આસિયા અંદ્રાબીની કબુલાત, વિદેશમાંથી નાણા લઇને ખીણમાં કરાવતી પ્રદર્શન

જમ્મુ કાશ્મીરનાં અલગતાવાદી નેતા આસિયા અંબાદ્રીએ કબુલ કર્યું કે તેઓ વિદેશી સ્ત્રોતો પાસેથી ફંડ લઇને ખીણમાં સેના અને સરકારની વિરુદ્ધ મહિલાઓ પાસે પ્રદર્શન કરાવતી હતી

આસિયા અંદ્રાબીની કબુલાત, વિદેશમાંથી નાણા લઇને ખીણમાં કરાવતી પ્રદર્શન

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરની અલગતાવાદી નેતા આસિયા અંબાદ્રીએ કબુલ કર્યું છે કે વિદેશી સ્ત્રોતોથી ફંડ લઇને ખીણમાં સેના અને સરકારની વિરુદ્ધ મહિલાઓ પાસે પ્રદર્શન કરાવતી હતી. આસિયાએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) સામે પુછપરછમાં આ ખુલાસો કર્યો છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર તપાસ દરમિયાન આસિયા અંબાદ્રીએ સ્વિકાર કર્યો કે તેઓ વિદેશી સ્ત્રોતોથી દાન અને ફંડ લાવી રહ્યા હતા. જેની અવેજમાં તેની સંસ્થા દુખતારન એ મિલ્લત ખીણમાં મુસ્લિમ મહિલાઓથી પ્રદર્શન કરાવતા હતા. 
પશ્ચિમ બંગાળ: હડતાળી ડોક્ટર વાતચીત માટે તૈયાર, કહ્યું મીડિયા સામે થાય ચર્ચા
એનઆઇએએ કહ્યું કે, આસિયા અંબાદ્રીએ સ્વિકાર કર્યો કે તેઓ વિદેશી સ્ત્રોતોથી દાન તથા નાણા મેળવી રહ્યા હતા અને તેમનુ સંગઠન દુખતારન એ મિલ્લત ખીણમાં મુસ્લિમ મહિલાઓનાં પ્રદર્શનનું આયોજન કરી રહ્યા હતા. એનઆઇએએ જણાવ્યું કે, અંબાદ્રીના મલેશિયામાં તેના પુત્રનાં 2011 બાદ શૈક્ષણીક ખર્ચ માટે ફંડ વિદેશી ફાળવણી દ્વારા ઝહુર (અહેમદ શાહ) વટાલી દ્વારા કરવામાં આવવાથી સામનો કરાવવામાં આવ્યો. એનઆઇએ વટાલીના મુખ્ય વાહકોમાંથી એક ગણાવાઇ રહ્યો છે, જે પાકિસ્તાનથી ફંડ એકત્ર કરે છે અને પ્રાપ્ત કરે છે. 

એનઆઇએ એ પોતાનાં નિવેદનમાં મુસ્લિમ લીગનાં નેતા મસરત આલમનો હવાલો ટાંક્યો હતો, જેમાં એનઆઇએ અધિકારીને કહ્યું કે, પાકિસ્તાન સમર્થિક એજન્ટે વિદેશથી નાણા પ્રાપ્ત કર્યા અને હવાલા ઓપરેટર્સ દ્વારા જમ્મુ કાશ્મીર મોકલ્યા. મસરત આળમ ખીણમાં પથ્થરમારો કરનારા લોકો તથા હિંસક આંદોલનને તથાકથિત પોસ્ટર બોય હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news