શાળામાં જાદુ બતાવતા હતા રાજસ્થાનના નવા નિમાયેલા CM અશોક ગેહલોત

 રાજસ્થાનમા મુખ્યમંત્રી પદ માટે અશોક ગેહલોતના નામ પર મહોર વાગી છે. આમ પણ આ પદ માટે અશોક ગેહલોતનું નામ જ પહેલેથી ચર્ચાતું હતું. ગેહલોતનું નામ ફાઈનલ કરવા પાછળ મોટું કારણ એ છે કે, તેમનો પ્રશાસનિક અનુભવ બહુ જ લાંબો છે અને તેઓને આડા ફાટે તેવા નેતાઓને કાબૂ કરતા બહુ જ સારી પેઠે આવડે છે. તેમના વિશેની અનેક બાબતો વચ્ચે એક માહિતી એવી પણ છે, જે બધા જાણતા નથી. બહુ જ ઓછા લોકો આ વાત જાણે છે કે રિયલ જિંદગીમાં તેઓ જાદુગર હતા. તેમના પિતા દેશના જાણીતા જાદુગર હતા. 

શાળામાં જાદુ બતાવતા હતા રાજસ્થાનના નવા નિમાયેલા CM અશોક ગેહલોત

નવી દિલ્હી : રાજસ્થાનમા મુખ્યમંત્રી પદ માટે અશોક ગેહલોતના નામ પર મહોર વાગી છે. આમ પણ આ પદ માટે અશોક ગેહલોતનું નામ જ પહેલેથી ચર્ચાતું હતું. ગેહલોતનું નામ ફાઈનલ કરવા પાછળ મોટું કારણ એ છે કે, તેમનો પ્રશાસનિક અનુભવ બહુ જ લાંબો છે અને તેઓને આડા ફાટે તેવા નેતાઓને કાબૂ કરતા બહુ જ સારી પેઠે આવડે છે. તેમના વિશેની અનેક બાબતો વચ્ચે એક માહિતી એવી પણ છે, જે બધા જાણતા નથી. બહુ જ ઓછા લોકો આ વાત જાણે છે કે રિયલ જિંદગીમાં તેઓ જાદુગર હતા. તેમના પિતા દેશના જાણીતા જાદુગર હતા. 

રાજસ્થાનમાં હવે મુખ્યમંત્રી બનવા જઈ રહેલા અશોક ગેહલોત મોટા કદના નેતા છે. રાજ્યમાં વિધાનસભા ઈલેક્શનની તૈયારીઓમાં તેઓ લાંબા સમયથી લાગી ગયા હતા. પોતાના રાજનીતિક જીવનમાં પણ  તેઓ કમાલના જાદુગર છે. અંગત જીવનની વાત કરીએ તો, તેમના પિતા બાબુ લક્ષ્મણ સિંહ ગેહલોત દેશના જાણીતા જાદુગર હતા. અશોક ગેહલોતે પોતાના પિતા પાસેથી માત્ર ફન જાદુગરી જ શીખી હતી. પોતાના સ્કૂલના દિવસોમાં તેઓએ આ ખેલ બતાવ્યા હતા. તેઓ ખિસ્સામાં ફુલ નાખીને રૂમાલ કાઢતા અને કબૂતર ઉડાવવાન કલામાં માહેર હતા. 

અશોક ગેહલોતે સરદારપુરા સીટથી જીત મેળવી હતી. અહીં જ તેમનું પૈતૃક ઘર પણ છે. તેમનો જન્મ આ ઘરમાં 1951ના રોજ થયો હતો. આ ઘરના એક રૂમને તેઓ પોતાના માટે બહુ જ લકી માને છે. આ રૂમની ખાસ વાત એ છે કે, તેઓ જ્યારે પણ મતદાન માટે જાય છે ત્યારે અહીંથી જ જાય છે. 

અભ્યાસ દરમિયાન તેઓ સ્કાઉટ અને એનસીસી દ્વારા થતી સમાજસેવામાં હંમેશા ભાગ લેતા હતા. આ ઉપરાંત વાદ-વિવાદ કરવામાં પણ તેઓ માહેર છે. તેમના રાજકીય સફરની વાત કરીએ, તો વિદ્યાર્થી કાળમાં જ તેમનો ઝુકાવ રાજનીતિ તરફ વધુ રહ્યો હતો. તેઓ કોલેજના વિદ્યાર્થી સંઘમાં ઉપમંત્રી પણ રહ્યા હતા. રાજનીતિમાં એન્ટ્રી લેતા પહેલા તેઓ ડોક્ટર બનવા માંગતા હતા. તેથી જ તેમણે જોધપુર યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. પણ તેઓ સફળ થઈ શક્યા ન હતા. તેથી તેમને બીએસસીની ડિગ્રીથી સંતોષ માનવો પડ્યો હતો. તેના બાદ ત્યારે તેમના મનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનો વિચાર આવ્યો તો, તો તેમણે અર્થશાસ્ત્ર વિષયને પસંદ કર્યો. તેના બાદ તેમણે વિદ્યાર્થી સંઘનું ઈલેક્શન પણ લડ્યું હતું. સ્ટુડન્ટ કાળમાં જ તેમણે રાજનીતિની બારાખડી શીખી લીધી હતી. 

પરંતુ કોલેજ બાદ રોજગારી મેળવવી તેમના માટે મોટી ચેલેન્જ હતી. અશોક ગેહલોતે 1972માં બિઝનેસ પર હાથ અજમાવ્યો. જોધપુરથી પચાર કિલોમીટર દૂર તેમણે ખાદ્ય બીજની દુકાન ખોલી હતી, પણ તે ચાલી નહિ. દોઢ વર્ષમાં જ તેમને દુકાન બંધ કરવાનો વારો આવ્યો હતો. ગેહલોત હંમેશાથી મહાત્મા ગાંધીથી પ્રભાવિત રહ્યા હતા. 1971માં ગેહલોતે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામના સમયે ગાંધીવાદી સુબ્બારાવના શિબિરોમાં સેવા પણ આપી હતી. તેના બાદ વર્ધામાં ગાંધી સેવા ગ્રામમાં 21 દિવસની ટ્રેનિંગ લીધી હતી. 

કોંગ્રેસ સાથે જોડાવાની તેમની કહાની બહુ જ રોચક છે. દેશમાં જ્યારે ઈમરજન્સી લાગુ થઈ ત્યારે ઈલેક્શનમાં કોંગ્રેસ નેતા પોતાની હારથી બહુ જ ચિંતિત હતા. સીટ પર લડવા માટે કોઈ તૈયાર ન હતું. આવામાં જ્યારે ગેહલોતને તેની ઓફર મળી, તો તેમણે કંઈ પણ વિચાર્યા વગર હા પાડી દીધી. ઈલેક્શન લડવા માટે રૂપિયાના જુગાડ પણ પોતાની મોટરસાઈકલ વેચીને કર્યો હતો. 1980માં જ્યારે તેઓ પહેલીવાર લોકસભા માટે ચૂંટાયા ત્યારે પોતાના પ્રચાર માટે જાતે જ પોસ્ટર લગાવ્યા હતા. આ સમયે તેઓ લોકસભા માટે ચૂંટાયેલા દેશના સૌથી યુવાન સંસદ હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news