મુંબઈ : અંધેરીમાં ફુટઓવર બ્રિજ ધરાશાયી, પરિવહન પ્રભાવિત

આ દુર્ઘટના પછી અંધેરીથી વિલે પાર્લે વચ્ચેની ટ્રેનોનો તાત્કાલિક રોકી દેવામાં આવી છે 

મુંબઈ : અંધેરીમાં ફુટઓવર બ્રિજ ધરાશાયી, પરિવહન પ્રભાવિત

મુંબઈ : મુંબઈના અંધેરી વિસ્તારમાં એક ફુટઓવર બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે અંધેરી ઇસ્ટને વેસ્ટ સાથે જોડતા ગોખલે બ્રિજનો એક હિસ્સો અંધેરી સ્ટેશન પાસે પાટા પર પડી ગયો છે. ફુટઓવર બ્રિજનો એક હિસ્સો પડવાથી દોડાદોડી થઈ ગઈ હતી. આ દુર્ઘટના લગભગ સવારે 7.30 ઘટી હતી અને એમાં બે લોકો ઘાયલ થઈ ગયા હતા. 

ફુટઓવર બ્રિજ પડવાને કારણએ અંધેરીથી વિલે પાર્લે વચ્ચે તમામ લોકલ ટ્રેનોને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી. 

— ANI (@ANI) July 3, 2018

— ANI (@ANI) July 3, 2018

ફુટઓવર બ્રિજ પડવાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ અને અધિકારી પહોંચી ગયા  હતા. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ચાર ગાડી હાજર હતી. જોકે, આ દુર્ઘટનામાં હજી સુધી કોઈ નુકસાનની જાણકારી નથી મળી.

 

જે જગ્યાએ આ દુર્ઘટના થઈ ત્યં બે સ્કૂલ અને એક રેલવે સ્ટેશન છે જેના કારણે આ બ્રિજનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે. જોકે સદનસીબે જ્યારે આ બનાવ બન્યો ત્યારે એની પર વધારે લોકો હાજર નહોતા. મુંબઈમાં છેલ્લા બે દિવસથી રોકાઈરોકાઈને વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે નીચાણના વિસ્તારમાં પાણી ભરાયેલું છે. વરસાદને કારણે શહેરની પરિવહન વ્યવસ્થા પહેલાથી જ ખોટકાયેલી છે અને હવે બ્રિજ પડવાથી વધારે સમસ્યા ઉભી થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news