કડકનાથ, રસગુલ્લા પછી અમૃતસરના 'ચૂર ચૂર નાન' મુદ્દે કોર્ટે આપ્યો કંઈક આવો ચૂકાદો

અદાલતે જણાવ્યું કે, 'ચૂર ચૂર' શબ્દનો અર્થ 'ચૂરો કરવામાં આવેલું' થાય છે અને 'ચૂર ચૂર નાન'નો અર્થ છે 'ચૂરો કરેલું નાન'. તેનાથી વિશેષ બીજો કોઈ અર્થ થાય નહીં, આથી તેને ટ્રેડમાર્ક હસ્તાક્ષર માટે લાયક ગણી શકાય નહીં 
 

કડકનાથ, રસગુલ્લા પછી અમૃતસરના 'ચૂર ચૂર નાન' મુદ્દે કોર્ટે આપ્યો કંઈક આવો ચૂકાદો

નવી દિલ્હીઃ દિલ્હીની હાઈકોર્ટે આજે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યું છે કે, 'ચૂર ચૂર નાન' અને 'અમૃતસરી ચૂર ચૂર નાન' શબ્દ પર કોઈ એક વ્યક્તિનો એકાધિકાર હોઈ શકે નહીં. કોર્ટે જણાવ્યું કે, આ શબ્દસમુહ સંપૂર્ણ પણ સાર્વજનિક ભાવ છે. અદાલતે જણાવ્યું કે, 'ચૂર ચૂર' શબ્દનો અર્થ 'ચૂરો કરવામાં આવેલું' થાય છે અને 'ચૂર ચૂર નાન'નો અર્થ છે 'ચૂરો કરેલું નાન'. તેનાથી વિશેષ બીજો કોઈ અર્થ થાય નહીં, આથી તેને ટ્રેડમાર્ક હસ્તાક્ષર માટે લાયક ગણી શકાય નહીં.

ન્યાયાધિશ પ્રતિભા એમ. સિંહે પ્રવીણ કુમાર જૈનની અરજી પર સુનાવણી કરતા આ ચૂકાદો આપ્યો હતો. પ્રવીણ કુમાર જૈન પહાડગંજમાં એક ભોજનાલયના માલિક છે અને તેઓ નાન તથા અન્ય ખાદ્ય પદાર્થનું વેચાણ કરે છે. 

જૈને કોર્ટમાં દાવો રજૂ કર્યો હતો કે, 'ચૂર ચૂર નાન' શબ્દ પર તેમનો વિશેષ અધિકાર છે, કેમ કે તેના માટે તેમણે વિશેષ નોંધણી કરાવી છે. જૈને આ શબ્દના ઉપયોગ કરવા માટે એક અન્ય ભોજનાલય સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો અને કેસ દાખલ કર્યો હતો. 

Chur-Chur-Naan

કોર્ટે જણાવ્યું કે, જો નોંધણી ખોટી રીતે કરવામાં આવી છે કે આવા સામાન્ય ભાવ માટે અરજી કરવામાં આવી છે તો તેને નજરઅંદાજ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, આ શબ્દોનો ઉપયોગ સામાન્ય બોલચાલની ભાષામાં કરવામાં આવે છે અને 'ચૂર ચૂર' ભાવના સંબંધમાં કોઈ એક વ્યક્તિનો એકાધિકાર હોઈ શકે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news