Assembly Election: ભાજપે ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રી ફાઈનલ કર્યા, સૌથી ચોંકાવનારું નામ છત્તીસગઢનું આવ્યું

Rajasthan, MP and Chhattisgarh Chief Minister: ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત બાદ ભાજપે મુખ્યમંત્રીઓના નામ ફાઈનલ કર્યા છે. 2024ની લોકસભા ચૂંટણી અને ભાવિ નેતૃત્વને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. આ સાથે ત્રણેય રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે.

Assembly Election: ભાજપે ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રી ફાઈનલ કર્યા, સૌથી ચોંકાવનારું નામ છત્તીસગઢનું આવ્યું

Rajasthan, MP and Chhattisgarh Chief Minister: ભાજપે ત્રણ રાજ્યોમાં જંગી જીત મેળવી છે. ચૂંટણી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે મુખ્યમંત્રી? આ દરમિયાન મોટી માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આખરી મંજુરી પણ આપવામાં આવી છે. જો કે મુખ્યમંત્રીઓના નામની જાહેરાત થાય તે પહેલા રાજકીય અટકળોનું બજાર પણ ગરમ છે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે ત્રણેય રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે.

કોણ બનશે રાજસ્થાન, MP અને છત્તીસગઢના મુખ્યમંત્રી?
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં જ્યાં વસુંધરા રાજે સીએમની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. પાર્ટી ફરી એકવાર વસુંધરા રાજેને તક આપી શકે છે. મધ્યપ્રદેશમાં સીએમ માટે શિવરાજ સિંહ ચૌહાણને પ્રથમ પસંદ માનવામાં આવી રહ્યા છે અને તેમને વધુ એક તક આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે જ ભાજપ કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહને છત્તીસગઢના મુખ્યમંત્રી બનાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ નામો નક્કી થઈ ગયા છે, પરંતુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

2024ને ધ્યાનમાં રાખીને CMનું નામ નક્કી કરાયું
ભાજપે રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓના નામ નક્કી કર્યા છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આખરી મંજુરી પણ આપી દેવામાં આવી હોવાના સુત્રો પાસેથી સમાચાર છે. 2024ની લોકસભા ચૂંટણી અને ભાવિ નેતૃત્વને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. આ સાથે ત્રણેય રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે.

ભાવિ નેતૃત્વ માટે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે
શિવરાજ સિંહ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી બની શકે છે. પરંતુ, ભાવિ નેતૃત્વ તૈયાર કરવા માટે બે નાયબ મુખ્યમંત્રી બનાવી શકાય છે. એ જ રીતે રાજસ્થાનમાં પણ વસુંધરાને સીએમ બનાવવામાં આવી શકે છે. અહીં એક-બે નાયબ મુખ્યમંત્રી પણ બની શકે છે. રેણુકા સિંહ, જેઓ એક મહિલા અને આદિવાસી નેતા છે, છત્તીસગઢમાં સીએમ બની શકે છે. અહીં પાર્ટી અનુભવી નેતાને નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે.

ભાજપના આ નિર્ણયનો અર્થ શું છે?
ભારતીય જનતા પાર્ટીની નજર વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર છે. ભાજપે ત્રણ રાજ્યોમાં બે મહિલાઓને કમાન આપવાનો નિર્ણય કરીને અડધી વસ્તીમાં ભારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાર્ટી આ દ્વારા મહિલાઓને મોટો સંદેશ આપવા માંગે છે. આ સાથે પાર્ટીએ ઓબીસી અને આદિવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

કોંગ્રેસ આજે તેલંગાણાના સીએમનું નામ પણ નક્કી કરશે
બીજી તરફ તેલંગાણામાં પણ સીએમને લઈને સસ્પેન્સ યથાવત છે. પરંતુ, કોંગ્રેસ આજે તેલંગાણા માટે મુખ્યમંત્રીના નામની જાહેરાત પણ કરી શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે મોટી જાહેરાત કરી છે. ખડગેએ કહ્યું છે કે આજે તેઓ તેલંગાણાના સીએમનું નામ નક્કી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીની રેસમાં 3 ચહેરાના નામ ચાલી રહ્યા છે. જેમાં રેવંત રેડ્ડી, એમબી વિક્રમાર્ક અને ઉત્તમ કુમાર રેડ્ડીનું નામ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news