Video: પાકને ભારતીય સેનાનો જવાબ, દુશ્મનના ઠેકાણા પર કર્યો એન્ટી ટેન્ક મિસાઇલથી હુમલો
ભારતીય સેના પ્રમાણે છેલ્લા કેટલાક દિવસમાં પાકિસ્તાન તરફથી સીઝફાયરના ઉલ્લંઘનમાં મોટો વધારો થયો છે. જમ્મૂ-કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ દિલબાગ સિંહ પ્રમાણે, જમ્મૂ-કાશ્મીરમાં સશસ્ત્ર આતંકવાદીઓની ઘુષણખોરી કરાવવા અને શાંતિ ભંગ કરવા માટે પાકિસ્તાન આવી કાયરતાપૂર્વકની હરકતો કરે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ કુપવાડા સેક્ટરની બીજીતરફ પાકિસ્તાનના સૈન્ય ઠેકાણા પર એન્ટી ટેન્ક મિસાઇલથી હુમલો કર્યો છે. સમાચાર એજન્સી એએનઆઈએ ભારતીય સેનાના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે સેનાના જવાનોએ હાલમાં પાકિસ્તાન સેનાની ચોકીઓને નિશાન બનાવવા માટે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલો અને તોપના ગોળાનો ઉપયોગ કર્યો છે. ભારતીય સેના તરફથી આ કાર્યવાહી પાકિસ્તાની ફોજ દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓની ઘુષણખોરીના ઈરાદાથી સતત કરવામાં આવેલી ગોળીબારીની જવાબમાં કરવામાં આવી છે.
ભારતીય સેના પ્રમાણે છેલ્લા કેટલાક દિવસમાં પાકિસ્તાન તરફથી સીઝફાયરના ઉલ્લંઘનમાં મોટો વધારો થયો છે. જમ્મૂ-કાશ્મીર પોલીસના ડાયરેક્ટર જનરલ દિલબાગ સિંહ પ્રમાણે, જમ્મૂ-કાશ્મીરમાં સશસ્ત્ર આતંકવાદીઓની ઘુષણખોરી કરાવવા અને શાંતિ ભંગ કરવા માટે પાકિસ્તાન આવી કાયરતાપૂર્વકની હરકતો કરે છે. પરંતુ ભારતીય સેના પાકિસ્તાનના તમામ ઇરાદાઓ પર પાણી ફેરવી રહી છે. તેમણે પાછલા રવિવારે જણાવ્યું હતું કે, કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનોને કારણે યુવાઓમાં આતંકવાદ સાથે જોડાવાનું વલણ ઘટી રહ્યું છે.
#WATCH Indian Army Sources: Army troops recently used anti-tank guided missiles & artillery shells to target Pakistan Army positions opposite the Kupwara sector. This was in response to frequent ceasefire violations by Pakistan to push infiltrators into Indian territory in J&K. pic.twitter.com/oHuglG0iQL
— ANI (@ANI) March 5, 2020
તો હાલના સંસદ સત્રમાં સરકારે જણાવ્યું છે કે આ વર્ષે પહેલી જાન્યુઆરીથી લઈને પાછલી 23 ફેબ્રુઆરી સુધી પાકિસ્તાન સેનાએ ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદ (Indo-Pakistan International Border) અને નિયંત્રણ રેખા (Line of Control) પર 646 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાઇકે બુધવારે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં જણાવ્યું કે, આતંકીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું અભિયાન સતત જારી છે અને પાછલા વર્ષે પાંચ ઓગસ્ટથી 23 ફેબ્રુઆરી સુધી આતંકીઓ સાથે અથડામણની 27 ઘટનાઓ ઘટી છે.
સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે પાછલા વર્ષે પાંચ ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધી પાકિસ્તાને સરહદ પારથી 132 વખત ગોળીબારી કરી જ્યારે આ વર્ષે 1 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી સીઝફાયરના 41 મામલા સામે આવ્યા છે. રક્ષા રાજ્ય મંત્રીએ તે પણ જણાવ્યું કે, 2019માં પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર 1586 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. હકીકતમાં, પાછલા વર્ષે પાંચ ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. પાકિસ્તાનની સેના ગમે ત્યારે આતંકીઓની ઘુષણખોરી કરાવવાના ઈરાદાથી સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે