાર સમિતિના પ્રમુખ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ અનેક મંદિરોમાં માથા ટેકવ્યા હતા. ભાજપે આ વાતને મુદ્દો બનાવ્યો, પરંતુ તેનું તેને નુકસાન ગયું. 

6. રોજગાર
ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પક્ષ બંનેએ રોજગારની સારી તકો ઉપલબ્ધ કરાવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે બેરોજગારીના મુદ્દા પર વધુ ધ્યાન આપ્યું હતું. અહીં તે પોતાની વાત મતદારો સુધી પહોંચાડવામાં સફળ રહી છે. 

7. હનુમાનજી અને કુંભકર્ણ
આ ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન હનુમાનને દલિત જણાવ્યા તો કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કુંભારામ યોજનાને કુંભકર્ણ યોજના બનાવી દીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news