જેમ્સ, જેસન અને જાદુઇ વિઝ્યુઅ્લ ઇફેક્ટસની કમાલ એટલે એક્વામેન !

એક ઘોર તોફાની સાંજે દિવાદાંડીનો ચોકીદાર દરિયાકાંઠે એક બેભાન રૂપસુંદરીને જુએ છે એને ઘરે લઇ આવે છે અને પછી બન્ને  વચ્ચે થઇ જાય છે પ્રેમ

જેમ્સ, જેસન અને જાદુઇ વિઝ્યુઅ્લ ઇફેક્ટસની કમાલ એટલે એક્વામેન !

મુફદ્દલ કપાસી / અમદાવાદ : હજુ ગયા સપ્તાહે જ ધ લૉર્ડ ઓફ ધ રિંગ અને ધ હબીટ ટ્રિલજીના વિઝનરી પ્રોડ્યુસર પીટર જેક્સનનું અદ્ભૂત ક્રિએટિવીટી અને વિઝ્યુઅલ સાગા જેવું મૂવી મોર્ટલ એન્જિન રિલીઝ થયું ત્યારે જ હોલિવૂડની ઉંચાઇ અને મૂવી મેકિંગના તેમના લેવલ પ્રત્યે માન થઇ આવ્યું. તેના એક જ સપ્તાહ બાદ વધુ એક વિઝનરી પીટર એટલે કે જેમ્સ વૉનના કરિયરને બનાવનારા કન્જ્યુરિંગ યુનિવર્સના નિર્માતા પીટર સાફરાનનું મસ્ત અંડર વૉટર યુનિવર્સ દેખાડતું મૂવી એટલે એક્વામેન. પીટર સાફરાન એક પ્રોડ્યુસર તરીકે સારી પેઠે જાણે છે કે એ પોતે રૂપેરી પડદે જે મસ્ત મજાની કલ્પી ન શકાઇ હોય એવી કાલ્પનિક દૂનિયા દેખાડવા ઇચ્છતા હોય તો તેના માટે સુપર ટેલેન્ટેડ જેમ્સ વૉનની ફ્રેમથીજ દેખાડી શકાય. એક્વામેનમાં એ બધું જ છે જે તમારી આંખોને અમેઝ કરી શકે. એ પણ જેમ્સ વૉન સ્ટાઇલમાં !

કોમિકબૂક બેઝ સિનેમાના ચાહકોને એક નવો જ અનુભવ થયો જ્યારે ડેડપુલના નિર્માતાઓએ તેમાં હાસ્યનું એક સાવ નવું જ વર્ઝન એડ કર્યું. સુપરહીરોની સિરિયસનેસમાં હ્યુમરનો વંઠેલ તડકો એડ કરીને કરેલો એ પ્રયોગ બોક્સ ઓફિસ પર નિર્માતાઓને બખ્ખા કરાવી  ગયો. એ પછી માર્વેલ અને DC બન્નેએ પોતાના ત્યાર પછીના વેન્ચરમાં આ તડકો લગાવવાનું નિયમિત કરી નાખ્યું. છેલ્લે થોરઃરેગ્નેરોકમાં પણ હ્યુમર ભર્યું હતું. હવે એક્વામેનનો સિનેમેટિક અવતાર પણ શાર્પ વનલાઇનર સાથે હ્યુમર પીરસે છે.
 

એક ઘોર તોફાની સાંજે દિવાદાંડીનો ચોકીદાર દરિયાકાંઠે એક બેભાન રૂપસુંદરીને જુએ છે એને ઘરે લઇ આવે છે અને પછી બન્ને વચ્ચે થઇ જાય છે પ્રેમ. જેને પોતે ઘરે લાવ્યો છે એ કોઇ માનવ નહીં પણ એક મત્સ્યસુંદરી છે અને એ બન્નેનું સંતાન એટલે આર્થર કે પછીએક્વામેન. એક્વામેન એ રીતે સમુદ્ર અને ધરતીનું સંતાન છે અને એટલે જ સમુદ્રની અંદરની દૂનિયા અને ધરતી પરની સજીવ સૃષ્ટિ વચ્ચેની કડી પણ છે. સમુદ્રની અંદરની એક તાકાત ઇચ્છે છે ધરતી સામે યુદ્ધ છેડવાનું અને એટલે જ ઉમ્મીદનું કિરણ છે આ ખાસ કડી. આવી જ કંઇક સ્ટોરીલાઇન ધરાવતી આ મૂવીનું સૌથી મજબૂત પાસુ છે તેનું વિઝ્યુઅ્લાઇઝેશન. હંમેશા પૃથ્વીને ખતરો ત્રીજી તાકાત કે બહારની દુનિયા તરફથી હોય છે પણ અહીં એ ખતરો સમુદ્રના પેટાળમાં રહેલાં અગોચર વિશ્વમાંથી પેદા થાય છે.

સમુદ્રની અંદરની સલ્તનત એટલાન્ટિસ અને એનું આખુંય અસ્તિત્વ અત્યંત રોચક છે. પ્રોડક્શન ડિઝાઇન ટીમ અને વિઝ્યુઅ્લ ઇફેક્ટ્સની ટીમની અથાગ મહેનતથી જે દ્રષ્ટિગોચર થાય છે એ સિનેમાના પરદેથી નજર હટવા દેતુ નથી. અવતાર પછી વધુ એક અત્યંત નયનરમ્ય જીવસૃષ્ટિ !  આ સાથે જ આ ગ્રાન્ડ વિઝ્યુઅલ ટ્રીટનો બીજો પ્લસ પોઇન્ટ છે મૂવીની લીડ પેર એટલે કે જેસન મોમોઆ અને અંબર હર્ડ. જેસન મોમોઆ લગભગ પહેલાં જ દ્રશ્યથી ઇમ્પ્રેસિવ છે તો અંબર હર્ડ પણ અહી મારકણી લાગે છે. બન્નેનીએક્ટિંગ અને કેમેસ્ટ્રી પાણીના પ્રવાહ જેવી છે !

જો કે દરેક રચનામાં રહી જતી ચૂકની જેમ અહી એક મોટી ચૂક રહી ગઇ છે ડિરેક્ટર જેમ્સ વૉનના મોહને લીધે. પોતાની અગાઉની મોસ્ટ ઓફ ટ્રેન્ડસેટર હોરર મૂવીઝનો લીડ પેટ્રિક વિલ્સનને સાઇન કરવાની ભુલ. જેમ્સને અહી તેની પાસેથી એન્ટાગનિસ્ટનું કામ લેવાની ભૂલ નડી ગઇ છે. પેટ્રિક એઝ એન્ટાગનિસ્ટ કોઇ ધાક જમાવી શકતો નથી અને એટલે જ જેટલું મોટું કદ એક્વામેનનું દર્શાવાય છે એટલું મજબૂત વિલનસ કેરેક્ટર થઇ શક્યું નથી. આ સિવાય એન્ટાગનિસ્ટ બ્લેક મન્ટા પણ સાવ ફ્લેટ લાગે છે. સ્ક્રીન પ્લે ક્યાંક ક્યાંક મંદ પડી જાય છે પણ વિઝ્યુઅ્લ ટ્રીટમેન્ટ મૂવીને બોરિંગ બનવા દેતી નથી.

એક સુપર ધમાકેદાર પ્રિ-ક્લાઇમેક્સ સિકવન્સ અને જોરદાર અંડરવૉટર ક્લાઇમેક્સ ઉપરાંત એક પોસ્ટ ક્રેડિટ સીન પણ છે જે હિન્ટ આપે છે વ્હોટ ઇઝ કમિંગ નેક્સ્ટ ? ઓવર ઓલ વિઝ્યુઅ્લ-સ્પેશિયલ ઇફેક્ટસની 770થી વધુની ટીમ, 115થી વધુનીઆર્ટ ડિપાર્ટમેન્ટની ટીમ, અધધધ 23 જેટલાં અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ સહિત લગભગ 1200થી વધુના ક્રૂની અથાગ મહેનતને અંતે  તૈયાર થયેલું એક્વામેન અ મસ્ટ વૉચ મૂવી છે. જો તમે કોમિકબૂક બેઝ્ડ સિનેમાના ચાહક ન હોવ તો પણ અહીથી શરૂઆતકરી શકો છો ! 

રેટિંગ : 7.5/10

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news