Night Fightમાં સક્ષમ બનશે Indian Army, આ Combat Vehicles કરી રહી છે જરૂરી ફેરફાર

પૂર્વી લદાખમાં ચીન દ્વારા કરવામાં આવતા ષડયંત્ર બાદ સેનાએ હવે રાતના યુદ્ધમાં પોતાને 'કાર્યક્ષમ' બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે સેના તેના infantry combat vehicles (IVC)ને નાઇટ ફાઇટ કરવા સક્ષમ બનાવવા માટે જરૂરી ફેરફારો કરવા જઈ રહી છે

Night Fightમાં સક્ષમ બનશે Indian Army, આ Combat Vehicles કરી રહી છે જરૂરી ફેરફાર

નવી દિલ્હી: પૂર્વી લદાખમાં ચીન દ્વારા કરવામાં આવતા ષડયંત્ર બાદ સેનાએ હવે રાતના યુદ્ધમાં પોતાને 'કાર્યક્ષમ' બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે સેના તેના infantry combat vehicles (IVC)ને નાઇટ ફાઇટ કરવા સક્ષમ બનાવવા માટે જરૂરી ફેરફારો કરવા જઈ રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર સેનાએ તેમના મૂળ ડિઝાઇનવાળા લડાકુ વાહન 'બીએમપી-2/2કે ઇન્ફ્રેન્ટી કોમ્બેટ વ્હિકલ્સ'ના વિકાસ અને આગળના પુરવઠા માટે ઘરેલું કંપનીઓ તરફથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI)ને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતીય સેનાનો જરૂરી ભાગ બનેલા લડાકુ વાહન 'બીએમપી-2/2કે'ને વર્ષ 1985માં સામેલ કરવામાં આવ્યા હતા.

EOIમાં કહેવામાં આવ્યું છે કે, બીએમપીની પ્રણાલી રાત્રી દરમિયાન સંચાલન માટે યોગ્ય નથી અને તેને રાત્રી દરમિયાન યુદ્ધની ક્ષમતાની સાથે વિકસિત કરવાની જરૂરીયાત છે. રાતમાં લડવાની ક્ષમતા વિકસિત થયા બાદ આ લડાકુ વાહન યુદ્ધના મેદાનમાં ઘાતક બનશે.

તમને જણાવી દઇએ કે, પૂર્વ લદાખમાં ચીનના અતિક્રમણ બાદ છેલ્લા 5 મહિનાથી બંને દેશ વચ્ચે તણાવ છે. સીમા પર બંને તરફ લગભગ 1 લાખ સૈનિકો ભારે સાધનો સાથે તૈનાત છે. ચીનની સાથે ઘણા રાઉન્ડની સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટો છતાં આ સમસ્યાનો અત્યાર સુધીમાં કોઇ અંત આવી રહ્યો નથી. એવામાં યુદ્ધની આશંકાને જોતા દેશની ત્રણેય સેનાઓ તેમના સ્તર પર તૈયારીઓ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news