20 મીનિટ મોડા પડ્યા તો સ્ટેશનમાં નહીં મળે અન્ટ્રી, છૂટી જશે ટ્રેન

રેલવે સુરક્ષા દળના ડિરેક્ટર જનરલ અરૂણ કુમારના જણાવ્યા અનુસાર આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે, જોકે સુરક્ષા તપાસ માટે લોકો સમયથી સ્ટેશન પહોંચે. હાલમાં હાઇ સિક્યોરિટવાળા આ પ્રયોગને કંભમેળાને ધ્યાનમાં રાખી અલ્હાબાદમાં અને કર્નાટકાના હુબલી રેલવે સ્ટેશન પર પહેલથી જ શરૂ કરવામાં આવ્યો છે.

20 મીનિટ મોડા પડ્યા તો સ્ટેશનમાં નહીં મળે અન્ટ્રી, છૂટી જશે ટ્રેન

નવી દિલ્હી: જ્યારે પણ તમે હવાઇ મુસાફરી કરો છો તો તમારે એરપોર્ટ પર લગભગ એકથી બે કલાક પહેલા પહોંચવાનું હોય છે. જો તમારે પહોંચવામાં મોડુ થઇ ગયું તો એન્ટ્રી ગેટ બંધ થઇ જાય છે અને તમારી ફ્લાઇટ છૂટી જાય છે. આવું પણ હેવ ટ્રેન પકડવામાં પણ તમારે કરવું પડશે. જો તમે સ્ટેશન પર 20 મીનિટ પહેલા નહીં પહોંચ્યા તો એન્ટ્રી ગેટ બંધ થઇ જશે અને તમારી ટ્રેન છૂટી શકે છે.

અલ્હાબાદમાં શરૂ કરાયો પ્રયોગ
રેલવે સુરક્ષા દળના ડિરેક્ટર જનરલ અરૂણ કુમારના જણાવ્યા અનુસાર આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે, જોકે સુરક્ષા તપાસ માટે લોકો સમયથી સ્ટેશન પહોંચે. હાલમાં હાઇ સિક્યોરિટવાળા આ પ્રયોગને કંભમેળાને ધ્યાનમાં રાખી અલ્હાબાદમાં અને કર્નાટકાના હુબલી રેલવે સ્ટેશન પર પહેલથી જ શરૂ કરવામાં આવ્યો છે. સાથે 202 રેલવે સ્ટશનો પર આ યોજના લાગુ કરવા માટે ઘણી તૈયારીઓ કરી લીધી છે.

બંધ થઇ ગયો ખોટી એન્ટ્રી પોઇન્ટ
સમાન્ય રીતે સ્ટેશન પર પહોંચવાના ઘણા રસ્તા હોય છે. ઘણી વખતે તો સ્ટેશનની પાસે દીવાર ટૂટી હોય છે, લોકો ત્યાંથી આવતા જતા હોય છે. અથવા બીજી તરફથી પાટ પાર કરી લોકો પ્લેટફોર્મ પર પહોંચી ગયા છે. રેલવે સુરક્ષા દળના ડિરેક્ટર જનરલ અરૂણ કુમારે જણાવ્યા અનુસાર જે સ્ટશનો પર શરૂમાં આ સિક્યોરિટી સિસ્ટમ લાગુ કરવા જશે. ત્યાં સ્ટેશન પહોંચવાના જેટલા કેટલા પણ ખોટા રસ્તા છે. તેમણે તે રસ્તા સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે. તો પછી ત્યાં PRFના જવાન તૈનાત રહશે. સ્ટેશન પર પ્રવેશ માટે માત્ર પસંદગી એન્ટ્રી પોઇન્ટ રહેશે. જ્યાં સખત ચેકિંગ હશે. આ ચેકિંગની પ્રક્રિયાથી પસાર થતા લોકોને 15થી 20 મીનિટ પહેલા સ્ટેશન પહોંચવાનું રહેશે. જોકે આ ખાતરી થઇ શકે કે સુરક્ષા પ્રક્રિયામાં મોડું ન થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news