સચિન પાયલટનો દાવો ફેલ, રાજસ્થાનમાં બચી ગઈ અશોક ગેહલોતની સરકાર!
મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયાને પોતાના આવાસ પર બોલાવ્યા હતા. જ્યાં ધારાસભ્યોની સંખ્યાનું શક્તિ પ્રદર્શન કરાવ્યું છે. અશોક ગેહલોત તરફથી સતત 100થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાની વાત કહેવામાં આવી રહી છે.
Trending Photos
જયપુરઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની ખુરશી બચી જાય તેમ લાગી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના બળવાથી સરકારને નુકસાન થાય તેમ લાગતું નથી. ધારાસભ્ય દળની બેઠક પહેલા કેમેરાની સામે મુખ્યમંત્રી અશોક ગેહલોતે શક્તિ પ્રદર્શન કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 102 ધારાસભ્યો બેઠકમાં હાજર છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત મીડિયાના કેમેરાની સામે વિક્ટ્રી સાઇન બનાવીને દેખાડતા જોવા મળ્યા છે. પરંતુ હજુ બેઠક શરૂ થઈ નથી.
બેઠકમાં સચિન પાયલય સિવાય બે મંત્રી પહોંચ્યા નથી. 18 ધારાસભ્યો અને પાયલટ સહિત ત્રણ મંત્રી બેઠકમાં પહોંચ્યા નથી. આ બેઠકમાં પાયલટ જૂથના મનાતા પાંચ-છ ધારાસભ્યો પહોંચી ગયા છે. પરંતુ મંત્રી રમેશ મીણા અને અન્ય એક મંત્રી પહોંચ્યા નથી.
#WATCH Rajasthan: Chief Minister Ashok Gehlot, Congress leaders and party MLAs show victory sign, as they gather at CM's residence in Jaipur.
The Congress Legislative Party meeting has begun. pic.twitter.com/FowLM7CAGA
— ANI (@ANI) July 13, 2020
કોંગ્રેસે વ્હિપ જારી કર્યું હતું કે, જે લોકો સીએમે બોલાવેલી બેઠકમાં આવશે નહીં તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ રણદીપ સુરજેવાલાએ મીડિયા દ્વારા અપીલ કરી હતી કે સચિન પાયલટ સહિત જે ધારાસભ્ય નારાજ છે તે બેઠકમાં આવે અને પોતાના વાત રાખે. આ વચ્ચે સચિન પાયલટ જૂથે કહ્યુ કે, આ વ્હિપ કાયદાની વિરુદ્ધ છે. વ્હિપ માત્ર વિધાનસભા માટે જારી કરી શકાય છે.
પાયલટના સમર્થક ધારાસભ્યો ગેહલોતની સાથે જોવા મળ્યા
સૂત્રોનું કહેવું છે કે ભાજપ સાથે વાત ન બનવાને કારણે કોંગ્રેસના બળવાખોર નેતા સચિન પાયલટના સમર્થક 24 ધારાસભ્યો છટકી ગયા છે. આ ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થયા છે. હજુ પણ 12 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્ય પાયલટના સંપર્કમાં હોવાની વાત સામે આવી છે. આ ધારાસભ્યો આજની બેઠકમાં પહોંચ્યા નથી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે