ચીન સાથે તણાવ વચ્ચે લેહ પહોંચ્યા આર્મી ચીફ એમએમ નરવણે, અધિકારીઓ સાથે કરી વાતચીત
ભારત અને ચીન વચ્ચે સરહદ પર એકવાર ફરી તણાવ વધી ગયો છે. સૂત્રોએ જણાવ્યું કે, સેનાધ્યક્ષે લેહ સ્થિત 14 સૈન્યદળોના મુખ્યાલયનો પ્રવાસ કર્યો. આ દરમિયાન તેમણે ઉત્તરી કમાન્ડના મુખ્ય અધિકારીઓની સાથે ચર્ચા કરી અને જાણ્યું કે હાલની પરિસ્થિતિ કેવી છે.
Trending Photos
જમ્મૂ-કાશ્મીરઃ લદ્દાખમાં ત્રણ સ્થળો પર ચીનની સાથે તણાવ વચ્ચે આર્મી ચીફ એમએમ નરવણેએ લેહનો પ્રવાસ કર્યો છે. આ દરમિયાન તેમણે ટોચના અધિકારીઓની સાથે મુલાકાત કરી અને ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ઉત્તરી કમાન્ડના મુખ્ય અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી.
સ્પષ્ટ છે કે ભારત અને ચીનની સરહદ પર એકવાર ફરી તણાવ શરૂ થયો છે. સેના પ્રમુખના પ્રવાસ પહેલા બંન્ને દેશોના સૈન્ય અધિકારીઓના સ્તર પર વાતચીત શરૂ થઈ હતી. લદ્દાખ સેક્ટમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાસે ભારત અને ચીનના ફીલ્ડ કમાન્ડરો વચ્ચે ઉત્તરી લદ્દાખમાં ગાલવાન નાલા ક્ષેત્રમાં જારી ગતિરોધનો હલ કરવા માટે વાતચીત ચાલી રહી છે.
ટોચના સરકારી સૂત્રોએ કહ્યું કે, ચીન ભલે ક્ષેત્રમાં ભારતીય નિર્માણ ગતિવિધિઓ પર વિરોધ નોંધાવી રહ્યું હોય, પરંતુ હાલમાં તેના હેલિકોપ્ટર ભારતીય પેટ્રોલિંગ બિંદુ પર આવી ગયા હતા.
સરહદની નજીક ચીને બનાવ્યા ઘણા રસ્તા
સૂત્રોએ કહ્યુ, આપણા ઉપગ્રહ મોનિટરિંગ અને ગુપ્ત જાણકારીથી માહિતી મળે છે કે ચીને ગાલવાન નદીની પાસે ભારતીય પેટ્રોલિંગ બિંદુની પાસે સૈનિકોને લાવવા અને લઈ જવા તથા સામાનોની સપ્લાઈ માટે ક્ષેત્રમાં ઘણા રોડનું નિર્માણ કર્યું છે. આ ગાલવાન નદી શ્યોક નદીની સહાયક નદી છે.
Covid-19: કોરોનાના કુલ મામલામાં 60% તો માત્ર આ 5 શહેરોથી, જાણો સંપૂર્ણ માહિતી
સૂત્રોએ કહ્યું કે, દૌલત બેગ ઓલ્ડી સેક્ટરમાં 81 બ્રિગેડના અધિકારીઓ અને તેના ચીની સમકક્ષો વચ્ચે બેઠકો થઈ રહી છે. ત્યાં સુધી કે બંન્ને પક્ષોએ ક્ષેત્રમાં પોત-પોતાની સૈન્ય હાજરી પણ વધારી દીધી છે.
2 સપ્તાહથી તણાવ યથાવત
ગાલવાન નાલા ક્ષેત્રમાં નિર્માણ ગતિવિધિઓને લઈને બંન્ને પક્ષો વચ્ચે છેલ્લા બે સપ્તાહથી સતત તણાવ બનેલો છે. સૂત્રોએ જણાવ્યું કે, ચીની માળખાગત સુવિધાના વિકાસ બાદ ભારત તરફથી એલએસી કિનારે સરહદ સડક સંગઠન (BRO)નો ઉપયોગ કરતા રસ્તાઓનું નેટવર્ક પણ બનાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે