તો શું અમદાવાદની ઓળખ ગણાતી AMTSની બસ હવે બંધ થઇ જશે?

એક સમયે અમદાવાદની ઓળખ ગણાતી અને લાલ બસના નામે ઓળખાતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે, એએમટીએસ સેવાને લઇને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. દિન પ્રતિદીન કથળતી જતી એએમટીએસની સેવાને લઇને એએમટીએસના પૂર્વ ચેરમેને ભાજપના શાષકો અને મ્યુનિસિપલ તંત્ર પર એએમટીએસને બંધ કરવાના પ્રયત્નો થઇ રહ્યા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

તો શું અમદાવાદની ઓળખ ગણાતી AMTSની બસ હવે બંધ થઇ જશે?

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: એક સમયે અમદાવાદની ઓળખ ગણાતી અને લાલ બસના નામે ઓળખાતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે, એએમટીએસ સેવાને લઇને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. દિન પ્રતિદીન કથળતી જતી એએમટીએસની સેવાને લઇને એએમટીએસના પૂર્વ ચેરમેને ભાજપના શાષકો અને મ્યુનિસિપલ તંત્ર પર એએમટીએસને બંધ કરવાના પ્રયત્નો થઇ રહ્યા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે એએમટીએસના શાષકોએ તમામ આરોપોને પાયાવિહોણા તથા એએમટીએસને નડી રહેલી નાણાકીય ભીડ ઓછી કરવા માટે વિવિધ પગલા લેવાઇ રહ્યા હોવાનું કહ્યુ છે.

લાલ બસ કહો કે પછી એએમટીએસ કહો. મેગાસીટી અમદાવાદના લાખ્ખો ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારો માટે પરીવહનનું સૌથી સસ્તુ માધ્યમ હોય તો તે આજ છે. પરંતુ તંત્રની નિષ્ફળતા કહો કે તેના વહીવટકર્તામાં દુરંદેશીનો અભાવ, જેમ જેમ સમય પસાર થઇ રહ્યો છે તેમ તેમ એએમટીએસની સેવા કથળી રહી હોય તેવુ લાગી રહ્યુ છે.

LRD પરીક્ષામાં 525 સેન્ટરોમાં જૂની હાજરી શીટનો કરાયો ઉપયોગ, વિકાસ સહાયે કરી કબૂલાત

ખાસ કરીને દર વર્ષે સતત વધતી આર્થિક ખોટ સૌથી મોટુ ચિંતાનું કારણ છે. અને તેને લઇને જ એએમટટીએસના પૂર્વ ચેરમેને મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને તેના ભાજપી વહીવટકર્તાઓ પર નિષ્ફળતાના આરોપ લગાવ્યા છે. સાથે જ તેમને મળતીયા કોન્ટ્રાક્ટરોને સાચવવા માટે આગામી સમયમાં શાષકો દ્વારા એએમટીએસના બંધ કરી દેવાના પ્રયાસો થઇ રહ્યા હોવાના પણ ગંભીર આરોપ લગાવ્યા છે.

અમિત શાહે દાદરાનગર હવેલીમાં ભાજપના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યું

એક નજર કરીએ પાછલા કેટલાક વર્ષ મુજબ એએમટીએસની ખોટ દર્શાવતા આંકડા પર

  વર્ષ  ખોટ (રૂ.કરોડમાં)
2011-12    160.67
2012-13  186.82
2013-14  220.22
2014-15  246.56
2015-16   246.56
2016-17 307.51
2017-18(ડિસે) 228.49

સાથે જ નજર કરીએ પાછલા વર્ષ મુજબ  મુસાફરો અને એએમટીએસની આવકના આંકડા પર

 

વર્ષ   મુસાફર  આવક (રૂ.કરોડમાં)
2011  29,58,71,911  81.41 
2011  25,10,39,901 114.61
2013 20,70,04,397 114.61
2014  20,41,69,021 95.40
2015  22,19,94,888 91.39
2016 21,66,03,962 88.92
2017 (ડિસે) 18,85,19,009 81.53

તો આ તરફ પૂર્વ ચેરમેનના એએમટીએસ બંધ કરવાના પ્રયત્નો થઇ રહ્યા હોવાના ગંભીર આરોપ અંગે એએમટીએસના વહીવટકર્તાઓએ આકરી પ્રતિક્રીયા આપી છે. જેમાં તેમને પૂર્વ શાષકોને આ અંગે કોઇ જ પ્રશ્ન કરવાનો અધિકારી જ ન હોવાનું ભારપૂર્વક જણાવ્યુ છે. એએમટીએસના ચેરમેનનું કહેવુ છે કે, નાણાકીય ભીડ ઓછી કરવા માટે એએમટીએસના કેટલાક કર્મચારીઓને એએમસીમાં ટ્રાન્સફર ભલે કરવામાં આવ્યા હોય, પરંતુ એએમટીએસ બસ કે તેની સેવા પર તેની કોઇજ અસર થવાની નથી. અને બંધ કરવાની વાત પણ નથી.

22 દિવસથી ગુમ યુવકને માર મારતો વીડિયો વાઈરલ, રાજકોટના તબીબનું નામ ખૂલ્યું

નોંધનીય છે કે, વાર્ષિક રૂ. 500 કરોડના બજેટમાંથી 90 ટકા રકમ સંસ્થાના કર્મચારીઓના પગાર અને પેન્શન માટે એસ્ટાબ્લીસમેન્ટ ખર્ચ તરીકે જ વપરાય છે. જેની સામે એએમટીએસની આવક અત્યંત ઓછી છે. ત્યારે જે રીતે દર વર્ષે નાણાકીય ખોટ વધી રહી છે. તેને જોતા એએમટીએસની સંપૂર્ણ સેવા ખાનગી કોન્ટ્રાક્ટરોના હાથમાં જતી રહેશે તેમાં કોઇ શંકા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news