આંદામાન અને નિકોબાર ટાપુ સમુહ પાસે સમુદ્રમાં ભારતની જાસૂસી કરી રહ્યું છે ચીન
ચીન દ્વારા ભારતની જાસૂસી કરાઈ રહી હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે. કેન્દ્રીય એજન્સીઓના તાજા રિપોર્ટ મુજબ ચીન આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહો નજીક પૂર્વ સાગર (ઈસ્ટર્ન સી) પર પોતાના નિગરાણી જહાજો મોકલી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ચીન દ્વારા ભારતની જાસૂસી કરાઈ રહી હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે. કેન્દ્રીય એજન્સીઓના તાજા રિપોર્ટ મુજબ ચીન આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહો નજીક પૂર્વ સાગર (ઈસ્ટર્ન સી) પર પોતાના નિગરાણી જહાજો મોકલી રહ્યું છે. તેના દ્વારા ચીન ભારતની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ચીન તરફથી આ હિન્દ મહાસાગરમાં સ્થિત ભારતીય નેવીના તમામ બેસની જાસૂસી કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. અત્રે જણાવવાનું કે ભારતીય વાયુસેના માટે આંદામાન અને નિકોબાર સૌથી મહત્વપૂર્ણ સૈન્ય બેસ છે.
ઝી ન્યૂઝને મળેલી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ તરફથી જાણકારી મુજબ થોડા મહિનાઓ પહેલા ચીની નેવીએ હિન્દ મહાસાગરમાં ભારતની જાસૂસી માટે તેના અત્યાધુનિક જાસૂસી સમુદ્રી જહાજ તિયાંગવાંગશિંગને તહેનાત કર્યું હતું. આ સમુદ્રી જહાજ ભારતના સમુદ્રી ઈકોનોમિક ઝોન ઈઈઝેડમાં ઘૂસ્યું હતું અને થોડા દિવસ ત્યાં રોકાયું હતું.
જુઓ LIVE TV
ભારતીય અધિકારીઓનું કહેવું છે કે હવે એ માલુમ કરાઈ રહ્યું છે કે આખરે તિયાંગવાંગશિંગ શિપ તહેનાત કરીને ચીન તરફથી ભારતની જાસૂસી કરવાની સાથે સાથે કયા પ્રકારની માહિતી એકત્ર કરાઈ રહી છે. આ સાથે જ એ પણ માલુમ કરાઈ રહ્યું છે કે આખરે તિયાંગવાંગશિંગ શિપને ત્યાં તહેનાત કરવા પાછળ ચીનનો શું હેતુ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે