Andhra Pradesh માં પૂરથી મરનારાઓની સંખ્યા વધીને 20 થઇ, 30 લોકો હજુ પણ ગુમ

આંધ્ર પ્રદેશ સરકારના અનુસાર શનિવારે પૂરની ઘટનાઓ લીધે મૃતકોની સંખ્યા વધીને 20 થઇ ગઇ છે. તો બીજી તરફ કડપ્પા અને ચિત્તૂર જિલ્લામાં ભીષણ પૂરના કારણે હજુ પણ ઘણા લોકો ગુમ છે. આંધ્ર પ્રદેશ સરકારના અધિકારીઓના અનુસાર હજુપણ 30 લોકો ગુમ છે.

Andhra Pradesh માં પૂરથી મરનારાઓની સંખ્યા વધીને 20 થઇ, 30 લોકો હજુ પણ ગુમ

આંધ્ર પ્રદેશ: આંધ્ર પ્રદેશ સરકારના અનુસાર શનિવારે પૂરની ઘટનાઓ લીધે મૃતકોની સંખ્યા વધીને 20 થઇ ગઇ છે. તો બીજી તરફ કડપ્પા અને ચિત્તૂર જિલ્લામાં ભીષણ પૂરના કારણે હજુ પણ ઘણા લોકો ગુમ છે. આંધ્ર પ્રદેશ સરકારના અધિકારીઓના અનુસાર હજુપણ 30 લોકો ગુમ છે. અનંતપુરામુ જિલ્લાના કાદિરી શહેરમાં ઘર ઢળી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. બચાવ અભિયાનમાં લાગેલા અધિકારીઓને આશંકા છે કે કાટમાળમાં કેટલાક અન્ય લોકો પણ દબાયેલા હોઇ શકે છે. મુખ્યમંત્રી વાઇ.એસ. જગનમોહન રેડ્ડીએ કડપ્પા. અનંતપુરામુ અને ચિત્તૂર જિલ્લામાં ક્ષતિનું અવલોકન કરવા માટે હવાઇ સર્વેક્ષણ કર્યું. 

સરકારે પૂરમાં મૃતકના પરિજનને પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મળતી માહિતી અનુસાર પૂરથી નેલ્લોર જિલ્લો પણ ખૂબ પ્રભાવિત થયો છે. જ્યાં પેન્નાર નદીના જળસ્તરમાં વધરાના લીધે શનિવારે ઘણા ગામ જળમગ્ન થઇ ગયા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે એસપીએસ નેલ્લોર જિલ્લામાં હજારો લોકોને રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પૂરગ્રસ્ત જીલ્લામાં બચાવ અને રાહત અભિયાન માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ગોઠવવામાં આવી છે. આંધ્ર પ્રદેશમાં આવેલા આ પૂરથી સામાન્ય જન જીવન સંપૂર્ણ રીતે અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. 

જ્યાં પૂરના લીધે ઘણી જગ્યાએ રસ્તાઓને નુકસાન થ યું છે. તો બીજી તરફ પૂરના લીધે રેલ, રોડ અને હવાઇ અવરજવર પર અસર પડી છે. મળતી માહિતી અનુસાર કડપ્પા એરપોર્ટ 25 નવેમ્બર સુધી બંધ રહેશે. વરસાદના લીધે તમિલનાડુ અને કેરલમાં પણ વ્યવધાન પેદા થયું છે. કેરલના પથાનામથિટ્ટા જિલ્લામાં પંબા નદીમાં પૂર જળસ્તરના લીધે પંબા અને સબરીમાલાની તીર્થયાત્રા રોકી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news