ભારતમાં તબાહી મચાવવા માટે હાફિઝ સઈદ-ISI આ મહિલાને આપતા હતાં પૈસા
કાશ્મીરી ભાગલાવાદી નેતા આસિયા અંદ્રાબીએ ખુલાસો કર્યો છે કે તે પાકિસ્તાની સેનાના એક અધિકારી દ્વારા લશ્કર એ તૈયબાના ચીફ હાફિઝ સઈદની નજીક આવી.
Trending Photos
નવી દિલ્હી: કાશ્મીરી ભાગલાવાદી નેતા આસિયા અંદ્રાબીએ ખુલાસો કર્યો છે કે તે પાકિસ્તાની સેનાના એક અધિકારી દ્વારા લશ્કર એ તૈયબાના ચીફ હાફિઝ સઈદની નજીક આવી. અધિકારી દુખ્તારન એ મિલ્લત નેતા અંદ્રાબીનો સંબંધી હતો. અંદ્રાબીની સાથે જ બે ભાગલાવાદી નેતાઓની હાલ NIA પૂછપરછ કરી રહી છે. કાશ્મીર યુનિવર્સિટીથી વિજ્ઞાનમાં સ્નાતકનો અભ્યાસ કરી ચૂકેલી અંદ્રાબી ચાર વર્ષ અગાઉ પાકિસ્તાની ઝંડા ફરકાવવા અને પાકિસ્તાની રાષ્ટ્રગીત ગાવવાના કારણે વિવાદમાં આવી હતી. અંદ્રાબીના આ કૃત્ય પાછળ હાફિઝ સઈદનો હાથ હોવાનું કહેવાય છે.
NIAના સૂત્રએ જણાવ્યું કે અંદ્રાબીનો ભત્રીજો પાકિસ્તાન સેનામાં કેપ્ટન રેંકનો અધિકારી છે. તેનો એક અન્ય નજીકનો સંબંધી પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં છે. અંદ્રાબીનો સંબંધી દુબઈ અને સાઉદી અરબમાં પણ છે જ્યાંથી તે ફંડ મેળવે છે અને ભારત તેનો ઉપયોગ ભારત વિરુદ્ધની ગતિવિધિઓમાં કરે છે.
જુઓ LIVE TV
NIAએ અંદ્રાબી વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો છે જે હેઠળ જમાત ઉદ દાવાના અમીર અને લશ્કરના માસ્ટરમાઈન્ડ સઈદ મોટા પાયે અંદ્રાબીને ફંડ આપતા હતાં. આ ફંડનો ઉપયોગ પથ્થરબાજો અને હુર્રિયતના સમર્થકોને આપવામાં થયો હતો જેમણે શ્રીનગર અને ઘાટીના અન્ય ભાગોમાં સરકાર વિરુદ્ધ વ્યાપક પ્રદર્શન કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે અંદ્રાબી ઉપરાંત મસરત આલમ અને શબ્બીર શાહની પણ NIAએ પૂછપરછ કરી.
ત્રણેય ભાગલાવાદી નેતાઓ હાલ તિહાર જેલમાં બંધ છે. આ કેસની નીગરાણી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ કરી રહ્યાં છે. જેઓ ઘાટીમાં આતંકી ઘટનાઓ પર કેન્દ્રની રણનીતિનું અમલીકરણ કરાવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે