અસમ: એનઆરસીનો અંતિમ ડ્રાફ જાહેર, 40 લાખ લોકો કરે છે ગેરકાયદેસર વસવાટ

અસમના રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ના બીજા અને અંતિમ ડ્રાફને આજે સોમવારે જાહેર કરવામાં આવ્યો છે. તેમાં કુલ 3.29 કરોડ લોકોમાંથી 2.89 કરોડ લોકો યોગ્ય મળી આવ્યા છે.

અસમ: એનઆરસીનો અંતિમ ડ્રાફ જાહેર, 40 લાખ લોકો કરે છે ગેરકાયદેસર વસવાટ

ગુવાહાટી: અસમના રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ના બીજા અને અંતિમ ડ્રાફને આજે સોમવારે જાહેર કરવામાં આવ્યો છે. તેમાં કુલ 3.29 કરોડ લોકોમાંથી 2.89 કરોડ લોકો યોગ્ય મળી આવ્યા છે. આ ઉપરાંત 40 લાખ લોકોએ ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાનો દાવો કર્યો છે. આ આંકડા એનઆરસીએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જાહેર કર્યો છે. એનઆરસીનું કહેવું છે કે આ ફક્ત ડ્રાફ્ટ છે. એનઆરસીના રજિસ્ટ્રાર જનરલ શૈલેષે જાણકારી આપી છે કે જે લોકોના નામ પહેલાં ડ્રાફ્ટમાં હતા અને અંતિમ ડ્રાફ્ટમાંથી ગાયબ છે, તેમણે એનઆરસી દ્વારા વ્યક્તિગત પત્ર મોકલવામાં આવશે. તેના માધ્યમ તે પોતાનો દાવો રજૂ કરી શકશે. 

— ANI (@ANI) July 30, 2018

જોઇન્ટ સેક્રેટરી સત્યેંદ્વ ગર્ગે કહ્યું કે આ ડ્રાફ્ટના આધાર પર વિદેશી ટ્રિબ્યૂનલ અને લોકોને કસ્ટડીમાં લેવા સંબંધિત કોઇ સવાલ નથી. 

— ANI (@ANI) July 30, 2018

તમને જણાવી દઇએ કે આકરી સુરક્ષા વચ્ચે સોમવારે ડ્રાફ્ટ જાહેર કરવાની તૈયારી કરી લીધી હતી. એનઆરસીના રાજ્ય સંયોજક પ્રતીક હાજેલાએ જણાવ્યું કે ડ્રાફ્ટ ઓનલાઇન સમગ્ર રાજ્યના બધા એનઆરસી સેવા કેંદ્રો (એનએસકે)માં સવારે દસ વાગે પ્રકાશિત કરવામાં આવશે. (પહેલા બપોર સુધી જાહેર કરવાની વાત કરી હતી).

સુરક્ષા વધારવામાં આવી
તેમણે જણાવ્યું કે એનઆરસીમાં તે બધા ભારતીય નાગરિકોના નામ, સરમાના અને ફોટોગ્રાફ હશે જે 25 માર્ચ 1971થી પહેલાથી અસમમાં વસવાટ કરે છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હાલ કાનૂન-વ્યવસ્થા જાળવી રાખવા માટે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જિલ્લાના નાયબ કમિશનર અને પોલીસ અધિક્ષકને સર્તક રહેવા માટે કહેવામાં આવ્યું છે. 

સાત જિલ્લા: બારપેટા, દરાંગ, દીમા, હસાઓ, સોનિતપુર, કરીમગંજ, ગોલાઘાટ અને ઘુબરીમાં સીઆરપીસીની કલમ 144 હેઠળ કરર્ફ્યૂં લગાવવામાં આવ્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસ અધિક્ષકોએ પોત-પોતાના સંબંધિત જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી છે અને કોઇપણ અઇચ્છનિય ઘટના ખાસકરીને અફવાથી થનાર ઘટનાઓને રોકવા માટે સ્થિતિ પર ખૂબ સાવધાની રાખવામાં આવી રહી છે. 

દાવાઓની પુરતી જોગવાઇ
અસમ તથા પડોશી રાજ્યોમાં સુરક્ષા ચુસ્ત રાખવા માટે કેંદ્રોએ કેંદ્રીય સશસ્ત્ર પોલીસ બળની 220 કંપનીઓને મોકલી છે. અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે એનઆરસી ડ્રાફ્ટની જાહેરાતને ધ્યાનમાં રાખતા હાલમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરી અને અધિકારીઓને સર્તક રહેવા તથા ડ્રાફ્ટમાં જે લોકોના નામ નહી હોય, તેમના દાવાઓ અને મુશ્કેલીઓની પ્રક્રિયાની વ્યાખ્યા અને મદદ માટે કહ્યું છે.

નામ છૂટી ગયા હોય તો ગભરાશો નહી
મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે એનઆરસી ડ્રાફ્ટ યાદી પર આધારિત કોઇપણ મામલે વિદેશી ટ્રિબ્યુનલને નહી મોકલે. હાજેલાએ કહ્યું કે ડ્રાફ્ટમાં જેમના નામ નહી હોય તેમના દાવાઓની પર્યાપ્ત સંભાવના રહેશે. તેમણે કહ્યું કે 'જો વાસ્તવિક નાગરિકોના નામ દસ્તાવેજમાં ન હોય તો ગભરાવવું નહી. પરંતુ તેમને (મહિલા/પુરૂશ) સંબંધિત સેવા કેંદ્રોમાં નિર્દિષ્ટ ફોટ ભરવાનું રહેશે. આ ફોમ સાત ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન ઉપલબ્ધ રહેશે અને અધિકારીઓને તેમને તેમનું કારણ જણાવવાનું રહેશે કે ડ્રાફ્ટમાં તેમનું નામ કેમ છૂટી ગયું. 

ત્યારબાદ આગામી પગલા હેઠળ તેમને પોતાના દાવાને નોંધાવવા માટે અન્ય નિર્દિષ્ટ ફોર્મ ભરવાનું રહેશે. જે 30 ઓગસ્ટથી 28 સસ્પ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. અરજીકર્તાઓને નિર્દિષ્ટ એનઆરસી સેવા કેંદ્ર જઇને 30 જુલાઇથી 28 સપ્ટેમ્બર સુધી કામકાજના દિવસોમાં સવારે 10 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી જોઇ શકાશે. એનઆરસી હાઇકોર્ટની નજર હેઠળ અપડેટ કરવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news